
Sabarkantha: હાલ વરસાદી સિઝનમાં ભુવા પડવા, પાણી ભરાઈ જવા, રોડ બેસી જવા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે. જે પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી અને ભ્રષ્ટાચારને ઉઘાડો પાડે છે. ત્યારે આવી જ એ ઘટના સાબરકાંઠામાંથી પણ સામે આવી છે. જ્યાં મસમોટા ભુવા પડવાને કારણે તેમાં વાહન ચાલકો ખાબકતા હોવાથી રોડનું મરામત કરવાની માંગ ઉઠી છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા
મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ નગરમાં રેલવે ઓવરબ્રિજ ના બંન્ને તરફે સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા અને ભુવા પડ્યા છે. ત્યારે આ ભુવામાં વરસાદી પાણી ભરાઈ રહેતા તેમાં વાહન ચાલકોને પટકાવવાના અને અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે. ત્યારે સત્વરે આ સર્વિસ રોડનું મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ભારે વરસાદથી જળાશયો છલકાયા
તાજેતરમાં સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પ્રાતિંજમાં વરસાદ નોંધાયો છે. ત્યારે ભારે વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પણ સારી એવી આવક નોંધાઈ છે.
અહેવાલ: ઉમંગ રાવલ