Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. 29 જૂને રાજ્યના 160 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જ્યારે 93 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહ્યા. હવામાન વિભાગે 5 જુલાઈ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે, માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

30 જૂન

હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

1-2 જુલાઈ

આ બે દિવસ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી છે.

3 જુલાઈ

આ દિવસે સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે. બીજી તરફ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.

4 જુલાઈ

4 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

5 જુલાઈ

5 જુલાઈએ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.

આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે, તેથી નાગરિકોને સાવચેત રહેવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો:

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 7 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 6 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 10 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 8 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 13 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી