Jagganath Rath Yatra: પુરીની રથયાત્રામાં ભક્તોમાં નાસભાગ, 3ના મોત, 50થી વધુને ઈજાઓ

  • India
  • June 29, 2025
  • 0 Comments

Jagganath Rath Yatra: આજે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિર પાસે ભાગદોડની સ્થિતિ સર્જાતા અરાજકતા ફેલાઈ ગઈ. સવારના અંધારામાં થયેલી ભાગદોડમાં સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું. આ ઘટનામાં 3 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ટ્રકોના પ્રવેશને કારણે નિયંત્રણ બગડ્યું!

મળતાં અહેવાલો અનુસાર આજે(29 જૂન, 2025) રવિવારે સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે જ્યારે હજારો શ્રદ્ધાળુઓ દેવદર્શન માટે ગુંડીચા મંદિર પાસે હાજર હતા, ત્યારે બે ટ્રકોના અજાણતામાં પ્રવેશવાના પ્રયાસથી વાતાવરણ બગડી ગયું. સાંકડી જગ્યા, પહેલેથી જ ભારે ભીડ, રથ પાસે વિખરાયેલા ખજૂરના લાકડા અને સુરક્ષા દળોની મર્યાદિત તૈનાતી, આ બધા કારણો મળીને ભાગદોડનું કારણ બન્યા.

મૃતકોની ઓળખ 

સ્થાનિક મીડિયા અનુસાર જીવ ગુમાવનારા 3 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. પ્રેમકાંત મોહંતી (80 વર્ષ), બસંતી સાહુ (36 વર્ષ), પ્રભાતી દાસ (42 વર્ષ). તેમના પરિવારના સભ્યો અને નજીકના ભક્તોમાં શોક અને ભયનું વાતાવરણ છે.

ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો

ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને અકસ્માતને દુ:ખદ ગણાવ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. સરકાર ઉચ્ચ સ્તરીય તપાસ કરશે અને આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 750 ભક્તો થાક અને ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા

Image

ઉલ્લેખનીય છે કે અહીં એક દિવસ પહેલા લગભગ 750 ભક્તો થાક અને ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા. તેમાંથી 230 લોકોને તાત્કાલિક પુરીની ID હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 520 થી વધુ ભક્તોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ગંભીર રીતે બીમાર એક વ્યક્તિને કટકની SCB મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:
 
Related Posts

Mumbai: મહારાષ્ટ્રમાં ટેક્સી-રીક્ષા ચાલકોએ મરાઠીમાંજ વાત કરવાનો ‘ફતવો’ જાહેર!
  • April 9, 2026

Mumbai: આપણો દેશ વિવિધ પ્રાદેશિક ભાષાઓ,પહેરવેશ અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિથી ભરેલો છે પણ ક્યાંય સાંભળવામાં આવ્યુ નથી કે જે તે પ્રદેશની ભાષા બોલવા ફરજ પાડી શકાય,પણ મહારાષ્ટ્ર માં આ વાત…

Continue reading
Election: આસામ, કેરળ અને પુડુચેરીમાં કુલ 296 બેઠકો પર આજે મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ
  • April 9, 2026

Election: દેશમાં આજે એટલે કે તા. 9 એપ્રિલ, 2026 ના રોજ દેશના બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 296 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે આજે સવારે 7 વાગ્યાથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani: ખેડૂતોએ અદાણીની ચા પીવાનો ઇન્કાર કર્યો! વીજ લાઈનનો કર્યો વિરોધ,જુઓ વિડીયો

  • April 11, 2026
  • 3 views
Adani: ખેડૂતોએ અદાણીની ચા પીવાનો ઇન્કાર કર્યો! વીજ લાઈનનો કર્યો વિરોધ,જુઓ વિડીયો

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

  • April 11, 2026
  • 3 views
IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને  કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

  • April 11, 2026
  • 4 views
BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 5 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 5 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 11 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!