ચીનમાં ઝડપથી ફેલાયો HMPV વાઇરસ, ભારત સરકાર હાઇ અલર્ટ પર

  • World
  • January 4, 2025
  • 1 Comments

વર્ષ 2019માં કોરોના વાયરસે આખી દુનિયાને હચમચાવી દીધી હતી, જેના કારણે લાખો લોકોના મોત થયા હતા અને ઘણા દેશોને લાંબા સમય સુધી તેની અસરનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેને મહામારી જાહેર કરી હતી. આ મહામારી ચીનથી શરૂ થઈ હતી અને હવે ફરી એકવાર ચીનમાં એક નવો વાયરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ચિંતા વધી ગઈ છે. ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને રિપોર્ટ્સ અનુસાર ચીનના કેટલાક વિસ્તારોમાં ઈમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે.

હ્યુમનમેટાપ્યુમો વાયરસ શું છે?

હ્યુમન મેટાપ્યુમોવાયરસ એ શ્વસન સંબંધી વાયરસ છે, જે 2001 માં પ્રથમ વખત ઓળખવામાં આવ્યો હતો. આ વાયરસ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે. તાજેતરમાં, ચીનમાં આ વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. જોકે, ચીનમાં કુલ કેટલા કેસ નોંધાયા છે તેની કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ જાપાનમાં 15 ડિસેમ્બરે સુધી  94,000 થી વધુ કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં ત્યાં કુલ 7,18,000 કેસ નોંધાયા છે.

વાયરસના લક્ષણો
HMPV ના લક્ષણો સામાન્ય ફ્લૂ અને કોરોના વાયરસ જેવા જ છે. તેમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં આ વાયરસ  ન્યુમોનિયાનું કારણ બની શકે છે. વાયરસથી સંક્રમિત વ્યક્તિ સામાન્ય રીતે 3-6 દિવસ સુધી બીમાર રહી શકે છે. આ વાયરસ ખાંસી, છીંક અથવા સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.

ચીનના વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ

ચીનમાં આ વાયરસ ફેલાયા બાદ ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ(NCDC)એ શ્વસન અને મોસમી રોગોની નજીકથી દેખરેખ શરૂ કરી છે. સરકારી સૂત્રોએ કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને નક્કર માહિતી મળતાં જ જરૂરી પગલાં લેવામાં આવશે. હાલમાં, ભારતમાં આ વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી.

વાયરસને રોકવા શું કરવું

આ વાયરસ સામે રક્ષણ મેળવવા માટે, કોરોના વાયરસ  જેટલી જ સાવચેતી રાખવાની જરૂર છે.

સાબુ ​​અને પાણીથી નિયમિતપણે હાથ ધોવા.

ગંદા હાથથી આંખો, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળો.

ચેપગ્રસ્ત વ્યક્તિથી યોગ્ય અંતર જાળવો.

જો તમે લક્ષણો અનુભવો છો, તો તમારી જાતને અલગ કરો.

છીંક અને ખાંસી આવતા લોકોથી અંતર જાળવો.

જો તમે બીમાર હો, તો ઘરે આરામ કરો અને અન્ય લોકો સાથે સંપર્ક ઓછો કરો.

 

 

 

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ