
Nirav Soni arrested in Nadiad: ખેડા જીલ્લાના વડામથક નડિયાદ શહેરમાં રૂ. 1.01 કરોડની છેતરપિંડીના કેસમાં પોલીસે આરોપી નીરવ સોનીની અટકાયત કરી છે. આ કેસમાં નીરવ સોનીએ એક 49 વર્ષીય મહિલાને હેઝ ફંડમાં રોકાણ કરી ઉંચું વળતર આપવાની લાલચ આપી. નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. ત્યારે હવે 129 દિવસ બાદ ઝડપાયો છે. જ્યારે મહિલાએ પૈસા પરત માંગ્યા તો નિરવે ખોટી બહાને બનાવી પૈસા પરત ન આપી છેતરપિંડી આચરી હોવાના આરોપ છે.
નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ સામે ઉત્તમ પાર્કમાં રહેતી 49 વર્ષીય જૈમીનીબેન સંદીપભાઈ વ્યાસના દૂરના સંબંધી નીરવ જશવંતભાઈ સોની( રહે. ગીતાંજલિ ચોકડી, સાર્થ લેન્ડ માર્ક સોસાયટી, નડિયાદ) એ તેમને હેઝ ફંડમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. નીરવે દાવો કર્યો હતો કે આ રોકાણથી ઊંચું વળતર મળશે. આ લાલચમાં આવી મહિલાએ નીરવને રૂ. 1.01 કરોડની રકમ આપી હતી. જોકે, નિરવે પૈસા પરત આપવાને બદલે ખોટા બહાના બનાવ્યા અને મહિલાને ઠગી લીધી. આ બનાવ અંગે મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી.
નીરવ સોનીની અટકાયત અને કોર્ટની કાર્યવાહી
નિરવ સોનીએ આ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે નડિયાદ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ બંને કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. આગોતરા જામીનની અરજી નામંજૂર થયા બાદ નડિયાદ પશ્ચિમ પોલીસે નિરવ સોનીની ધરપકડ કરી છે. મંગળવારે (8 જુલાઈ, 2025) નિરવને નડિયાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી. કોર્ટે નિરવ સોનીના બે દિવસના રિમાન્ડ (10 જુલાઈ, 2025 સુધી) મંજૂર કર્યા છે. હવે પોલીસ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ કેસ નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે નિરવ સોની પીડિત મહિલાનો દૂરનો સંબંધી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના દર્શાવે છે કે નાણાકીય છેતરપિંડીના કેસોમાં ઘણીવાર પરિચિત વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોઈ શકે છે. પોલીસે લોકોને અજાણી કે શંકાસ્પદ રોકાણ યોજનાઓથી સાવધ રહેવાની અપીલ કરી છે.
જૈમીનીબેન અને નીરવ કેવી રીતે સંપર્કમાં આવ્યા?
મહાગુજરાત હોસ્પિટલ સામે ઉત્તમ પાર્કમાં રહેતા જૈમીનીબેન સંદીપભાઈ વ્યાસના ઘરે તેમના પતિના મિત્ર નીરવ જશવંતભાઈ સોની (રહે. લેન્ડપાર્ક, ગીતાંજલિ ચોકડી, નડિયાદ) અવારનવાર મળવા આવતા હતા. આ દરમિયાન નીરવ સોનીએ જૈમીની બેનને હેજ ફંડમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી હતી. જેથી જૈમીનીબેને તેમની વાતોમાં આવી વર્ષ 2019માં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. જે થોડા સમય પછી પરત આપ્યા હતા.
નીરવે સાચુ સોનું લઈ ખોટુ પધરાવી દીધાના આક્ષેપ
વિશ્વાસ બેસતાં જૈમીનીબેને અમદાવાદમાંનું મકાન વેચી તેના રૂપિયા તા.17/7/ 2019થી 28/10/2024 દરમિયાન નીરવ સોનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત સોનાની 5 લગડીઓ પણ આપી હતી. જે પરત આપતા જૈમિનીબેને તપાસ કરાવતા તે ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી અસલી સોની લગડીઓ તથા ફંડમાં નાણાંના વળતરની રકમ માંગતા નીરવ સોનીએ વોટ્સએપ પર રૂપિયા ટ્રાન્સફર કર્યાનું બતાવ્યું હતું. પણ આ નાણાં બેંકમાં જમા થયા ન હતા.
નીરવે પૈસા નહીં મળી તેમ કહી ભારે ઝઘડો કર્યો હતો
દરમિયાન 22/2/2025ના રોજ જૈમીની બેનને નીરવ સોની અને તેની પત્ની મળતા પૈસાની તેમજ સોનાની લગડીની માંગણી કરતા નીરવ સોનીએ મેં તમે આપેલ રોકડનું રોકાણ કરેલું નથી. મારા અંગત કામમાં વાપરી નાખ્યા છે. આ પૈસા નહીં મળે તેમ કહી ઝઘડો કર્યો હતો. તેમજ પૈસા માંગે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ નીરવ સોનીએ ફંડમાં રોકાણ કરાવી પૈસા તેમજ સોનાની લગડીઓ મળી 1,01,31,000 પરત ના આપી છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે જૈમીનીબેન સંદીપભાઈ વ્યાસની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે નિરવ જશવંતભાઈ સોની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે તે ચાર મહિના બાદ પોલીસના હાથે લાગ્યો છે.
આ પણ વાંચોઃ
City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?
નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad
Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?
Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?








