MP: પાડોશણ સાથે લગ્ન કરવા ભારે પડ્યા, ‘તારા હાલ ઇન્દોરના રાજા જેવા કરીશ’, ધર્મ પરિવર્તનના દબાણથી પતિએ આ શું કર્યુ?

  • India
  • July 7, 2025
  • 0 Comments

MP husband suicide attempt: ‘હું તારી હાલત ઇન્દોરમાં રાજા રઘુવંશી સાથે જે થયું તેના કરતા પણ ખરાબ કરીશ.’, આ ધમકી એક પત્નીએ તેના પતિને આપી છે. પત્ની તેના પતિ પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહી હતી. પતિ હિન્દુ છે અને પત્ની ખ્રિસ્તી છે. પત્નીના દબાણથી કંટાળીને પતિએ પોતાના પર જ કાતરથી હુમલો કર્યો અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જેથી ઈજાઓ પામેલા પતિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટના ગત શુક્રવારે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં બની છે.

રાજા રઘુવંશી હત્યા કેસ જેવી પત્ની ધમકી આપતી

 પતિ ઉમાકાંત શર્મા (ઉ.વ. 47 વર્ષ), જે મિશ્રીલાલ નગરનો રહેવાસી છે, મૂળ ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાનો છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની અને સાસરિયાઓ તેના પર ધર્મ બદલવા માટે સતત દબાણ કરી રહ્યા હતા.

પાડોશણ સાથે લગ્ન કરવા ભારે પડ્યા!

પીડિત પતિ ઉમાકાંત શર્માએ જણાવ્યું કે તેણે 2010 માં ઓરછાના રામલલા મંદિરમાં તેમના પાડોશમાં રહેતી એક છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે સમયે તેઓના પિતાનું MP પોલીસમાં પોસ્ટેડ થતાં બીનામાં રહેતા હતા અને છોકરી ક્લેરા પણ બીનામાં રહેતી હતી. 2011માં બંને પરિવારોની સંમતિથી  લગ્ન ફરી એકવાર દિલ્હીના રિથલા ચર્ચમાં કરવામાં આવ્યા હતા. પાછળથી  હિન્દુ રીતરિવાજો  અનુસાર લગ્ન  પણ કરવામાં આવ્યા હતા.

પત્ની તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી

ઉમાકાંતે જણાવ્યું કે તેની પત્ની તેને સતત હેરાન કરી રહી છે. તેણે તેનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો છે.  તેના સાસરિયાઓ તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપી રહ્યા છે. ગત શુક્રવારે જ્યારે તે તેના બાળકોને મળવા ગયો, ત્યારે તેના સાસરિયાઓએ તેને એમજી હોસ્પિટલ પરિસરમાં માર માર્યો હતો.

 બાળકોને માતા ‘જય શ્રી રામ’ બોલવા દેતી નથી

પીડિત પતિનો દાવો છે કે તેના બાળકોને ધાર્મિક અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ આપવામાં આવી રહી નથી. તેમને ‘જય શ્રી રામ’ બોલતા રોકે છે. આ કારણે તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી, પરંતુ હોસ્પિટલમાં હુમલા દરમિયાન કોઈએ તેની નોટ કાઢી લીધી હતી. પોલીસનું કહેવું છે કે જો પીડિત લેખિત ફરિયાદ કરશે તો તપાસ કરવામાં આવશે.

ધર્મ પરિવર્તન અંગે પોલીસે શું કહ્યું?

ઔદ્યોગિક વિસ્તાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શશિકાંત ચૌરસિયાએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તનના મામલામાં પતિ-પત્ની બંનેનો કોઈ સંબંધ નથી. પતિએ બંધ રૂમમાં કાતરથી પોતાને માર મારીને પોતાને ઇજા પહોંચાડી હતી. પોલીસે નિવેદનો નોંધ્યા છે. તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ

ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમતી બહેનને જોઈ 10 વિકેટ લેનારા આકાશદીપ દુઃખી, બહેને શું કહ્યું? |  Akashdeep

Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?

Bomb Threat: વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, મચ્યો હડકંપ

10 કરોડના બલુનનો હિસાબ હજુ નરેન્દ્ર મોદીએ આપ્યો નથી!, જાણો વધુ | Balloon

પશ્ચિમી દેશો પર નિર્ભરતા ઘટાડવાની BRICS ની કવાયત, નવું રોકાણ પ્લેટફોર્મ બનાવશે, શું ચીન ભારતની સાથ રહેશે ખરુ?

UP:’તને ટચ કરવાનું મન થાય છે’, પોલીસની મહિલા સાથે અશ્લીલતા, યોગીમાં પોલીસના ઘર પર બુલડોઝર ચલાવવાની હિંમત છે?

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત