અજબ ગજબ : ગુરુગ્રામમાં 10 કરોડના ફ્લેટમાં પણ ચોમાસામાં ચાલીઓ જેવી સ્થિતિ

  • India
  • July 12, 2025
  • 0 Comments

અજબ ગજબ : વરસાદ પડે ત્યારે પોશ વિસ્તારો પણ પાણીમાં ગરક થઈ જાય છે. લોકોની કાર તરવા લાગે છે, ઘરમાં પાણી ઘૂસી જાય છે. ચોમાસામાં ધોધમાર, મૂશળધાર, અનરાધાર વરસાદ પડે ત્યારે ઝુંપડપટ્ટીઓ અને ચાલીઓમાં પાણી ફરી વળતાં હોય છે. કારણ કે ત્યાં સુવિધા નથી હોતી. ત્યાં સગવડ નથી હોતી. પણ હવે ખાલી આવી જગ્યાઓ જ વરસાદમાં તારાજ નથી થતી. કરોડો રૂપિયાના ફ્લેટ વેચાતા હોય એવા વિસ્તારોમાં પણ રસ્તા પાણીમાં ડૂબી જાય છે. ઘરમાં પાણી ઘૂસી જાય છે. ગુરુગ્રામની સ્થિતિ અત્યારે એવી જ છે. અહીંયા 1-1 કરોડ રૂપિયાના ફ્લેટ વેચાય છે પણ સમસ્યા ઝુંપડપટ્ટીના રહીશોને હોય એવી જ. વરસાદ પડે ત્યારે ચાલીઓમાં રહેતા લોકોને જેવી મુશ્કેલી પડે, એવી જ મુશ્કેલી કરોડો રૂપિયાના ફ્લેટધારકોને પડે છે.

ગુરુગ્રામમાં બુધવારે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. એમાં આખું શહેર થંભી ગયું હતું. મુખ્ય મુખ્ય માર્ગો તો પાણીમાં ડૂબી જ ગયા હતા પણ એક મહિલા ઑફિસેથી ઘરે આવી ત્યારે એની કાર અડધી પાણીમાં ડૂબી ગઈ હતી. ઘરમાં ગઈ તો ફર્નિચર તરતું હતું. આખા ઘરમાં કાદવકીચડ થઈ ગયો હતો. એ મહિલાનું ઘર ગુરુગ્રામના સૌથી મોંઘા ગોલ્ફ કોર્સ રોડ વિસ્તારમાં છે. મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને સ્થિતિ બતાવી. ઘરમાં ઘુંટણસમાં પાણી ભરાયેલાં હતાં. અહીંયા 100 કરોડ સુધીમાં ફ્લેટ વેચાય છે. શહેરમાં સામાન્ય ફ્લેટની કિંમત પણ 1-1 કરોડ રૂપિયા છે, ત્યાં આ હાલત છે.

અજબ ગજબ

ગુરુગ્રામમાં સતત 4 કલાક ધોધમાર વરસાદ પડ્યો એમાં શહેર ડૂબી ગયું હતું. મહિલાએ કહ્યું કે હું ઑફિસથી પાછી આવી ત્યારે કાર પાણીમાં તરતી હતી. ઘરની સ્થિતિ જોઈને હું ભાંગી પડી. વીડિયોમાં એ મહિલા કહે છે કે આ પાણી નથી, ઇમોશનલ ડેમેજ છે. મારી પાસે આ માટે કોઈ શબ્દો નથી માત્ર પીડા છે. હવે બોલો, કરોડો રૂપિયામાં ફ્લેટ વેચાતા હોય ત્યાં જ આવી હાલત હોય તો ચાલીઓ ને ઝુંપડપટ્ટીમાં આવું હોય તો એમાં શી નવાઈ! સોશિયલ મીડિયામાં એ મહિલાનો વિડીયો જોઈને ઘણા લોકોએ આ જ બળાપો ઠાલવ્યો.

ગુરુગ્રામના ટૅક્ પ્રોફેશનલ અરુણ માથુરિયાએ પણ X પર આવો જ બળાપો કાઢ્યો હતો. અરુણે પોતાની તરતી કારનો વીડિયો મૂકીને સવાલ કર્યો કે ગુરુગ્રામમાં પાયાની સુવિધા છે કે નહીં, એ જોયા-જાણ્યા વિના જ લોકો કઈ રીતે 10 કરોડ રૂપિયાનો ફ્લેટ લઈ લેતા હશે? માત્ર અડધી કલાક વરસાદ પડ્યો અને રસ્તા પાણીમાં ડૂબી ગયા. ગુરુગ્રામ જાણે પરપોટો હોય એમ રોકાણકારો અને એનઆરઆઇ લોકોએ એમાં રોકાણ કરીને હવા ભરી હોય એવું લાગે છે. ગુરુગ્રામ પાસેનાં ઘરોનાં ભાડા અંગે બળાપો કાઢતાં અરુણ કહે છે કે જો તમે ગુરુગ્રામ નજીકની સોસાયટીમાં ભાડે રહેવા ઇચ્છો તો મકાનમાલિક 60થી 80 હજાર રૂપિયા ભાડું માગે છે. આટલાંબધાં ભાડાં ભર્યા પછી ને 8થી 10 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યા પછી પણ જો આવી જ સ્થિતિ હોય તો અહીંયા કોણ રહેવા આવે! ગુરુગ્રામમાં જમીન અને મકાનના ભાવ અતિશય રીતે વધી ગયા છે. રોજેરોજ ટ્રાફિક જામ થાય છે એમાં હવાની ગુણવત્તા વિશે તો વાત કરવા જેવું જ નથી.

એક યુઝરે કહ્યું કે ગુરુગ્રામમાં મકાનોના ભાવ દુબઈ જેવા છે પણ ચોમાસામાં ગુરુગ્રામ પૂરગ્રસ્ત ગામડાં જેવું થઈ જાય છે. ચોમાસામાં ગુરુગ્રામમાં લોકોને ઘૂંટણસમાં પાણીમાં કારને ધક્કા મારવા પડતા હોય છે. દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે ને દર વર્ષે સ્થાનિકોએ વેઠવું પડતી હોય છે. આટઆટલી સમસ્યાઓ છતાં શહેર શીખતું નથી.

આ પણ વાંચો: 
 
  • Related Posts

    Manipur NRC demand: મણિપુરમાં NRC ની માગને લઈને બે દિવસની હડતાળ, 2027ની વસ્તી ગણતરી સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ
    • August 19, 2026

    Manipur NRC demand: ત્રણ વર્ષથી વધુ સમયથી હિંસા અને સામાજિક તણાવનો સામનો કરી રહેલા મણિપુરમાં હવે 2027ની વસ્તી ગણતરીને લઈને નવો વિવાદ ઊભો થયો છે. ધ જસ્ટ એન્ડ ફેર ડિલિમિટેશન…

    Continue reading
    PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા
    • August 19, 2026

    PM CARES Fund ના નાણાકીય વ્યવહારો અને પારદર્શિતા અંગે લાંબા સમયથી ચાલી રહેલા સવાલો વચ્ચે ફંડે નાણાકીય વર્ષ 2023-24 અને 2024-25ના ઓડિટેડ નાણાકીય અહેવાલ પોતાની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કર્યા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manipur NRC demand: મણિપુરમાં NRC ની માગને લઈને બે દિવસની હડતાળ, 2027ની વસ્તી ગણતરી સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

    • August 19, 2026
    • 2 views
    Manipur NRC demand: મણિપુરમાં NRC ની માગને લઈને બે દિવસની હડતાળ, 2027ની વસ્તી ગણતરી સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

    PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

    • August 19, 2026
    • 4 views
    PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

    MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

    • August 19, 2026
    • 7 views
    MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

    Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

    • August 18, 2026
    • 6 views
    Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

    Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

    • August 18, 2026
    • 6 views
    Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

    CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી

    • August 18, 2026
    • 10 views
    CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી