Bihar: 1 વર્ષના બાળકે બચકું ભરતાં કોબ્રા સાપે જીવ ગુમાવ્યો, જુઓ પછી બાળકનું શું થયુ?

  • India
  • July 27, 2025
  • 0 Comments

Bihar child bitten snake death: બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વર્ષના બાળકે કોબ્રા સાપને બચકું ભરીને મારી નાખ્યો. આ વિચિત્ર ઘટના મજૌલિયા બ્લોકના મોહછી બનકટવા ગામની છે, જ્યાં એક વર્ષના ગોવિંદ કુમારે ઝેરી કોબ્રા સાપને દાંતથી કરડીને મારી નાખ્યો. આ ઘટનાએ ગ્રામજનો અને ડોકટરોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. કારણ કે 1 વર્ષનું બાળક સાપને મારવા સક્ષમ હોતું નથી. જો કે સાપના મોંમાં ઈજા થઈ હોય તો મોત થઈ શકે છે.

પરિવારના જણાવ્યા મુજબ બાળક ઘરમાં રમી રહ્યું હતું. આ દરમિયાન અચાનક તેને સાપ પકડી પડ્યો. તેની દાદીએ આ જોયું ત્યાં સુધીમાં ગોવિંદ તેના દાંત વડે સાપને ચાવી ચૂક્યો હતો. સાપનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાળક પણ જમીન પર બેભાન થઈને પડી ગયો હતો. પરિવારે તેને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો.

બાળકની સ્થિતિ વધુ નાજૂક થતાં ત્યાંથી બાળકને બેતિયાહની સરકારી મેડિકલ કોલેજમાં રિફર કરાયો હતો. હોસ્પિટલના અધિક્ષક ડૉ. દુર્વાકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે બાળક નિરીક્ષણ હેઠળ છે. ડૉક્ટરો તેની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો ઝેરના કોઈ લક્ષણો દેખાશે, તો તેને તાત્કાલિક ઝેર વિરોધી સારવાર આપવામાં આવશે. જોકે, અત્યાર સુધી બાળકની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

આ ઘટના ફક્ત સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. એક તરફ, તેને બાળકની બહાદુરીભરી પ્રતિક્રિયા માનવામાં આવી રહી છે, તો બીજી તરફ, આ ખૂબ જ ચિંતાજનક ઘટના છે જે દર્શાવે છે કે બાળકોની સલામતી અંગે કેટલી કાળજી લેવી જોઈએ. હાલમાં, બાળક ડોકટરોની દેખરેખ હેઠળ છે અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાની અપેક્ષા છે.

વર્ષે 80 હજારથી એક લાખ 30 હજાર લોકોનાં મૃત્યુ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમામે દર વર્ષે સાપના ડંખ મારવાથી સમગ્ર વિશ્વમાં 80 હજારથી એક લાખ 30 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. તેમાંથી દર વર્ષે ભારતમાં સરેરાશ 58 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. આ કારણે ભારતને વિશ્વનું ‘સ્નેકબાઇટ કૅપિટલ ઑફ ધ વર્લ્ડ’નું ટૅગ મળ્યું છે. બિહાર રાજ્યના હેલ્થ મૅનેજમેન્ટ ઇન્ફૉર્મેશન સિસ્ટમ (એચએમઆઇએસ) મારફતે મળેલા આંકડા પ્રમાણે, એપ્રિલ 2023થી માર્ચ 2024 વચ્ચે રાજ્યમાં 934 મૃત્યુ સાપના ડંખ મારવાના કારણે થયાં છે. આ દરમિયાન સાપના ડંખ મારવાના કારણે સરકારી હોસ્પિટલોમાં 17,859 દર્દી ઇલાજ માટે પહોંચ્યા. પરંતુ કેન્દ્ર સરકારનો જ એક રિપોર્ટ જણાવે છે કે સમગ્ર દેશમાં સાપના ડંખ મારવાની ઘટનાઓમાં થયેલાં મૃત્યુનો આંકડો ‘અંડર રિપોર્ટેડ’ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ છે કે સાપના ડંખ મારવાના મોટા ભાગના મામલામાં ખૂબ ઓછા લોકો હોસ્પિટલ પહોંચી શકે છે, જે કારણે આ પ્રકારની ઘટનાઓમાં થતાં મૃત્યુના આંકડા ઓછા રિપોર્ટ થાય છે.

આ પણ વાંચો:

Savarkundla: BJP ના પૂર્વ કોર્પોરેટરને કેમ ભીખારી બનવાનો વારો આવ્યો?, જુઓ વીડિયો

મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

Gujarat Heavy Rain: અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ એન્જિનનાં વિકાસને “કાદવ”માં ડૂબાડતાં મેઘરાજા

UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો

America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!

Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

 

Related Posts

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ
  • August 5, 2025

Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે…

Continue reading
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ