
Gujarat teachers Recruitment: ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કર્યો છે. આ નિર્ણયનો શિક્ષક સંઘો, શાળા સંચાલક મંડળો અને યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ થયો હતો, જેના પગલે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. હવે બેરોજગાર શિક્ષકોને નોકરીની તકો મળવાની આશા જાગી છે.
નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ
મળતી માહિતી મુજબ શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખીને નિવૃત શિક્ષકોને બદલે બેરોજગાર શિક્ષકોની ભરતીની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી, અને સરકાર માત્ર પ્રવાસી શિક્ષકો કે જ્ઞાન સહાયકોની નિમણૂક કરી રહી છે. શિક્ષક સંઘોએ પણ આ નિર્ણયનો આક્રમક વિરોધ કર્યો હતો, જેની વાત શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. ટેટ-ટાટ પાસ યુવાનોને વયમર્યાદાના કારણે નોકરી મળવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય નારાજગીનું કારણ બન્યો હતો. આ વિરોધને ગંભીરતાથી લઈને સરકારે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કર્યો છે. તેમજ એવું પણ કહેવાય છે કે, સરકાર હવે ભરતીના નિયમોમાં જરૂરી છૂટછાટ આપવા અંગે વિચારણા કરી રહી છે.

પરિપત્રમાં શું હતું?
25 જુલાઈ, 2025ના પરિપત્રમાં જણાવાયું હતું કે, નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોને વચગાળાની વ્યવસ્થા તરીકે કામગીરી સોંપવામાં આવશે. જોકે, હવે આ નિર્ણય મૂળ અસરથી રદ્દ કરવામાં આવ્યો છે. આ નિર્ણય રદ્દ થતાં એક અઠવાડિયામાં શિક્ષણ વિભાગે બીજો વિવાદાસ્પદ નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.
આ પણ વાંચો:
Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ
Sehore Ganesh Mandir: મંદિરની અંદર ખુલ્લેઆમ ગુંડાગીરી, હથિયાર સાથે ઘૂસેલા શખ્સે પૂજારીને આપી ધમકી








