
Banny Gajera on Khodaldham: રાજકોટના વિવાદિત યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે પાસામાંથી બહાર આવ્યા બાદ બન્ની ગજેરાએ પોતાની યુટ્યુબ ચેન પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેને ગોંડલ અને ખોડલધામ મામલે વાત કરી છે.
બન્ની ગજેરાએ કર્યો નવો ધડાકો
બન્ની ગજેરાએ કહ્યું કે, હજુ તમારે ગુજસીટોક મારવી હોય તો મારી દો, આવું બધુ તો થાતું રહે. ખોડલધામ મુદ્દે તેને કહયું કે, ખોડલધામ મુદ્દે મારુ સાંજે લાઈવ હતુ અને સવારે મને ઉપાડી દીધો. મે કહ્યું હતુ કે, ગોંડલ વાળી મેડરમાં ખોડલધામના નરેશ પટેલ સમર્થન દઈ દે અઢારે વર્ણને એટલે ખોડલધામનું કામ પુરુ આવી વાત કરી હતી.પાસા કાપીને આવ્યા પછી સમાજમાંથી અને મીડિયામાંથી મને ઘણા લોકોએ કહ્યું કે તમે ખોડલધામનું રહેવા દો.બીજુ તમારે જે કરવું હોય તે કરો. તો મને તે સવાલ થાય છે કે, ખોડલધામને અને ગોંડલને અને ગોંડલને અને પટેલ સમાજને સબંધ શું? વધુમા તેણે કહ્યું કે, જો મને નિખીલ દોંગા મદદ કરતો હોય તો શું હું આટલા દિવસ જેલમાં હોય?
પ્રદીપ ભાખરે બન્ની ગજેરાને છોડાવ્યો
વધુમાં બન્ની ગજેરાએ કહ્યું કે, પીટી જાડેજા પર મને ગર્વ થયો, સમાજે વિરોધ કરતા પીટી જાડેજાના પાસા ગૃહમાથી રિવોક થયા. તે જ પ્રમાણે મારા પાસા રિવોક કરાવવા માટે મે એક ધારાસભ્યનો કોન્ટેક્ટ કરાવ્યો, તેમાં વચ્ચે તાલુકા પ્રમુખ પ્રદીપ ભાખર હતા. પ્રમુખ પ્રદીપ ભાખરને ફોન કરીને જણાવવામાં આવ્યું કે, બન્ની ગજેરાના પાસા રિવોક થાય એમ છે તેમાં કેસ એટલા બધા છે નઈ અને જે છે તે ખોટા છે. તો તેને એમ કહ્યું કે, આપડે જયરાજસિંહ સાથે સારામાં સારા સબંધ છે આપડે બન્ની માટે થઈને જયરાજસિંહ સામે ન થવાય. એટલા માટે મારા પાસા રિવોક કરાવવાની ઉપરથી ના પાડી. આવું મને જેલમાં જાણવા મળ્યું.વધુમા બન્નીએ એવો પણ ખુલાસો કર્યો કે, ગયા વખતે મને નિખીલ દોંગાએ નહીં પરંતુ પ્રદીપ ભાખરે છોડાવ્યો હતો. હુ જેલમાંથી છુટ્યો અને સીધો બોમ્બ ફૂટ્યો.
ખોડલધામને લઈને બન્ની ગજેરાએ કહ્યું ?
વધુમાં બન્ની ગજેરાએ કહ્યું કે, ખોડલધામ ચેરેટીમાં આપડે એક નોટીસ જારી કરવાની છે કે તમારા ટ્ર્સ્ટનો આટલો આટલો વહીવટ આપો કારણ કે, આમારા સુત્રોના મુજબ ખોડલધામાંથી ચોરી થઈ છે. તો તે ચોરી કોને કરી ? ગોંડલવાળી વાતમાં નરેશભાઈએ મીટીંગો કરી તે મીટીંગને નકારી કોને? કોઈના મનમાં એવું હોય કે બન્ની ગજેરા ખોડલધામ વિશે બંધ કરવાનું બંધ કરશે તો તે નહીં થાય.
પત્રકાર હિમાંશુ ભાયાણીએ શું કહ્યું ?
ગોંડલમાં ચાલી રહેલાં ઘર્ષણને પગલે વાત ફાયરિંગ સુધી પહોંચી છે. ત્યારે હાલમાં બન્ની ગજેરાએ ગોંડલ અને ખોડલધામ મામલે વાત કરતો એક વિડીયો જાહેર કર્યો છે. તાજેતરમાં પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિંકસિંહનો હજી પત્તો નથી. ત્યારે આ સંજોગોમાં ઘર્ષણ કેટલું વકરી શકે છે? તે બાબતે હિમાંશુ ભાયાણીએ શું કહ્યું જુઓ વીડિયો…
આ પણ વાંચો:
Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ
Sehore Ganesh Mandir: મંદિરની અંદર ખુલ્લેઆમ ગુંડાગીરી, હથિયાર સાથે ઘૂસેલા શખ્સે પૂજારીને આપી ધમકી





