
Operation Mahadev: ભારતમાં એક બાજુ સંસદ સત્ર ચાલી રહ્યું છે. જેમાં મોદી સરકારને વિપક્ષ ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા મામલે ઘેરી રહ્યા છે. વિપક્ષો સવાલો પૂછી રહ્યા છે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે સેનાએ ત્રણ આતંકીઓ ઠાર કર્યા છે. ભારતીય સુરક્ષા દળોએ આજે પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા 3 આતંકવાદીઓને ઠાર કરાયાના દાવા થઈ રહ્યા છે.
આજે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં ‘ઓપરેશન મહાદેવ’ હાથ ધર્યું હતું, જે અંતર્ગત શ્રીનગરના દાચીગામ વિસ્તારના ઉપરના વિસ્તાર લિડવાસમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હોવાના દાવા થઈ રહ્યા છે. જેમાં લશ્કર કમાન્ડર મુસા સહિત 3 આતંકવાદીઓને ઠાર કરાયા હોવાના દાવા થઈ રહ્યા છે. બીજી તરફ ઓપરેશન સિંદૂરની શું સ્થિતિ છે, તે અંગે હજુ સુધી કોઈ ફોર પાડ્યો નથી.
ડ્રોનમાંથી ત્રણ આતંકવાદીઓના મૃતદેહ જોવા મળ્યા
આતંકીના મોત અંગેની હજુ સુધી સત્તાવાર પુષ્ટી થઈ નથી. જો કે સેના આજે સાંજ સુધી માહિતી આપી શકે છે. સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે ડ્રોનમાંથી ત્રણ આતંકવાદીઓના મૃતદેહ જોવા મળ્યા છે. ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન મહાદેવ શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. સુરક્ષા દળોને મુલનાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. જવાબમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું અને સુરક્ષા દળોએ તેમને ઠાર માર્યાનો દાવો થઈ રહ્યો છે.
ઓપરેશનમાં સેના, પોલીસ, સીઆરપીએફ સામેલ
ભારતીય સેનાની 15મી કોર્પ્સ રેજિમેન્ટ ચિનારએ X હેન્ડલ પર ટ્વિટ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશન મહાદેવ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF સામેલ છે. આ સાથે સેનાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આજે સવારે લિડવાસ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. ભીષણ ગોળીબારમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. પહેલગામ હુમલા સાથે સંકળાયેલા લોકો માર્યા ગયા છે.
ઘટનાસ્થળેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ આપી કે માર્યા ગયેલા આતંકવાદીઓ પહેલગામ હુમલા માટે જવાબદાર હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે અને શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે. સોમવારે, સેનાએ જાહેરાત કરી હતી કે મધ્ય કાશ્મીરના શ્રીનગર જિલ્લાના લિડવાસ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો છે. ત્યારબાદ, સેનાના જવાનોએ પોલીસ અને CRPF સાથે મળીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
પહેલગામ આતંકવાદી હુમલો
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ નજીક બૈસરન ખીણમાં આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. હુમલાખોરો 4 થી 5 પાકિસ્તાની આતંકવાદીઓ હતા, જેમાંથી 2 સ્થાનિક આતંકવાદીઓ આદિલ અહેમદ ઠાકુર અને આસિફ શેખ તરીકે ઓળખાયા હતા. આતંકીઓ લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા હતા. આતંકવાદી હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી, જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ 23 એપ્રિલના રોજ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે મુસા, યુનુસ અને આસિફ નામના 3 આતંકવાદીઓ (આસિફ ફૌજી, સુલેમાન શાહ, અબુ તલ્હા) ના સ્કેચ અને પોસ્ટર બહાર પાડ્યા હતા. જો કે તે સ્કેચને ખોટા ગણાવ્યા હતા.
આતંકીઓના સ્કેચ ખોટા નીકળ્યા હતા
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દેશની તપાસ એજન્સીઓ અને સરકાર દ્વારા જાહેર કરાયું હતુ કે આતંકી જાહેર કરાયેલા સ્કેચ ખોટા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ત્રણ શંકાસ્પદો (હાશીમ મુસા, અલી ભાઈ ઉર્ફે તલ્હા અને આદિલ હુસૈન ઠોકર) ના સ્કેચ ખોટા ગણાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતુ કે સાચા હુમલાખોરોમાંનો એક સુલેમાન શાહ છે, જેના પર ગયા વર્ષે એક સુરંગ પર આતંકવાદી હુમલાનો પણ આરોપ છે. આ હુમલામાં સાત મજૂરો માર્યા ગયા હતા. તેના એક સાથીનું મોત થયું હતુ. તેના ફોન પર મળેલા ફોટાનો ઉપયોગ NIA દ્વારા શંકાસ્પદોની ઓળખ કરવા માટે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
Pahalgam terrorist attack: પહેલગામ હુમલા બાદ જાહેર કરાયેલા આતંકીઓના સ્કેચ ખોટા, જુઓ વીડિયો
Operation Sindoor: શું હવે ભારતની મહિલાઓ મોદીએ મોકલેલું સિંદૂર લગાવશે?
Mohan Bhagwat: નામકરણની રાજનીતિમાં ખોવાયેલો દેશ, ગરીબી અને બેરોજગારીના મુદ્દાઓ ક્યાં ગયા?
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી
Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?
UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?
Ahmedabad: ચાચા નહેરુ બાલવાટિકાનું નામ ભાજપે હટાવ્યું, સત્તાના નશામાં નિમ્ન સ્તરની રાજનીતિ, જાણો
Sabarkantha: ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ








