
Kutch: રાપર તાલુકાના ઉમૈયા ગામમાં 9 વર્ષના બાળકને 100 ફૂટ ઊંડા બોરવેલમાંથી બચાવી લેવામાં આવ્યો છે. જેનો લાઇવ વીડિયો વાયરલ થયો છે. ગ્રામજનોએ સૂઝબૂઝ અને એકજૂટથી બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. આ ઘટનાએ ‘રામ રાખે તેને કોણ ચાખે’ની કહેવતને સાચી સાબિત કરી છે.
બાળક રમતા રમતા બોરવેલમાં પડ્યું
મળતી માહિતી મુજબ બાળક રાકેશ તેના મિત્રો સાથે વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. રમત દરમિયાન તે બંધ બોરવેલ પાસે પહોંચ્યો, જે પથ્થરથી ઢંકાયેલો હતો. ઉત્સુકતાથી પથ્થર હટાવતા રાકેશ અચાનક બોરવેલમાં ખાબક્યો. તેના મિત્રોએ તરત જ ગામના વડીલોને જાણ કરી, જેનાથી ગામમાં હડકંપ મચી ગયો.
ગ્રામજનોની ત્વરિત કાર્યવાહી
ગામના લોકોએ શાંતિ જાળવીને બચાવ કામગીરી શરૂ કરી. રાકેશનો રડતો અવાજ સાંભળી તે જીવિત હોવાની ખાતરી થતાં, તેમણે મજબૂત દોરડું બોરવેલમાં ઉતાર્યું. બાળકને શાંત કરી, રસ્સો પકડાવવામાં આવ્યો અને સાવચેતીપૂર્વક તેને ઉપર ખેંચવામાં આવ્યો. આ સમગ્ર ઘટનામાં રાકેશને માત્ર નાની-મોટી ઇજાઓ થઈ, પરંતુ તેનો જીવ બચી ગયો.આમ ગ્રામજનોની હિંમત અને સમજદારીએ એક મોટી દુર્ઘટનાને ટાળી, જેની ચર્ચા હવે સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.
આ પણ વાંચો:
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?