
UP: અમેઠીમાં એક યુવકે જમીનના વિવાદમાં તેની ભાભી અને ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો છે. ખેતરમાં કામ કરતી વખતે તેણે તેમના પર છરીથી હુમલો કર્યો. થોડી જ વારમાં બંનેનું મોત નીપજ્યું. ગુનો કર્યા પછી આરોપી ત્યાંથી ફરાર થયો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
આ ઘટના મુસાફિરખાના કોતવાલી વિસ્તારના રૂદૌલી ગામમાં બની છે. સવારે રમા (45) તેના પુત્ર આકાશ (18) સાથે ખેતરમાં કામ કરી રહી હતી. તે સમયે રામરાજ છરી લઈને આવ્યો. અને તેણે ભાભી અને ભત્રીજા પર છરીથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી.
ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થયું
હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં બંને ત્યાં પડી ગયા. તેમની ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું. ગામલોકોએ બંનેને મુસાફિરખાનાના સીએચસીમાં લઈ ગયા. ત્યાં તપાસ કર્યા પછી ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. ગુનો કર્યા પછી આરોપી ત્યાંથી ભાગી ગયો.
મિલકત માટે કરી હત્યા
અત્યારના સમયમાં પૈસા અને મિલકતની કિંમત માણસ કરતાં વધી ગઈ હોય એવું લાગે છે. લોકો જમીન અને મિલકત પડાવી લેવા માટે અનેક પ્રકારના કાવતરા કરતાં હોય છે. ભાઈ-બહેન, માતા-પિતા, કાકા ભત્રીજા બધા જ સંબંધોને લોકો લજવી કાઢયાં છે. આવી ઘટનાઓમાં સતત થતો વધારો બતાવે છે કે પૈસા આગળ સંબંધોનું મહત્વ ઓછું થવા લાગ્યું છે. લોકો જમીનો માટે સગા ભાઈનું પણ ખૂન કરી નાંખે છે. જે મિલકત મર્યા પછી સાથે નથી લઈ જવાની અહીં જ રહેવાની છે. એના માટે પણ આવા કૃત્ય કરવામાં આવે છે. ખરેખર માણસાઈ મરી પરવારી છે.
પોલીસની કાર્યવાહી
આ ઘટનાની માહિતી મળતાં જ કોટવાલી ઇન્ચાર્જ વિવેક સિંહે સ્થળનું નિરીક્ષણ કર્યું,અને માહિતી એકઠી કરી. ફોરેન્સિક ટીમે પુરાવા પણ એકત્રિત કર્યા છે. સીઓ અતુલ કુમાર સિંહે જણાવ્યું હતું કે આરોપીની શોધ કરવામાં આવી રહી છે. સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી
Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી
MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?