
T.N. Seshan: હાલ ભારતના ચૂંટણીપંચ અને તેના મુખ્ય કમિશનરની વિશ્વનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જે રીતે મતદારયાદીમાં ગોટાળા બહાર આવ્યા છે. ચૂંટણીપંચ રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ પણ આપી શક્યુ નથી. જેથી હાલના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર લોકો આંગળી ચીથી રહ્યા છે. જેથી હાલ ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન શેષનને યાદ કરી રહ્યા છે.
દેશની ચૂંટણી વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરવાનો શ્રેય ટી. એન. શેષનને આપવામાં આવે છે. 1955 બેચના આઈએએસ અધિકારી ટી. એન. શેષન 12 ડિસેમ્બર, 1990ના રોજ ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. પાછલા દાયકાઓમાં ટી.એન. શેષન કરતાં વધારે નામના કદાચ જ અન્ય કોઈ સરકારી અધિકારીએ મેળવી હશે. હાલ તેમના ઈન્ટરવ્યૂનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે તેમનું એક વાક્ય ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
“मैं ‘भारत सरकार’ का मुख्य चुनाव आयुक्त नहीं हूं…मैं ‘भारत’ का मुख्य चुनाव आयुक्त हूं”
– देश के मुख्य चुनाव आयुक्त रहे टीएन शेषन का एक फ़ाइल इंटरव्यू pic.twitter.com/GQo0NB6FOm
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) August 21, 2025
તેમણે એક મિડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે “હું ‘ભારત સરકાર’નો મુખ્ય ચૂંટણી કમિશનર નથી, હું ‘ભારત’નો મુખ્ય ચૂંટણી કમિશનર છું.” ટી. એન. શેષન આ વાક્ય ઘણુ બધુ કહી જાય છે. મતલબ મુખ્ય ચૂંટણી કમિશનર કોઈ રાજકીય પાર્ટી, સરકારના નથી હોતા. તે ભારતના હોય છે. ભારતના બંધારણ હેઠળ કામ કરે છે. પરંતુ આજે તે ઉલટુ થતું જોવા મળી રહ્યું છે. જેના પરિણામે ચૂંટણીમાં અનેક ગરબડીઓ સામે આવી રહી છે. ચૂંટણીપંચ અને ભાજપ મળી ગયા હોય તેવા હાલ સર્જાયા છે. ચૂંટણી પંચ જવાબ આપવાને બદલે સરકારનો બચાવી કરી રહ્યું હોય તેવું લોકોને રીતસરનું લાગી રહ્યું છે.
ટી. એન. શેષનનું ચૂંટણી સુધારાનું કામ

ટી.એન. શેષન 1955 બેચના તમિલનાડુ કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી હતા. ટી.એન. શેષન 27 માર્ચ 1989 થી 23 ડિસેમ્બર 1989 સુધી ભારતના 18મા કેબિનેટ સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે 12 ડિસેમ્બર 1990 થી 11 ડિસેમ્બર 1996 સુધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન તેમણે ચૂંટણીઓને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે ઘણા કાર્યો કર્યા.
મતોની ખરીદી અને વેચાણ સામે કડક પગલાં લીધાં
શેષન દ્વારા ભારતમાં મતદાર ઓળખ કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન બોગસ મતદાનનો પણ અંત લાવ્યો. શેષને મતોની ખરીદી અને વેચાણ સામે કડક પગલાં લીધાં અને ચૂંટણીમાં સુધારો લાવવા માટે ઘણી બાબતો કરી. સ્થાનિક ગુંડાઓના પંજામાંથી મતદાન મથકોને મુક્ત કરવા માટે કેન્દ્રીય પોલીસ દળોની તૈનાતી શેષનના કાર્યકાળનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો. એટલું જ નહીં, ઉમેદવારોએ તેમના ચૂંટણી પ્રચારમાં કેટલો ખર્ચ કરવો પડે છે અને પોસ્ટરો અને બેનરો દૂર કરવામાં પણ તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
શેષન જ ચૂંટણી ખર્ચની મર્યાદા અને ઉમેદવારો દ્વારા ચકાસણી માટે હિસાબ રજૂ કરવાની જોગવાઈ રજૂ કરતા હતા. તેમણે ચૂંટણી દરમિયાન દારૂ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો અને ધર્મના નામે ચૂંટણી પ્રચાર પર નિયંત્રણ લાવવાનું કામ કર્યું હતું.
મેગ્સેસે એવોર્ડ એનાયત
ચૂંટણી કમિશનર પદ પરથી નિવૃત્ત થયા પછી, શેષને 1997 માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી. તેઓ આ ચૂંટણીમાં કે આર નારાયણ સામે હારી ગયા હતા. ટીએન શેષનને 1996 માં મેગ્સેસે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ટીએન શેષનનું 10 નવેમ્બર, 2019 ના રોજ અવસાન થયું.
આ પણ વાંચો:
Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?
Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ
Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી