
UP: કાશીપુરમાં એક ખાનગી શાળાના ધો- 9 ના વિદ્યાર્થીએ એક શિક્ષક પર પિસ્તોલથી ગોળીબાર કર્યો. શિક્ષક ગંભીર રીતે ઘાયલ છે. અને તેને ICU માં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં ઉધમ સિંહ નગર જિલ્લાની તમામ ખાનગી અને CBSE શાળાઓ બંધ.
વિદ્યાર્થીએ શિક્ષક પર ગોળીબાર કર્યો
ઉત્તરાખંડના કાશીપુરમાં ધો-9 ના વિદ્યાર્થીએ પોતાના શિક્ષકને દેશી બનાવટની પિસ્તોલથી ગોળી મારી દીધી. આ સગીર વિદ્યાર્થી પિસ્તોલ પોતાના ટિફિનમાં છુપાવીને લાવ્યો હતો. બે દિવસ પહેલા શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ ન આપવા બદલ ઠપકો આપ્યો હતો અને થપ્પડ મારી હતી. ગુસ્સામાં, વિદ્યાર્થી તેના ટીફિનમાં છુપાવીને બંદૂક શાળામાં લાવ્યો અને રિસેસ પછી ગોળીબાર કર્યો.
શિક્ષકની હાલત ગંભીર ICUમાં દાખલ
આ ઘટનામાં ઘાયલ થયા બાદ શિક્ષકની હાલત ગંભીર છે. અને
હાલ ICUમાં જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે. ઘટના પછી, વિદ્યાર્થી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ શિક્ષકોએ તેને પકડી લીધો.ઘાયલ શિક્ષકનું નામ ગગનદીપ સિંહ કોહલી છે, જે ભૌતિકશાસ્ત્રનો વર્ગ લઈ રહ્યા હતા.
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે સગીર આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેને ઝડપી લીધો છે.અને
સુરક્ષા હેઠળ લઈ લીધો છે. આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે. સંગઠને કાળો દિવસ મનાવવાની અને શિક્ષકોની સુરક્ષા અંગે SDM ને આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે.
વિદ્યાર્થીઓમાં હિંસાત્મક ભાવના માટે કોણ જવાબદાર
વિદ્યાર્થીઓમાં વધી રહી છે. હિંસાત્મક ભાવના એક એક પછી ઘટનાઓ આવી રહી છે. સામે શાળાઓમાં ખૂલ્લેઆમ કરી રહ્યાં છે હત્યાઓ અને હુમલા. તેમની આવી વૃતિ માટે કોણ છે જવાબદાર, કયાંથી બાળકોમાં આવી રહ્યાં છે હિંસાના વિચારો, કેમ નથી તંત્ર કે સરકારનો ડર ગુના કરતાં પેલા વિદ્યાર્થીઓ નથી કરતાં વિચાર, આવી ઘટનાઓ વિશે પરિવારને પણ વિચારવાની જરુર છે કે તેમના બાળકો સ્કુલે જાય છે તો શું કરે છે. મોબાઈલમાં કેવા વિડીયો જોવે છે. કેવા પ્રકારની ગેમ રમે છે. તેનાથી બાળકો પર કેવી અસર પડે છે તેમના વર્તનમાં કેવા ફેરફાર થઈ રહ્યાં છે. આ સિવાય ઘરની આસપાસ ઝઘડા અને હિંસાત્મક વાતાવરણ ન બનાવવું કેમકે તેનાથી બાળક પર ખરાબ અસર પડે છે.
આ પણ વાંચો:
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ
Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?
Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ