PM Modi in Gujarat: 3 હજાર કરોડના પ્રોજેક્ટ ક્યારના તૈયાર, પણ લોકો ઉપયોગ ના કરી શક્યા

 અહેવાલ: દિલીપ પટેલ 

PM Modi in Gujarat: નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને ₹5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળશે. ત્યારે નવાઈ વાત તો છે કે, જનતાના પૈસાથી કામ થાય અને તેને જનતાને ભેટ આપી રહેવામાં આવે છે. ઉપરથી કામ થઈ ગયા પછી પણ મોદી આવીને ઉદઘાટન ન કરે તેની રાહ જોવાતી હોય છે. ત્યાં સુધી લોકોને ભલેને મુશ્કેલી પડે તેનાથી શું ફરક પડે? આ વખતે પણ આવું જ થયું છે. રૂ. 3 હજાર કરોડના કામો ક્યારના થઈ ગયા પરંતુ મોદીના ઉદઘાટન માટે મૂકી રાખ્યા, લોકો ઉપયોગ કરી શક્યા નહીં. એટલું જ નહીં મોદી આવવાના હોવાથી અહીં માર્ગો તૂટેલા હતા તે ચાલુ વરસાદે ડામર પાથરીને રૂ. 10 કરોડનું નાગરિકોના પૈસે ખર્ચ કર્યું છે. ભલે પછી રોડ ટકે ન ટકે પરંતુ તૈયારીમાં સાહેબને સારુ લાગે.

3 હજાર કરોડના પ્રોજેક્ટ ક્યારના તૈયાર, પણ લોકો ઉપયોગ ના કરી શક્યા

શહેરી વિકાસ વિભાગના ₹2548 કરોડ અને રેલવે વિભાગના ₹1404 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે આ સાથે અમદાવાદમાં ₹1,624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે જેનું વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. આ સિવાય મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના કામોની ભેટ મળશે. તેમજ ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. આ સાથે વિભાગોમાં રેલવે (₹1404 કરોડ), શહેરી વિકાસ (₹2548 કરોડ), એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ (₹1122 કરોડ), માર્ગ અને મકાન (₹307 કરોડ) અને રેવન્યૂ વિભાગ (₹96 કરોડ)નો સમાવેશ થાય છે.

રોડ શો રુટ વિશે વાત કરવામાં આવે તો હરી દર્શન સર્કલ-યુનીયન બેંક ચાર રસ્તા-મેંગો સિનેમા ચાર રસ્તા – સભા સ્થળ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે ત્યારે આ વિકાસકાર્યો રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારીને પ્રોત્સાહન આપશે.

અમદાવાદ

અમદાવાદ શહેરમાં ₹2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ₹916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા ₹608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેનો હેતુ અમદાવાદમાં વીજ વિતરણ વ્યવસ્થાને અપગ્રેડ અને તેનું વિસ્તરણ કરવાનો છે. ₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપિરના ટેકરોના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના મકાનો.

અમદાવાદમાં કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલવે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડ ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માર્ગીય મુખ્ય માર્ગ છ માર્ગીય બનાવશે, જેમાં ઝડપ અને સલામતીને ધ્યાને લઈ એક્સપ્રેસવેના માપદંડો મુજબ નિયંત્રિત પ્રવેશની જોગવાઈ રાખેલ છે. છ માર્ગીય મુખ્ય માર્ગ ઉપરાંત, 32 કિમી લંબાઈમાં ચાર માર્ગીય સર્વિસ રોડ, 30 કિમી લંબાઈમાં ત્રિ-માર્ગીય સર્વિસ રોડ બનશે. આ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹1,624 કરોડ છે, જેનો હેતુ અમદાવાદ શહેરની આસપાસ ટ્રાફિક ક્ષમતા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવાનો છે.

ગાંધીનગર

ગાંધીનગર શહેરને ₹555ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા ₹178 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ.

પેથાપુર અને રાંધેજામાં પાણી પુરવઠા લાઇન અને અને GUDA હેઠળ ડભોડા ગામમાં ગટર વ્યવસ્થા સુવિધાઓ તેમજ ડ્રેનેજ માળખાનું લોકાર્પણ કરવામાં આવશે.

ખાતમુહૂર્તના કાર્યોમાં ગાંધીનગર શહેર ખાતે રાજ્ય સ્તરીય ડેટા સ્ટોરેજ સેન્ટરનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રસ્તાનું બાંધકામ, વિવિધ વિસ્તારમાં સ્ટોર્મ વૉટર લાઇન અને ગટર લાઇન ઇન્સ્ટોલેશન વગેરેનો સમાવેશ થાય છે.

મહેસાણા

મહેસાણાને કુલ ₹1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપશે અને 2 ટ્રેનનું ફ્લૅગ-ઑફ કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

₹1400 કરોડથી વધુના જે રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે, તેમાં ₹537 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65 કિમી)નું ડબલિંગ, ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇન (40 કિમી)ના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રૉડગેજ લાઇન દ્વારા સરળ, સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

આ પણ વાંચો:

Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા

Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ

Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?

Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર

UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી

  • Related Posts

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
    • October 28, 2025

    BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

    Continue reading
    RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
    • October 21, 2025

    તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    • October 28, 2025
    • 3 views
    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    • October 28, 2025
    • 1 views
    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 4 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 7 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 22 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 10 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!