
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના વલાસણા રોડ પર આવેલા ઊંડણી પુલ પાસે સાબરમતી નદીમાં ભારે વરસાદના કારણે ઉદ્ભવેલી ભયજનક પરિસ્થિતિ વચ્ચે બચાવ કામગીરી દરમિયાન એનડીઆરએફ (NDRF)ની ટીમની બોટ પલટાઈ ગઈ હતી. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નદીનો પ્રવાહ તીવ્ર બન્યો હતો, જેના કારણે આ ઘટના બની.
નદીના તેજ પ્રવાહમાં NDRFની બોટ તણાઈ
ઘટના એવી બની કે, વલાસણા રોડ પર સાબરમતી નદીમાં ટ્રેક્ટર સાથે કેટલાક લોકો ફસાઈ ગયા હતા. તેમના બચાવ માટે એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન ટીમે લાઈફ જેકેટ પહેરીને નદીમાં બોટ દ્વારા ઉતરવાનું શરૂ કર્યું. જોકે, પાણીનો તેજ પ્રવાહ અને દબાણને કારણે બોટને દોરડા વડે ખેંચવામાં મુશ્કેલી પડી. આ દરમિયાન બોટ પાણીના પ્રવાહમાં ખેંચાઈને પલટાઈ ગઈ. પ્રાથમિક માહિતી અનુસાર, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી પાંચ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી.
લાઈફ જેકેટ હોવાથી એનડીઆરએફની ટીમ સુરક્ષિત
આ ઘટનાથી વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. નદીના કિનારે રહેતા લોકોને સાવચેતી રાખવા અને કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. એનડીઆરએફની ટીમે લાઈફ જેકેટના ઉપયોગને કારણે પોતાની સુરક્ષા જાળવી રાખી હતી, પરંતુ બોટ પલટાવાથી બચાવ કામગીરીમાં વિલંબ થયો. સ્થાનિક વહીવટ અને એનડીઆરએફની ટીમ હાલ શોધખોળ અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે. આ ઘટનાએ ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાના નિર્ણયની સમયસર જાણકારીના મહત્વને ઉજાગર કર્યું છે.
અહેવાલ: ઉમંગ રાવલ
આ પણ વાંચો:
Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા
Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ
Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?
Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર
UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી