
Pakistan: પાકિસ્તાન અને બાંગ્લાદેશની મિત્રતા બની વધુ ગાઢ, પાકિસ્તાન હવે બાંગ્લાદેશના પાકિસ્તાન વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપશે ,હવે બંને દેશોના શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં સંબધોને મજબૂત કરવા માટે પાકિસ્તાન-બાંગ્લાદેશ નોલેજ કોરિડોરની શરૂઆત કરી .પાકિસ્તાનનાવિદેશમંત્રી ઇશાક ડાર બાંગ્લાદેશમાં કરી જાહેરાત,તેમને જણાવ્યું છે કે પાકિસ્તાન બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપશે અને સિવિલ સેવકોને ટ્રેનિંગ આપશે.
બંને દેશો વચ્ચે 6 કરાર પર હસ્તાક્ષર
પાકિસ્તાન વિદેશમંત્રાલયના જણાવ્યા મુજબ બાંગ્લાદેશ અને તેમના દેશ વચ્ચે 6 કરાર પર હસ્તાક્ષર થયાં છે,આમાં રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે મફત વિઝા પ્રવેશ, બંને દેશોની વિદેશ સેવા એકેડમી વચ્ચે સમજૂતી કરાર અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનની સ્થિતિ પોતે ખરાબને બીજાને મદદ કરશે
પાકિસ્તાનના આ નિર્ણય પર લોકો સવાલો ઊભા કરે છે કે પાકિસ્તાનને પોતે મદદની જરુર છે અને તે હવે બાંગ્લાદેશને મદદ કરવાની વાત કરે છે. તેના પોતાના દેશની શિક્ષણ વ્યવસ્થા તો ભાંગી પડી છે, ત્યાં વિદ્યાર્થીઓ સારા શિક્ષણની રાહ જોતા હોયને બીજાને શું મદદ કરશે પહેલા પોતાની સ્થિતિ સુધારવી જોઈએ,પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પોતે ખરાબ છે તો કેવી રીતે કોઈની મદદ કરી શકે,લોકો એજ સંદર્ભમાં કહી રહ્યાં છે કે ઘરના છોકરા ભૂખ્યાં મરતાં હોય ત્યાં પડોશીને ખાવાનું આપવાની વાત ન કરાય.
બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ભણાવશે
આ નિર્ણયને લઈને લોકો એમપણ કહે છે કે પાકિસ્તાન પોતાના દેશના વિદ્યાર્થીઓને સારી રીતે ના ભણાવી શકયું ને બાંગ્લાદેશને ભણાવશે. વિદ્યાર્થીઓને શિષ્યવૃતિની સાથે સાથે પાકિસ્તાન 100 સિવિલ સેવકોને ટ્રેનિંગ આપશે. પાકિસ્તાનના વિદેશમંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.૧૩ વર્ષ પછી, કોઈ પાકિસ્તાની વિદેશ મંત્રી બાંગ્લાદેશની મુલાકાતે આવ્યા છે, જે પોતાનામાં જ એક મોટી વાત છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે બાંગ્લાદેશના વિદેશ સલાહકાર એમડી તૌહીદ હુસૈન સાથે આ કરારો પર હસ્તાક્ષર કર્યા.
આ પણ વાંચો:
Rampur: 15 દિવસ બોયફ્રેન્ડ અને 15 દિવસ પતિ, પત્નીની આ માંગ પર પતિએ જે કર્યું તે જાણી ચોકી જશો!
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!