Corruption: ભાજપ નેતાની 300 કરોડની સંપતિ જપ્ત કરવા કોર્ટનો આદેશ, શું છે કારણ!

Gujarat BJP Leader J.J. Mewada Corruption: ભાજપ નેતા જયંતીલાલ જેઠાભાઈ મેવાડાની 300 કરોડની સંપતિ જપ્ત કરવા મોડાસા કોર્ટે આદેશ કર્યો છે. તેઓ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા. જો કે ભ્રષ્ટાચારના ભરડામાં સંડોવાયા બાદ ભાજપમાં જોડાવું પડ્યું હતુ. તેમ છતાં તેમને બક્ષવામાં આવ્યા નથી. કોર્ટે આદશે કર્યો છે કે જે.જે. મેવાડા મિલકતો વેચી પુરાવા નાશ કરે તે પહેલા જપ્ત કરો. આ માટે નોટીસ પણ મોકલવામાં આવશે અને મેવાડાને મિલકતો જપ્ત કેમ ન કરવી તેનો જવાબ આપવો પડશે.  ઉલ્લેખનીય છે કે મેવાડા સામે 1700 કરોડના ભ્રષ્ટાચારના આરોપ છે.

2022માં લાગ્યા હતા ભ્રષ્ટાટારના આરોપ

વર્ષ 2022માં જ્યારે અમદાવાદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા, ત્યારે જયંતીલાલ મેવાડા વિરુદ્ધ 300 કરોડના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતની મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી. કલોલના વિરલગિરી ગોસ્વામીએ નિવૃત્ત ડી.વાય.એસ.પી અને આપ નેતા જયંતીલાલ મેવાડા સહિત પરિવારના અન્ય 6 વિરુદ્ધ અપ્રમાણસર મિલકત બાબતે અરવલ્લી-મોડાસા જિલ્લા સેશન્સ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ચૂંટણીમાં ખોટી એફિડેવિટ

જયંતીલાલ જે. મેવાડા કે જેઓ તલોદ તાલુકાના મોહનપુર ગામના વતની છે અને નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. કલોલના વિરલગીરી ગૌસ્વામીએ જે. જે. મેવાડા વિરુદ્ધ તેમની ફરજ દરમિયાન અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં 300 કરોડ કરતા વધુ ભ્રષ્ટાચાર કરી મિલકતો ગેરકાયદેસર ખરીદી હોવાનો આક્ષેપ કર્યા હતા. વધુમાં તેઓ 2014માં અને 2017માં ચૂંટણી લડ્યા ત્યારે પણ ખોટી એફિડેવિટ કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો હતો. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 24 મિલકતો વસાવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ તમામ મુદ્દાઓ બાબતે ફરિયાદી વિરલગિરી ગોસ્વામીએ મોડાસા સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

AAP પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને હાર્યા

AAP તરફથી જયંતીલાલ મેવાડા (જે.જે. મેવાડા) 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અસારવા બેઠક પરથી ચૂંટણી જીત્યા ન હતા. અસારવા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર દર્શના એમ. વાઘેલાએ જીત મેળવી હતી. તેમણે 80,155 મતો (64.13%) મેળવ્યા હતા. જયંતીલાલ મેવાડાએ 15,465 મતો (12.37%) મેળવ્યા હતા અને તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. બીજા સ્થાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના ઉમેદવાર વિપુલ પરમાર હતા, જેમણે 25,982 મતો (20.79%) મેળવ્યા હતા. આમ, જયંતીલાલ મેવાડા અસારવા બેઠક પરથી 2022ની ચૂંટણી હારી ગયા હતા. ત્યાર બાદ અંતે ભાજપને ખેસ ધારણ કર્યો હતો.

જુઓ આ જ મુદ્દે વધુ ચર્ચા આ વીડિયોમાં

આ પણ વાંચો:

Israel Hamas War: ઇઝરાયલે ફરી ગાઝામાં હુમલો કર્યો, 3 પત્રકારો સહિત 15 લોકોના મોત, યુદ્ધનો અંત ક્યારે?

Viral video: મુંબઈમાં 30 રુપિયાના ભાડા માટે રિક્ષાચાલકે કિશોરને લાફા માર્યા, જુઓ

મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73

Lucknow: મહિલા પોલીસને રોજ મફત મુસાફરી કરવી મોંઘી પડી, રિક્ષા ચાલકે કહ્યું આજે તો પૈસા લીધા વિના નહીં જવા દઈએ! 

Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા

Rajasthan: કુટુંબી છોકરી સાથે યુવકને પ્રેમ, પરિવારે સંબંધની ના પડતાં ટાવર પર ચઢ્યો, છોકરીએ કહ્યું બાબુ હું આવું છું

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Related Posts

Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?
  • September 1, 2025

Gujarat education : તાજેતરમાં કેન્દ્ર સરકારે એક અહેવાલ જાહેર કર્યો હતો જેમાં આખા દેશના તમામ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની કેવી પરિસ્થિતિ છે તેનો રિપોર્ટ જાહેર થયો છે તેમાં ગુજરાતમાં એક…

Continue reading
America-Taiwan News: ચીનનો છેડો છોડી અમેરિકાનો છેડો પકડવાનો તાઈવાનનો પ્રયાસ ‘ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું’ તો નહીં થાય ને?
  • September 1, 2025

ડૉ. જયનારાયણ વ્યાસ America-Taiwan News: શાંત પાણીમાં મોટી શિલા ફેંકો અને જેમ વમળો સર્જાય તેમ ટ્રમ્પની ટેરિફ પૉલિસીને તમે ચાહો કે નફરત કરો પણ અવગણી શકતા નથી એ વાત હવે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

  • September 1, 2025
  • 3 views
છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

  • September 1, 2025
  • 2 views
UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

  • September 1, 2025
  • 5 views
Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

  • September 1, 2025
  • 9 views
રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

  • September 1, 2025
  • 12 views
Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

  • September 1, 2025
  • 20 views
UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?