
Jamnagar Vantara Investigation: મુકેશ અંબાણીના પ્રાણીપ્રેમી પુત્ર અનંત અંબાણીનું પ્રાઈવેટ ઝૂ વનતારા શંકાના ઘેરામાં આવ્યું છે. આ પ્રાઈવેટ ઝૂ ગુજરાતના જામનગરમાં આવેલું છે. જેનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ. વનતારાની તપાસ માટે સુપ્રિમ કોર્ટે SIT ની રચના કરી છે. તપાસ એ કરાશે કે આ વનતારામાં ક્યાંથી પ્રાણીઓ લવાઈ છે. ઉપરાંત પ્રાણીઓનું સંપાદન, કાનૂની પાલન, આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ, પર્યાવરણીય ચિંતાઓ, સંગ્રહ અને સંરક્ષણ, વન્યજીવન વેપાર, નાણાકીય પાલન કરીને પ્રાણીઓ લવાઈ છે કે કેમ તે તપાસ થશે.
જેથી અનંત અંબાણી મુશ્કેલીમાં મૂકાયા છે. આ એવું પ્રાઈવેટ ઝૂ છે જેમાં કોઈ વ્યક્તિ કે મિડિયાકર્મીને પ્રવેશવાનો ઈન્કાર છે.
બીજા ઘણા સવાલો
ખાનગી રાહે ચાલતાં આ વનતારા ઝૂમાં હિંસક પ્રાણીઓ માટે માંસ ક્યાંથી લાવવામાં આવે છે. કયા પ્રાણીઓનું આપવામાં આવે છે. પ્રાણીઓને માંસ આપવા જે જીવનો જીવ લેવાઈ છે તે કાયદેસર છે કે કેમ, તે તમામ મુદ્દે સવાલો ઉભા થયા છે. વનાતારાની જમીનના પણ પ્રશ્નો છે. વનાતાર કાયદેસર છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે. બીજા આરોપ છે કે ત્યા રખાતાં હાથીઓને કાયદેસર લવાયા છે કેમ.
વડોદરાથી વનતારા જતાં સસલા ઝડપાયા હતા
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરા રેલવે સ્ટેશન પરથી સસલા, ગીનીપીક ક્રૂરતાપૂર્વક ભરેલા પકડાયા હતા. ત્યારે તપસમાં બહાર આવ્યું હતુ કે ક્રૂરતાપૂર્વક ભરેલા સસલા વનતારામાં હિંસક પ્રાણી માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આ સસલા, ગીનીપીક કલકતાથી ટ્રેન મારફતે લાવવામાં આવ્યા હતા. જેમને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતારવામાં આવ્યા હતા. કલકતાથી આ જાનવરો લગભગ 20 કલાક સુધી મુસાફરી કરી હતી. ત્યારબાદ વડોદરા ઉતારાયા હતા. જાનવરોને વડોદરા ઉતારવાનું કારણ બીજી ટ્રેન બદલવીની હતી. અન્ય ટ્રેનમાં આ જાનવરોને જામનગરમાં પહોંચાડવાના હતા. જો કે ત્યારે આ મામલો દબાવી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ અંબાણીના ગઢ ગણાતાં જામનગરમાં અદાણી ગૃપે પગપેસારો કર્યો છે. જેથી બંને ઉદ્યોગપતિઓ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. જેને લઈ આ ઉહાપોહ થઈ રહ્યો હોવાની વાત પણ થઈ રહી છે.
ત્યારે આ મુદ્દે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં કે વનતારાની કેમ તપાસ થઈ રહી છે.
આ પણ વાંચો:
Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?
અંબાણી સાહેબના વનતારામાં PM મોદીએ રમાડેલા વન્ય જીવોને લઈને સૌથી મોટો ખુલાસો
Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?
PM મોદી જામનગરની મુલાકાતે, હાલ વનતારા પહોંચ્યા, શું વનતારા અંબાણીનો બિઝનેસ છે?
Vadodara: ભગવાન ગણેશની મૂર્તિ પર ઈંડા કોણે ફેંક્યા?, ભક્તોમાં રોષ
Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?
Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?