રશિયન પ્રમુખ પુતિન સાથે રાજનાથ સિંહની મુલાકાત; રશિયા-ભારતના સંબંધ મજબૂત કરવા ઉપર ચર્ચા

  • World
  • December 12, 2024
  • 0 Comments

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્રેમ્લીનમાં રશિયાના પ્રમુખ પુતિનની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી મંત્રણામાં મુખ્ય ભાગ તો સંરક્ષણ અને પ્રાદેશિક સલામતીનો રહ્યો હતો. રાજનાથ સિંહ ઇંડીયા-રશિયા ઇન્ટર ગવર્નમેન્ટસ કમિશન ઓન મિલિટરી એન્ડ મિલિટરી ટેકનોલોજી કોઓપરેશન (IRIGC-M&MTC)ની 21મી પરિષદમાં ભાગ લેવા અહીં આવ્યા હતા.

આ દરમિયાન તેઓ રશિયાના પ્રમુખ પુતિનને મળ્યા હતા. બંને નેતાઓએ સંરક્ષણ અને પ્રાદેશિક સલામતી વિષે સઘન ચર્ચા કરી હતી. રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પ્રમુખ પુતિનને આપેલા ઉષ્માભર્યા અભિનંદનો પણ પાઠવ્યા હતાં. ભારતના સંરક્ષણ મંત્રી મોસ્કો પહોંચ્યા ત્યારે રશિયાના નાયબ સંરક્ષણ મંત્રી, એલેકઝાન્ડર ફોલિન અને ભારતના રાજદૂત વેંકટેશ કુમારે તેઓનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

પ્રમુખ પુતિન સાથેની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, આપણા બંને દેશો વચ્ચેની મૈત્રી ઊંચામાં ઊંચા પર્વતથી પણ ઊંચી પહોંચી છે અને ઉંડામાં ઉંડા સમુદ્રથી પણ ગહરી બની રહી છે. આ પૂર્વે રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રે બેલોસોવ સાથે સઘન મંત્રણા કરી હતી.

આ પછી સિંઘે X પ્લેટફોર્મ ઉપર લખ્યું હતું કે, IRIGC- M&MTC વિષે રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રે બેલોસોવ સાથે ઘણી ફળદાયી મંત્રણા થઈ હતી. દરમિયાન દ્વિપક્ષીય સંબંધો વિષે પણ વ્યાપક ચર્ચા થઈ હતી. રાજનાથ સિંહે આ પૂર્વેના દિવસે કલીનીનગ્રાડ ખાતે ભારતની અદ્યતન ફ્રિગેટ આઈ.એન.એસ. તિશુલને તરતી મુકી હતી. તદ્દન અદ્યતન શસ્ત્રોથી સજ્જ તેવી આઈ.એન.એસ.તિશુલ તે એ શ્રેણીની 7મી ફ્રિગેટ છે.

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 5 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 5 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 5 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

  • September 28, 2026
  • 7 views
Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ

  • September 28, 2026
  • 9 views
LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ