
Amreli: આજના યુગમાં પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીઓ નાત જાત કે સગા સંબંધીઓમાં પણ પ્રેમ સંબંધો બાંધીને દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓને કારણે ગંભીર હત્યાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવો જ બનાવ અમરેલી જિલ્લાના બગસરા પંથકના શાપર ગામે બન્યો હતો જેમાં 2 દિવસ પહેલા સગા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી નાખી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.
સગા ભાઈએ પોતાની બહેનની હત્યા કરી નાખી
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામે બે દિવસ પહેલાં એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં સગા ભાઈએ પોતાની બહેનની હત્યા કરી નાખી. આરોપી નરેશ ચૌહાણે તેની સગી બહેન ગીતાબેન રાઠોડની ઘાતક હથિયારથી હત્યા કરી, જેનું કારણ તેમના બાળકો વચ્ચેનો પ્રેમ સંબંધ હતો.
નરેશની પુત્રી ખુશી અને ગીતાબેનના પુત્ર હાર્દિક વચ્ચે પ્રેમ સંબંધ હતો.
આરોપીની પુત્ર સગી બહેનના પુત્ર સાથે ભાગી ગઈ
મળતી માહિતી મુજબ ખુશી હાર્દિક સાથે ભાગી ગઈ હતી, જેનાથી નારાજ નરેશ ગીતાબેનના શાપર ખાતેના ઘરે પહોંચ્યો. દીવાલ ટપીને ઘરમાં ઘૂસી તેણે પુત્રીની શોધખોળ કરી, પરંતુ ખુશી ન મળતાં તે ઉગ્ર બન્યો. બહેન સાથેની દલીલ બાદ તેણે ગીતાબેન પર ઘાતક હથિયારથી હુમલો કરી તેનું મોત નીપજ્યું, જ્યારે ગીતાબેનની સાસુ મણીબેનને પણ ઇજા પહોંચાડી. ઘટના બાદ ગીતાબેનને બગસરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં, જ્યાં તેમને મૃત જાહેર કરાયાં.
પોલીસે 24 કલાકમાં નરેશ ચૌહાણની ધરપકડ કરી
આ મામલે ગીતાબેનના પતિ અરવિંદ રાઠોડે બગસરા પોલીસ સ્ટેશનમાં નરેશ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે 24 કલાકમાં નરેશ ચૌહાણની ધરપકડ કરી લીધી. ધારીના ASP જયવીર ગઢવીએ જણાવ્યું કે, આરોપીની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાએ સમાજમાં પ્રેમ સંબંધોને લઈને થતી હિંસા પર ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!