Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ

  • India
  • August 31, 2025
  • 0 Comments

Lucknow firecracker factory explosion:  ઉત્તર પ્રેદશના લખનૌમાં ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં લગભગ 6 લોકોના મોત થયાની આશંકા છે. જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાનો ભોગ બન્યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું જાળવા મળી રહ્યું છે.

આ ફટાકડાની ફેક્ટરી એક ઘરમાં ચાલતી હતી. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ પાંચ ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અંધાધૂંધી છે. યોગી આદિત્યનાથે દુર્ઘટનાની નોંધ લીધી છે અને રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આલમ નામના વ્યક્તિના ઘરમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી.

ગંભીર ઈજાઓનો ભોગ બનેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટને કારણે નજીકની કેટલાક મકાનોને નુકસાન થયું છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ફટાકડાનું ગેરકાયદેસર કામ થતું

જાણવા મળી રહ્યું છે કે લખનૌના ગુડામ્બા વિસ્તારમાં આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં જેના ઘરમાં ફેક્ટરી ચાલતી હતી આલમની પત્નીનું પણ મોત થયું હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં આલમના બાળકો અને આસપાસના કેટલાક બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ઓછા ઈજાગ્રસ્ત ત્રણને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, જ્યારે બેની હાલત થોડી ગંભીર હોવાનું કહેવાય છે.

ઘટના બાદ ઘટનાસ્થળે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા છે. હાલમાં બધાનું ધ્યાન બચાવ કામગીરી પર છે. બચાવ કાર્ય પૂર્ણ થયા પછી, આ વિસ્તારમાં આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે કેવી રીતે કાર્યરત હતી તેની તપાસ કરવામાં આવશે. લોકોનું કહેવું છે કે હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે. ફાયર બ્રિગેડ તેમને બચાવવા માટે ઝડપી બચાવ કામગીરી હાથ ધરી રહી છે.

દેશમાં ફટાકડાની ફેક્ટરીઓ તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી હોય છે. જ્યારે કોઈ મોટી ઘટના બને ત્યારે પગલાં ભરવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતના ડિસામાં પણ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. જેમાં ઘણા લોકો મોતને ભેટ્યા હતા.  પંજાબમાંથી પણ આવી ઘટના સામે આવી હતી. આ તમામ જગ્યાએથી ફેક્ટરીઓ ગેરકાયદેસર ચાલતી હોવાનું બહાર આવ્યું હતુ. જો કે તેમ છતાં જવાબદાર સામે યોગ્ય પગલા ના લેવાના કારણે  આ ધંધો ભરી શરુ થઈ જાય છે. જેમાં નિર્દોષ મજૂરો ભોગ બને છે.

આ પણ વાંચો:

DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા

Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?

 

Related Posts

Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!
  • September 4, 2025

Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું છે જેના કારણે લોકોને ખૂબ જ…

Continue reading
Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?
  • September 4, 2025

Fact Check: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ચીની પ્રતિનિધિમંડળનો પરિચય કરાવતા જોવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

  • September 4, 2025
  • 4 views
Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

  • September 4, 2025
  • 20 views
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

  • September 4, 2025
  • 14 views
Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

Jolly LLB-3 controversy: ફિલ્મ જૉલી LLB-3ને મોટી રાહત, કોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

  • September 4, 2025
  • 8 views
Jolly LLB-3 controversy: ફિલ્મ જૉલી LLB-3ને મોટી રાહત, કોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

UP Accident: ભયંકર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત, પેટ ફાટી જતાં ભ્રૂણ રસ્તા પર પડ્યો, બાઈકને ડમ્પરે મારી ટક્કર

  • September 4, 2025
  • 27 views
UP Accident: ભયંકર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત, પેટ ફાટી જતાં ભ્રૂણ રસ્તા પર પડ્યો, બાઈકને ડમ્પરે મારી ટક્કર

Bihar Bandh:’ બિહાર બંધ તો ડિલિવરી પણ બંધ’ ભાજપના નેતાનો ગર્ભવતી મહિલાને શરમજનક જવાબ

  • September 4, 2025
  • 14 views
Bihar Bandh:’ બિહાર બંધ તો ડિલિવરી પણ બંધ’ ભાજપના નેતાનો ગર્ભવતી મહિલાને શરમજનક જવાબ