Afghanistan Earthquack: ભારતનો પાડોશી દેશમાં અફઘાનિસ્તાન ભૂકંપના ભયાનક આંચકાથી હચમચી ગયો, અત્યાર સુધીમાં 9 લોકોના મોત

  • World
  • September 1, 2025
  • 0 Comments

Afghanistan Earthquack: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. રવિવાર-સોમવાર રાત્રે દેશમાં એક પછી એક ભૂકંપના સતત આંચકાઓએ લોકોને હચમચાવી દીધા છે. આ ભૂકંપના આંચકા દિલ્હી એનસીઆર સુધી અનુભવાયા હતા.

ભારતના પાડોશી દેશમાં ભૂકંપ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મોડી રાતથી સવાર દરમિયાન અફઘાનિસ્તાનમાં 6.3 થી 5 ની તીવ્રતા સુધીના અનેક ભૂકંપ આવ્યા છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બસૌલથી 36 કિલોમીટર દૂર હતું. ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં મોટા નુકસાન અને અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર છે.

કેટલી હતી ભૂકંપની તીવ્રતા?

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનમાં પહેલો ભૂકંપ મોડી રાત્રે 12:47 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનમાં 160 કિલોમીટર અંદર હતું. ત્યારબાદ આખી રાત દરમિયાન ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા.

રવિવાર-સોમવારે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા:

રાત્રે 12:47 વાગ્યે 6.3 ની તીવ્રતાનો ભૂકંપ.
સવારે 1:08વાગ્યે 4.7 ની તીવ્રતાનો ભૂકંપ.
રાત્રે 1:59 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ.
સવારે 3:03 વાગ્યે 5 ની તીવ્રતાનો ભૂકંપ.
સવારે 5:16 વાગ્યે 5 ની તીવ્રતાનો ભૂકંપ.

2023 માં  આવ્યો હતો ભયાનક ભૂકંપ

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ 7 ઓક્ટોબર, 2023 ના રોજ અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. તાલિબાન સરકારે અંદાજ લગાવ્યો હતો કે આ ભૂકંપમાં ઓછામાં ઓછા 4,000 લોકો મૃત્યુ પામ્યા હતા. તાજેતરના સમયમાં અફઘાનિસ્તાનમાં આ સૌથી ભયાનક કુદરતી આફત હતી.

આ પણ વાંચો:

LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત

Nitin Gadkari: “દેશમાં ગરીબોની સંખ્યા વધી”, મોદી સરકારની પોલ ખોલતા ગડકરી

‘પવિત્ર રિશ્તા’ સીરિયલની અભિનેત્રી પ્રિયા મરાઠેનું અવસાન, શું હતી બિમારી? | Priya Marathe

vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો

Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

 

Related Posts

ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade
  • September 3, 2025

China Military Parade: ટ્રમ્પ વચ્ચે સંબંધ બગડતાં મોદી ચીન પહોંચ્યા હતા. પાકિસ્તાને મદદ કરનાર ચીનમાં જઈ મોદી પહેલગામ હુમલા, ગલવાન ઘાટી વિવાદ અંગે કોઈ વાત ના કરી. 1 સપ્ટેમ્બરે મોદી…

Continue reading
Pakistan Blast: રાજકીય પક્ષની રેલીમાં વિસ્ફોટ, 14 લોકોના મોત, અનેક ઘાયલ
  • September 3, 2025

Pakistan Blast: પાકિસ્તાનના ક્વેટા શહેરમાં બલુચિસ્તાન નેશનલ પાર્ટી (BNP) દ્વારા આયોજિત જાહેર રેલીમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે જેમાં આ રેલીના સમાપન પછી તરત જ થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

  • September 3, 2025
  • 5 views
Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

UP: દારૂ પીધા પછી યુવાન થયો ગુમ, પાણી ભરેલા ખાડામાંથી મળ્યો મૃતદેહ

  • September 3, 2025
  • 4 views
UP: દારૂ પીધા પછી યુવાન થયો ગુમ, પાણી ભરેલા ખાડામાંથી મળ્યો મૃતદેહ

AJab Gajab: અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, કિંમત જાણીને ચોંકી જશો!

  • September 3, 2025
  • 3 views
AJab Gajab: અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, કિંમત જાણીને ચોંકી જશો!

Viral video: નાનો બાળક રાત્રે 1 કિમી દૂર ગર્લફ્રેન્ડને મળવા પહોંચી ગયો?

  • September 3, 2025
  • 13 views
Viral video: નાનો બાળક રાત્રે 1 કિમી દૂર ગર્લફ્રેન્ડને મળવા પહોંચી ગયો?

Vadodara: શરમજનક ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને તમાકું અને ચા લેવા દુકાને મોકલ્યા

  • September 3, 2025
  • 9 views
Vadodara: શરમજનક ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને તમાકું અને ચા લેવા દુકાને મોકલ્યા

‘મોદી કોઈની માતાને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહે, તો વાહ મોદીજી!’, બેવડા ચારિત્ર્યવાળા લોકો: Tejashwi Yadav

  • September 3, 2025
  • 16 views
‘મોદી કોઈની માતાને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહે, તો વાહ મોદીજી!’, બેવડા ચારિત્ર્યવાળા લોકો: Tejashwi Yadav