vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો

vote chori in Gujarat: રાહુલ ગાંધીએ વોટ ચોરીને લઈને ખુલાસો કરતા હવે દેશ ભરમાં વોટ ચોરીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ અને ચૂંટણી પંચે મળીને જે ગોટાળ કર્યા હતા તેને રાહુલ ગાંધીએ ખુલ્લા પાડ્યા હતા ત્યારે હવે ગુજરાતમાં પણ કોંગ્રેસે ખોટા મતદારને લઈને મોટો ધડાકો કર્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખના મત વિસ્તારમાંથી 30 હજાર મતદાર ખોટા નીકળ્યા છે. એટલે કે, 30 હજાર ખોટા મતદારોને કારણે પાટીલ જીત્યા છે.

30 હજાર ખોટા મતદારોએ પાટીલને જીતાડ્યા?

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નવસારી લોકસભા મતવિસ્તારની ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં 30,000 નકલી મતદારો હોવાનો સનસનાટી ભર્યો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, જો સમગ્ર ગુજરાતની મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો 62 લાખ ખોટા મતદારોની ચોરી ઝડપાઈ શકે છે. આ મુદ્દે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મેળવેલા ડેટાને આધારે પુરાવા રજૂ કર્યા હતા.

ગુજરાતમાં 75,000થી વધુ નકલી મતદારોની શંકા

અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીના લોકસભા મતવિસ્તારમાંથી જ આ ગેરરીતિ પકડાઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપના ધારાસભ્યની ચોર્યાસી બેઠકમાં આવી ચોરી થઈ રહી છે, જે લોકશાહીને નબળી પાડવાનું કાવતરું છે. તેમણે વધુમાં કહ્યું કે, જો 100 ટકા મતદાર યાદીની તપાસ કરવામાં આવે તો 75,000થી વધુ નકલી મતદારો ઝડપાઈ શકે છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીના મતવિસ્તારની પણ તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

વોટ ચોરીની પાંચ રીતો

ચાવડાએ જણાવ્યું કે, મતદાર યાદીમાં ગેરરીતિ પાંચ રીતે થાય છે:
1. સંપૂર્ણ ડુપ્લિકેટ મતદારો, જેમાં એક વ્યક્તિ બે વખત મત આપે છે.

2. નામમાં સ્પેલિંગની ભૂલ.

3. એક જ વ્યક્તિને અલગ-અલગ EPIC કાર્ડ નંબર આપવા.

4. ભાષા બદલી નાખવી.

5. સરનામું બદલી દેવું.

આ ગેરરીતિઓ લોકશાહીના મૂળ અધિકારોને છીનવે છે અને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરે છે, એવો તેમનો આરોપ છે.

કોંગ્રેસ ભૂતિયા મતદારોનો કરશે પર્દાફાશ

અમિત ચાવડાએ ભારપૂર્વક જણાવ્યું કે, આ મુદ્દો ચૂંટણીની હાર-જીતનો નથી, પરંતુ લોકશાહી બચાવવાની લડાઈ છે. તેમણે કહ્યું, “ગુજરાતના 5.06 કરોડ મતદારોમાંથી 62 લાખ ખોટા મતદારો હોઈ શકે છે. આ ચોરીને ખુલ્લી પાડવી એ ગુજરાતીઓની જવાબદારી છે.”તેમણે ઉમેર્યું કે, ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક ઘરે પહોંચીને ભૂતિયા મતદારોનો પર્દાફાશ કરશે.

31 ઓગસ્ટે ‘વોટ અધિકાર જનસભા’

ગુજરાત કોંગ્રેસે 31 ઓગસ્ટે ‘વોટ અધિકાર જનસભા’નું આયોજન કર્યું છે, જેમાં રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. આ જનસભાથી શરૂઆત કરીને ગુજરાતના દરેક ઘર સુધી પહોંચીને ખોટા મતદારોને ખુલ્લા પાડવાનું અભિયાન ચલાવવામાં આવશે. 2027ની વિધાનસભા ચૂંટણી સુધીમાં આ ગેરરીતિઓને સંપૂર્ણ રીતે ઉજાગર કરવાનો લક્ષ્યાંક છે.

પ્રાથમિક તપાસમાં 12.3% ખોટા મતદારો

કોંગ્રેસની પ્રાથમિક તપાસમાં 12.3% મતદારો શંકાસ્પદ જણાયા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મેળવેલા ડેટાના આધારે આ ખુલાસો થયો છે. તેમણે ચૂંટણી પંચ પર ભાજપના દબાણમાં એફિડેવિટ માગીને ચોરીને છુપાવવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું, “અમે સડકથી લઈને સંસદ સુધી આ મુદ્દો ઉઠાવીશું અને ગુજરાતના નાગરિકોના મતાધિકારનું રક્ષણ કરીશું.”

રાહુલ ગાંધીએ કર્યો હતો ધડાકો

આ મુદ્દો સૌપ્રથમ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે 22 પેજના પ્રેઝન્ટેશન દ્વારા ઉઠાવ્યો હતો. તેમના આ પ્રેઝન્ટેશન બાદ દેશભરમાં મતદાર યાદીમાં ગેરરીતિનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસે આ મુદ્દાને આગળ વધારતા રેકોર્ડબ્રેક જીતના દાવાઓ પાછળ વોટ ચોરીનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો છે.

અમિત ચાવડાની ગુજરાતના નાગરિકોને અપીલ

અમિત ચાવડાએ ગુજરાતના નાગરિકોને અપીલ કરી કે, આ માત્ર કોંગ્રેસની લડાઈ નથી, પરંતુ દરેક ભારતીયના મતાધિકારનું રક્ષણ કરવાની જવાબદારી છે. તેમણે રેકોર્ડબ્રેક જીતના દાવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આવી ગેરરીતિઓના કારણે જ આવા પરિણામો આવે છે. કોંગ્રેસ આ મુદ્દે ચૂંટણી પંચ અને સરકાર સમક્ષ રજૂઆત કરશે અને લોકશાહીના રક્ષણ માટે લડત ચાલુ રાખશે.

આ પણ વાંચો:

Delhi: મોબાઈલના કારણે હત્યા,એવું શું થયું કે મિત્રએ જીવ લઈ લીધો?

Gujarat Traffic: ઓવરસ્પીડિંગથી મોતનો આંકડો વધુ, દંડ ઓછો કેમ?

UP: કોર્ટમાં જ વકીલોએ કર્યો જીવલેણ હુમલો, પોલીસકર્મીઓ જીવ બચાવવા ભાગ્યા

વિશ્વ નાજુક પરિસ્થિતિમાં, ક્યારે ભડકો થાય અને વિશ્વને ભરખી જાય તે કહેવું મુશ્કેલ: Jayanarayan Vyas

Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ

Related Posts

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?
  • November 7, 2025

Gujarat: ગુજરાતમાં પડેલા કમોસમી પડેલા વરસાદથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ત્યારે લાંબી રાહ જોયા બાદ ગુજરાત સરકારે 10 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી આપી…

Continue reading
Ahmedabad: રણુજાનગર વિસ્તારમાં AMCની વિશાળ ડિમોલિશન ડ્રાઇવ, 96 બાંધકામો તોડી પાડ્યા, સ્થાનિકોએ શું કહ્યું?
  • November 7, 2025

Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરી વિકાસના માર્ગમાં મહત્વની કડી તરીકે રણુજાનગર વિસ્તારમાં આજે વિશાળ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોધપુર વોર્ડ નં. 20માં આવેલા આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

  • November 7, 2025
  • 2 views
UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

  • November 7, 2025
  • 3 views
Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

  • November 7, 2025
  • 3 views
Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

  • November 7, 2025
  • 15 views
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

  • November 7, 2025
  • 17 views
Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!

  • November 7, 2025
  • 27 views
Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!