
Bhavnagar: ભાવનગર શહેરની સૌથી મોટી સળગતી સમસ્યા શહેર મધ્યથી નીકળતી ખુલ્લી ગંદકી કંસારો છે. વર્ષોથી નિત નવા નામે પ્રોજેક્ટ રજૂ કરતા હાલમાં કંસારા સજીવીકરણ શરૂ છે. વર્ષ 2020 માં કંસારા પ્રોજેક્ટને વર્ક ઓર્ડર આપ્યો ત્યારે તંત્ર કે ડી.પી.આર. બનાવતી એજન્સીને જમીન સંપાદનનું સૂઝ્યું નહીં અને વર્ષ 2023 માં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી. છેલ્લા બે વર્ષથી જમીન સંપાદનની કાર્યવાહી કાગળ પર શરૂ છે અને તેને કારણે જ કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થતો નથી. પરંતુ હજુ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી ત્યાં કંસારાની હાલત બદતર થઈ ગઈ છે. કેનાલો તૂટી ગઈ છે અને ઝાડી જાખરા ઉગી નીકળ્યા છે જેને કારણે ગંદકી અને મચ્છરનો ત્રાસ યથાવત છે.
કંસારા પ્રોજેક્ટ પૂર્ણ ન થતા પ્રજાને હેરાનગતિ
મળતી માહિતી મુજબ ભાવનગર શહેરની 50 ટકા કરતા વધારે વસ્તીને જે કંસારાના નાળાને કારણે મચ્છરનો ત્રાસ વેઠવો પડે છે તે કંસારા સજીવીકરણ પ્રોજેક્ટ 38 કરોડના ખર્ચ બાદ પણ છેલ્લા બે વર્ષથી જમીન સંપાદનના વાંકે અધુરો છે. જે પ્રશ્ને મળેલી મહાનગરપાલિકાની સાધારણ સભામાં ભારે તડાપીટ બોલાવવામાં આવી હતી. જોકે કંસારા પ્રોજેક્ટ મામલે છેલ્લા કેટલાય વર્ષોથી રાજકિય પક્ષો ઘોંઘાટ કરે છે પણ આ પ્રોજેક્ટ પુરો થાય તે માટે કોઈ પરિણામલક્ષી કાર્યો કરતા નથી. ભાવનગર શહેરની સૌથી મોટી સળગતી સમસ્યા શહેર મધ્યથી નીકળતી ખુલ્લી ગંદકી કંસારો છે. વર્ષોથી નિત નવા નામે પ્રોજેક્ટ રજૂ કરતા હાલમાં કંસારા સજીવીકરણ શરૂ છે.
કંસારા પ્રોજેક્ટ કેમ અટવાયો ?
વર્ષ 2020 માં કંસારા પ્રોજેક્ટને વર્ક ઓર્ડર આપ્યો ત્યારે તંત્ર કે ડી.પી.આર. બનાવતી એજન્સીને જમીન સંપાદનનું સૂઝ્યું નહીં અને વર્ષ 2023 માં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી. છેલ્લા બે વર્ષથી જમીન સંપાદનની કાર્યવાહી કાગળ પર શરૂ છે અને તેને કારણે જ કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થતો નથી. જોકે હાલમાં સરકારી ચોપડે 96% પ્રોજેક્ટ પૂર્ણ થયાનું જણાવે છે અને જમીન સંપાદનને કારણે ચાર ટકા પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો બાકી છે. પરંતુ હજુ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી ત્યાં કંસારાની હાલત બદતર થઈ ગઈ છે. કેનાલો તૂટી ગઈ છે અને ઝાડી જાખરા ઉગી નીકળ્યા છે જેને કારણે ગંદકી અને મચ્છરનો ત્રાસ યથાવત છે. વર્ષોથી કંસારાનો વિવાદ પ્રજાકીય પ્રશ્ને અને રાજકીય રીતે પણ ચર્ચાતો રહ્યો છે.
પ્રજાના કરોડો રુપિયા પાણીમાં ગયા
ભાજપ દ્વારા રિવરફ્રન્ટ જેવા કંસારા પ્રોજેક્ટને બનાવવાના સપના દેખાડી માત્ર કેનાલ સહિતનું કામ કર્યાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યો હતો. કંસારા પ્રોજેક્ટ માટે એજન્સીને અત્યાર સુધીમાં 38 કરોડ ચૂકવાઇ ગયા હોવા છતાં પ્રોજેક્ટ તો પૂર્ણ થયો નથી. પરંતુ હાલમાં પણ કંસારાની હાલત બદતર થઈ ગઈ છે જેથી કરોડો રૂપિયા પ્રજાના પાણીમાં ગયા અને હજારો લોકોના મકાન પણ તૂટ્યા. કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા DPR તૈયાર કર્યો તેમાં કોઈપણ જાતનું જમીન સંપાદનનો ઉલ્લેખ કર્યો નહિ હોવાનું અધિકારી દ્વારા જણાવ્યું હતું. અને કંસારાની બંને તરફ 9 મીટર કંટુર લાઈનને કારણે હજુ પણ અનેક ગેરકાયદેસર બાંધકામો હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.
ભાજપ કોંગ્રેસ દ્રારા આક્ષેપબાજી
ભૂતકાળમાં 75 મીટર પહોળો કંસારો કરવાનો હતો ત્યારે હજારો મકાનોને તોડી પાડવાના હતા પરંતુ તત્કાલીન સમયે કોંગ્રેસ દ્વારા રેલી સહિત કરેલા જબ્બર વિરોધને કારણે કંસારા પ્રોજેક્ટ ની પહોળાઈ 50% ઘટાડી દેવામાં આવી હોવાનું પણ મહાનગરપાલિકાની સભામાં ફલિત થયું હતું. કંસારાના મુદ્દાથી રાજકીય મુદ્દાઓ પર ભાજપ કોંગ્રેસના સભ્યો આડા ફંટાતા સામસામે રાષ્ટ્રીય કક્ષાના રાજકીય મુદ્દાઓ પર આક્ષેપબાજી શરૂ થઈ હતી.
અહેવાલ : નીતિન ગોહેલ
આ પણ વાંચો:
LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત
Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!
EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?
LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત