Jharkhand: પત્નીની ક્રૂરતાનો ભયાનક કિસ્સો, પતિને પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી

  • India
  • September 2, 2025
  • 0 Comments

Jharkhand: સિમડેગા જિલ્લાના એક ગામમાં, એક મહિલાએ કથિત રીતે તેના પતિ પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી. પતિ પત્ની થયો હતો ઝઘડો થયા બાદ પત્નીએ ગુસ્સામાં આવી પગલું ભર્યું, પોલીસે સોમવારે આ માહિતી આપી.

પત્નીએ ગુસ્સે થઈ પેટ્રોલ છાંટી આગ લગાવી

પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે સાંજે ગિરડાના ગીચ જંગલ વિસ્તારમાં બની હતી, જ્યાં એક પોલીસ સ્ટેશન પણ છે. બાનો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સોનુ કુમારે જણાવ્યું હતું કે, “પરિવારના સભ્યો અને નજીકના ગ્રામજનો ઘાયલ વ્યક્તિને રાઉરકેલા (ઓડિશા) માં ઇન્દિરા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.” ગિરડા ચોકીના ઇન્ચાર્જ જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ઝઘડા પછી, પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના પતિ પર પેટ્રોલ છાંટીને તેને માચીસથી આગ લગાવી દીધી.

પત્નીએ પોતાનો ગુનો કબૂલી લીધો

કુમારે કહ્યું, “આરોપી પત્નીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હાલમાં તે તેના પતિની સંભાળ રાખી રહી છે. ઔપચારિક ફરિયાદ બાદ મહિલા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી, પોલીસે તપાસ હાથ ધરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું.

ઝઘડો બન્યો મોતનું કારણ

અત્યારના સમયમાં નાના નાના ઝઘડાઓમાં પણ પતિ પત્ની સમાધાન લાવી શકતા નથી અને અપરાધ કરી બેસતા હોય છે. આ માટે તેમણે વિચાર કરવાની જરુર છે. નાના મોટા ઝઘડા દરેક પરિવારમાં થતાં હોય પરંતુ તેનો યોગ્ય ઉકેલ થવો ખૂબજ જરુરી છે નહીં તો તે મોટા અપરાધોનું કારણ બની શકે છે. પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો એ પણ આવશ્યક છે કેમકે આવેશ આવીને ખોટા પગલાં ભરીને પસ્તાવવાનો વારો આવી શકે છે.

અહેવાલ: સુમન ડાભી

આ પણ વાંચો:

Anand: કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની હત્યાનો ભેદ ઉકેલાયો, છેડતીની ઘટના હત્યાનું મૂળ, 2 આરોપીઓ કોણ છે?

Anand: ભુવાના કહેવાથી કાકાના મિત્રએ 5 વર્ષની બાળકીની બલિ ચડાવી, જાણો તેને કેમ કર્યું આવું?

Anand News: મારા એક નહીં આખા નવાખલ ગામની જીત, દિવ્યાંગ સરપંચ બનતા શું બોલ્યા! |

છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી

Related Posts

Jammu and Kashmir: નકલી IED મૂકી પતિને ફસાવવાનો પ્રયાસ, વકીલ પત્નીના કાવતરાનો પર્દાફાશ
  • September 3, 2025

Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીર પોલીસે એક મહિલા વકીલ દ્વારા તેના પૂર્વ પતિને આતંકવાદના આરોપોમાં ફસાવવાના કેસનો પર્દાફાશ કર્યો છે. રાહિલા કાદરીએ તેના પૂર્વ પતિને લાંબા સમય સુધી જેલમાં…

Continue reading
Odisha: પિતાએ કેળાના ઝાડનો ‘મૃતદેહ’ બનાવ્યો, જીવતી પુત્રીની કાઢી અંતિમયાત્રા, જાણો કેમ કર્યું આવું?
  • September 3, 2025

Odisha: ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક છોકરીના પોતાના પરિવારે તેની પસંદગીના પુરુષ સાથે લગ્ન કર્યા બાદ તેને ‘મૃત’ માની લીધી અને પ્રતીકાત્મક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jammu and Kashmir: નકલી IED મૂકી પતિને ફસાવવાનો પ્રયાસ, વકીલ પત્નીના કાવતરાનો પર્દાફાશ

  • September 3, 2025
  • 3 views
Jammu and Kashmir: નકલી IED મૂકી પતિને ફસાવવાનો પ્રયાસ, વકીલ પત્નીના કાવતરાનો પર્દાફાશ

Odisha: પિતાએ કેળાના ઝાડનો ‘મૃતદેહ’ બનાવ્યો, જીવતી પુત્રીની કાઢી અંતિમયાત્રા, જાણો કેમ કર્યું આવું?

  • September 3, 2025
  • 11 views
Odisha: પિતાએ કેળાના ઝાડનો ‘મૃતદેહ’ બનાવ્યો, જીવતી પુત્રીની કાઢી અંતિમયાત્રા, જાણો કેમ કર્યું આવું?

Nadiad Child Missing: માતા કપડાં ધોતી અને દોઢ વર્ષની બાળકી એકાએક લાપતા થઈ, નહેરમાં ડૂબ્યાની આશંકા

  • September 3, 2025
  • 8 views
Nadiad Child Missing: માતા કપડાં ધોતી અને દોઢ વર્ષની બાળકી એકાએક લાપતા થઈ, નહેરમાં ડૂબ્યાની આશંકા

Gangster Arun Gawli: ગેંગસ્ટર 17 વર્ષ પછી જેલમાંથી બહાર, જાણો શું હતો અપરાધ?

  • September 3, 2025
  • 7 views
Gangster Arun Gawli: ગેંગસ્ટર 17 વર્ષ પછી જેલમાંથી બહાર, જાણો શું હતો અપરાધ?

PM Modi: વિદેશમાં ઠહાકા અને દેશમાં રોદણાં, મોદીએ પોતાની જ માતાના નામે કર્યું માર્કેટિંગ?

  • September 3, 2025
  • 10 views
PM Modi: વિદેશમાં ઠહાકા અને દેશમાં રોદણાં, મોદીએ પોતાની જ માતાના નામે કર્યું માર્કેટિંગ?

Kanhaiya Kumar: કેવી ગાળો, કોણે બોલી?, કનૈયાએ તો ગોદી મિડિયાની બોલતી બંધ કરી દીધી, જુઓ વીડિયો

  • September 3, 2025
  • 28 views
Kanhaiya Kumar: કેવી ગાળો, કોણે બોલી?, કનૈયાએ તો ગોદી મિડિયાની બોલતી બંધ કરી દીધી, જુઓ વીડિયો