
UP: પત્નીએ કહ્યું ગરમા ગરમ સમોસા લઈ આવો, પતિએ કહ્યું મારા પૈસા પડી ગયા, પછી જે થયું….તમે પતિ-પત્નીના ગેરકાયદેસર સંબંધો, કામ, દહેજ જેવા કારણોસર ઝઘડા જોયા હશે. પરંતુ ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી એક વિચિત્ર કિસ્સો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. પીલીભીતમાં સમોસાની ખૂબ ચર્ચા થઈ રહી છે, કારણ કે તે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનું બન્યો છે. એવો આરોપ છે કે એક પતિએ તેની પત્નીને સમોસા ના લઈ આપતાં જબરજસ્ત ઝઘડો કર્યો. પતિને માર માર્યો. એટલું જ નહીં આ મારપીટનો વીડિયો પણ વાયરલ થયો છે. આ કેસમાં પીડિત પતિના પરિવાર દ્વારા મહિલા અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
पीलीभीत में पत्नी ने अपने पति से समोसा खाने की डिमांड की…लेकिन पति समोसा लाना भूल गया, जिसके बाद पत्नी ने अपने मायके पक्ष के लोगों को बुलाकर पति के साथ जमकर मारपीट की…वीडियो वायरल@pilibhitpolice@Uppolice#Pilibhit #UP #VideoViral pic.twitter.com/IOkBU2Qc7I
— Gaurav Kumar (@gaurav1307kumar) September 3, 2025
પીલીભીત જીલ્લામાં પુરણપુર કોતવાલી વિસ્તારના ભગવંતપુર ગામના રહેવાસી શિવમના લગ્ન 22 મેના રોજ સંગીતા સાથે થયા હતા. 29 ઓગસ્ટની સાંજે સંગીતાએ તેના પતિ શિવમને ગરમા ગરમ સમોસા લાવવા કહ્યું. જેથી શિવમે કહ્યું કે તેના પૈસા ક્યાંક પડી ગયા હતા, જેના કારણે તે સમોસા લાવી શક્યો નહીં. આ પછી, તેની પત્નીએ ખૂબ ઝઘડો કર્યો અને ખાવાનું પણ ન ખાધું. એટલું જ નહીં તેણે તેની કાકી સરલા, વિમલા અને મામા રામ અવતાર, ધનીરામ અને અન્ય સંબંધીઓને ઘરેથી બોલાવ્યા. એવો આરોપ છે કે તે બધાએ ભેગા થઈ પતિ શિવમને ખૂબ માર માર્યો હતો. શિવમના જીજા રામકરણ, માતા વિજય કુમારીને પણ ખૂબ માર મારવામાં આવ્યો હતો.
આરોપ છે કે જ્યારે ગ્રામજનોએ પાછળથી પૂર્વ વડા અવધેશ શર્માના ઘરે પંચાયત યોજી, ત્યારે સંગીતાના મામાના પરિવારે પંચાયતમાં જ શિવમ અને તેના પરિવાર પર ફરીથી હુમલો કર્યો. તેમણે તેમને બેલ્ટથી માર માર્યો, જેમાં શિવમના સાળા રામકરણ ગંભીર રીતે ઘાયલ થયા. ફરિયાદ બાદ પોલીસે કાકી સરલા-વિમલા અને કાકા રામાવતાર અને ધનીરામ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસે શું કહ્યું?
પુરણપુરના સીઓ પ્રતિક દહિયાએ જણાવ્યું હતું કે 29 ઓગસ્ટની સાંજે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં ઘાયલ થયેલા એક યુવકની સારવાર ચાલી રહી છે. શિવમના પરિવારની ફરિયાદ પર પોલીસે કાકી સરલા, વિમલા, કાકા રામાવતાર અને ધનીરામ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો:
બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee
મમતાને ઝટકોઃ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી હાંકી કાઢી, જાણો સૌથી મોટું કારણ?
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!
ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade