
Deesa Fack Currency Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દરેક નેતાઓથી લઈને જજ, વકીલ, કોર્ટ બધું જ નકલી પકડાઈ રહ્યું છે. આ બદી સતત વધી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના આ નાનકડા ગામના એક ખેતરમાં આવેલા રહેણાંક મકાનના ભોંયરામાં નકલી ચલણી નોટો બનાવવાની ફેક્ટરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે આ ફેક્ટરી ઝડપી પાડી છે, જેની સાથે અંદાજે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ન માત્ર સ્થાનિક વહીવટી તંત્રને હચમચાવી દીધું છે, પરંતુ નકલી નોટોના આ રેકેટની વ્યાપક તપાસની જરૂરિયાતને પણ ઉજાગર કરી છે.
બનાસકાંઠાના ડીસાના મહાદેવીયા ગામમાં એક ખેતરમાંથી મળી નકલી નોટ છાપવાની ફેક્ટરી!
લાખો રૂપિયાની નકલી નોટો પકડાઈ અને બે લોકોની ધરપકડ કરવામાં આવી..
બનાસકાંઠા પોલીસ આગળની તપાસ કરી રહી છે અને નોટોની ગણતરી પણ હજુ શરૂ છે.. #Banaskantha #Gujarat pic.twitter.com/LAaAFwmz71
— Sagar Patoliya (@kathiyawadiii) September 4, 2025
બનાસકાંઠા જિલ્લા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે મહાદેવિયા ગામમાં રાયમલસિંહ પરમારના ખેતરમાં આવેલા એક રહેણાંક મકાનના ભોંયરામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ડીસા રૂરલ પોલીસ મથકની ટીમે આ મકાન પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન પોલીસને જે દૃશ્ય જોવા મળ્યું તે જોઈને તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. ભોંયરામાં એક નકલી નોટોની ફેક્ટરી ચાલી રહી હતી, જેમાં પાંચ કલર પ્રિન્ટર, ઝેરોક્સ કાગળો, પેપર કટર, કલર ઈન્ક અને અન્ય સાધનોનો ઉપયોગ થઈ રહ્યો હતો.
39 લાખની નકલી નોટો પકડાઈ
પોલીસે આ ફેક્ટરીમાંથી 500 રૂપિયાના દરની 5,000થી વધુ નકલી નોટો જપ્ત કરી, જેની કુલ કિંમત આશરે 39 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. આ નોટો અલગ-અલગ સીરિઝ નંબરો સાથે તૈયાર કરવામાં આવી હતી, જે બાહ્ય દેખાવમાં અસલી નોટો જેવી જ લાગતી હતી. આ ઉપરાંત, ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નકલી નોટો અને અનિયમિત આકારમાં કાપેલી નોટો પણ મળી આવી, જેનો ઉપયોગ કદાચ ટેસ્ટિંગ અથવા અન્ય હેતુઓ માટે થતો હોવાનું મનાય છે.
40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે અંદાજે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, 500 રૂપિયાના દરની 5,000થી વધુ નકલી નોટો, જેની કિંમત 39 લાખ રૂપિયા. પાંચ કલર પ્રિન્ટર, ઝેરોક્સ કાગળો, પેપર કટર, કલર ઈન્ક અને અન્ય સાધનો. ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નોટો અને અનિયમિત આકારની કાપેલી નોટો. આ સાધનોનો ઉપયોગ નકલી નોટો બનાવવા માટે કરવામાં આવતો હતો, અને પોલીસનું માનવું છે કે આ ફેક્ટરી લાંબા સમયથી ચાલી રહી હશે, જેની વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો:
DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા
Bihar: ભાજપ-આરજેડીના સમર્થકો વચ્ચે “Graduation” ના સ્પેલિંગને લઈ બબાલ
તમારી જાતને સારી રીતે તૈયાર કરો, પરિવારની તાકાત બનો, હિંમત નસીબ બનાવે છે: Miss Bhayesh Soniji
અમદાવાદમાંથી પકડાયેલા કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડના હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ | Harshit Jain
મમતાને ઝટકોઃ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી હાંકી કાઢી, જાણો સૌથી મોટું કારણ?
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!