અમદાવાદ મેટ્રો ટ્રેન કોરિડોર: પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ માર્ગોની ભવ્ય યોજના, રૂ. 700 કરોડનો અંદાજિત ખર્ચ | Ahmedabad

  • Gujarat
  • September 14, 2025
  • 0 Comments

Ahmedabad Metro Train Corridor: અમદાવાદ મેટ્રો ટ્રેનના માર્ગ પ્રમાણે અમદાવાદમાં પૂર્વ – પશ્ચિમ અને દક્ષિણ – ઉત્તરના બે નવા માર્ગો બનાવવાની યોજના બનાવી છે. પૂર્વ – પશ્ચિમના પ્રોજેક્ટનો કુલ ખર્ચ 450 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 250 કરોડ રૂપિયાનો ઉત્તર-દક્ષિણ કોરિડોર પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે, જેની ચર્ચા ચાલી રહી છે.

કોરિડોર – શહેરની અંદર જુદી જુદી સ્વતંત્ર જગ્યાએ જવાનો રસ્તો બનશે. રસ્તા વાળી પરસાળ, કે મકાનોની વચ્ચેથી આરપાર થઈ જનાર રસ્તો, બીજા વિસ્તારોની વચ્ચેથી કે ઉપરથી પસાર થતો અને વિસ્તારોને જોડતો શહેરની જમીનનો પટો બનાવવા માટે યોજના બનાવી છે. જેને કોરિડોર કહે છે.

ઈસ્ટ-વેસ્ટ કોરિડોર

અમદાવાદ શહેરનો મહત્તમ ટ્રાફિક પૂર્વ અને પશ્ચિમ તરફ હોય છે. તેથી ઈસ્ટ-વેસ્ટ કોરિડોર તૈયાર કરવામાં આવશે. જે ઓગણજથી શરૂ થઈ રામોલ ટોલ પ્લાઝા પાસે પૂર્ણ થશે. જેના માટે અંદાજે રૂ. 300 કરોડ જેટલો ખર્ચ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પહેલી વાર SP રિંગ રોડના પશ્ચિમ છેડાને તેના પુર્વ છેડા સાથે જોડવા માટે વિવિધ વિસ્તારોમાંથી પસાર થતો એક જ, સતત રસ્તો વિકસાવવાની યોજના બનાવી રહી છે. આ પ્રોજેક્ટ માટેની બોલીઓ ટૂંક સમયમાં ખુલવાની અપેક્ષા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા  શરૂઆતમાં પાયલોટ તરીકે ઓગણજ સર્કલથી ઋષિ દધીચી બ્રિજ સુધીનો 10.23 કિ.મી.નો માર્ગ સ્ટ્રેચ પસંદ કરાયો છે. ઓગણજથી વાડજ સુધીના ભાગ માટે રૂ. 100 કરોડના ટેન્ડર બહાર પાડવા કામ શરૂ કરાયું છે.

માર્ગ ડિઝાઇન, ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતીના ખાસ સુધારા કરવામાં આવશે. દધીચી બ્રિજથી શાહપુર, કાલુપુર થઈ કાંકરિયા, ખોખરા બ્રીજ થઈ આ માર્ગ રામોલ ટોલ પ્લાઝા સુધી જશે. ઓગણજ, ગોતા, ચાંદલોડિયા, નિર્ણયનગર, અખબારનગર અને વાડજ સર્કલ જોડશે.

બીજો તબક્કો વાડજથી ઓઢવ સુધીના 10 કિમી માર્ગ વિકાસના પાંચ તબક્કાઓમાં કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ. 450 કરોડ રહેશે.

શહેરના અનેક વિસ્તારોને જોડતો સરદાર પટેલ (એસ.પી.) રિંગ રોડ છે. જે રહેણાંક વિસ્તાર, ઉદ્યોગ ક્ષેત્રો અને વ્યાપારી કેન્દ્રોને સીધા જોડે છે. સરખેજ–ગાંધીનગર (એસ.જી.) હાઈવે જેવા મોટા રસ્તાઓ સાથે સરળ જોડાણ આપે છે.

ઓગણજ સર્કલથી રામોલ ટોલ પ્લાઝા સુધીનો 22.30 કિ.મી. કોરિડોર બનવાથી તે ગોડાઉન, દુકાનો અને અન્ય વ્યાપાર સાથે જોડી દેવાશે. કોરિડોરથી પૂર્વ અને પશ્ચિમ તરફ જતા વાહનોને ઘણી રાહત મળશે.

સાઇકલ લેન રાખવામાં આવશે. ગ્રીન કવર માટે 6 હજાર વૃક્ષ લગાવવામાં આવશે. પહોળી ફુટપાથ તૈયાર થશે. સ્ટ્રીટ ફર્નિચરમાં બેંચ, પ્લાન્ટર બોક્સ, કચરાપેટી અને માહિતી આપતી સાઈનેજ હશે. બસ સ્ટોપ સાથે શેલ્ટર અને રાહ જોવાની જગ્યા રખાશે. સમાન ડિઝાઇન હશે. જંક્શનો માટે સમાન ડિઝાઇન છે. બોટલનેક્સ દૂર કરવામાં આવશે.

આમ તો 60 મીટર પહોળો માર્ગ બનાવવાની યોજના હતી, પરંતુ રસ્તાની મિલકતોને કારણે તે અતિ ખર્ચાળ બની જતો હતો. જે પહોળાઈ ઘટાડીને 30થી 36 મીટર કરવી પડી છે.

નોર્થ-સાઉથ કોરિડોર

નોર્થ-સાઉથ કોરિડોર યોજના છે, જેના માટે રૂ. 250 કરોડના ખર્ચે 25 કિમી લાંબો માર્ગ ઉજાલા સરકલથી ઝુંડાલ સર્કલ સુધી વિકસાવવામાં આવશે. આ માર્ગ જાહુપુરા, વસણા, વાડજ અને સાબરમતીને પસાર કરશે. વાડજ સર્કલ પર આ બંને કૉરિડોર માર્ગો એકબીજાને જોડશે. જ્યાં હાલમાં એક ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે.

વાડજથી 500 મીટરના અંતરે ગાંધી આશ્રમ વિકાસ પ્રોજેક્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ સાથે જોડાતી નવો માર્ગ વિકસાવવામાં આવી રહી છે. 2 કિમીની અંદર એક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને બુલેટ ટ્રેન સેન્ટ્રલ સ્ટેશન છે. શહેરના એરપોર્ટ સર્કલથી ઈન્દિરા પુલ સુધી આઈકોનીક રોડ બનાવ્યા બાદ બીજા 10 આઈકોનીક રોડ બનાવવામાં આવી રહ્યા છે.

આ પ્રોજેક્ટનો હેતુ શહેરના પશ્ચિમ અને પૂર્વ ભાગો વચ્ચે સરળ ટ્રાફિક સુનિશ્ચિત કરવાનો છે. બાદમાં, વાડજથી ઓઢવમાં SP રિંગ રોડ સુધીનો 10 કિમી લાંબો રસ્તો પાંચ તબક્કામાં વિકસાવવામાં આવશે.

આ પણ વાંચો:  

અમદાવાદ મેટ્રો ટ્રેન કોરિડોર: પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ માર્ગોની ભવ્ય યોજના, રૂ. 700 કરોડનો અંદાજિત ખર્ચ | Ahmedabad

Gujarat Rain: આજે રાજ્યના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ

Earthquake in Russia: રશિયામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઈ

 

 

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 2 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 8 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!