
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) આવતીકાલે 20 સપ્ટેમ્બરે ભાવનગર આવી રહ્યા છે. અહીં 100 કરોડોથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ થવાનું છે. જેની તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. જવાહર મેદાન ખાતે જાહેર સભા અને રોડ-શોમાં ભાગ લેશે. જો કે મોદીનો આ મુલાકાતનો ભાવનગરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. જેનું કારણ છે પહેલા આપેલા વચનો હજુ પુરા થયા નથી.
અધૂરા વચનો પર લોકોનો રોષ
સ્થાનિક લોકો અને વિપક્ષી નેતાઓનું કહેવું છે કે વડાપ્રધાન મોદીએ 2014, 2017, 2019 અને 2022ની ચૂંટણીઓ દરમિયાન ભાવનગરમાં આવીને અનેક મહત્વાકાંક્ષી વચનો આપ્યા હતા, પરંતુ તેમાંથી મોટા ભાગના હજુ અધૂરા છે. 2022માં ₹5,200 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત થઈ હતી, પરંતુ સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, આ કાર્યોની પ્રગતિ નજીવી છે અને ગુણવત્તા પર પણ સવાલો ઉભા થયા છે.
અધૂરા વચનોની યાદી
મહુવા પોર્ટનું આધુનિકીકરણ: 2017માં વડાપ્રધાને મહુવા પોર્ટને આધુનિક બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ 2025 સુધી આ પ્રોજેક્ટમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. આ પોર્ટ ભાવનગરના આર્થિક વિકાસ માટે મહત્વનું ગણાય છે, પરંતુ તેની અવગણના થઈ રહી હોવાનો આક્ષેપ છે.
સરતાનપર પોર્ટનો વિકાસ: સરતાનપરને કેન્દ્રીય પોર્ટ તરીકે વિકસાવવાની જાહેરાત 2019માં થઈ હતી, પરંતુ આ યોજના હજુ ફાઈલોમાં અટવાયેલી છે.
લોકગેટનું આધુનિકીકરણ: ભાવનગરના લોકગેટને આધુનિક બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ તેની હાલત દયનીય છે, અને સ્થાનિક વેપારીઓએ આની ફરિયાદો કરી છે.
પશ્ચિમ રેલવેનું વડું મથક: ભાવનગરને પશ્ચિમ રેલવેનું વડું મથક બનાવવાનું વચન હોવા છતાં, આ સુવિધા અમદાવાદને આપવામાં આવી, જેનાથી સ્થાનિક રોજગારીની તકો પર અસર થઈ.
કલ્પસર પ્રોજેક્ટ: ગુજરાતનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો કલ્પસર, જે ખંભાતની ખાડીમાં બંધ બનાવીને પાણી અને વીજળીની સમસ્યા હલ કરવાનો હતો, તે લગભગ શૂન્ય પ્રગતિ સાથે ‘મશ્કરી’ બની ગયો છે. સ્થાનિક ભાજપ નેતાઓ આ મુદ્દે મૌન છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડ: વિદેશી હૂંડિયામણ કમાવનાર અલંગ શિપબ્રેકિંગ યાર્ડ છેલ્લા સાત વર્ષથી મૃતપ્રાય હાલતમાં છે. 2025માં માત્ર 113 જહાજો રિસાયકલ થયા, જે 18 વર્ષનું સૌથી નીચું સ્તર છે. સરકારે આને ગ્રીન રિસાયક્લિંગ હબ બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ ઊંચા ચાર્જિસ અને પોલિસીની ખામીઓથી ઉદ્યોગ નબળો પડ્યો.
હીરા ઉદ્યોગ અને રોજગારી: ભાવનગરનો હીરા ઉદ્યોગ, જે રાજ્યની આર્થિક રીઢ ગણાતો હતો, તે પણ સંકટમાં છે. રોજગારીની તકો ઘટી રહી છે, અને યુવાનોમાં બેરોજગારીનો દર 20%થી વધુ છે.
અન્ય યોજનાઓની અવગણના: વાહન સ્ક્રેપ યાર્ડ ભાવનગરને બદલે સુરતને, મરીન યુનિવર્સિટી દ્વારકાને, અને ડ્રેઝીંગ ઓફિસ પોરબંદરને આપવામાં આવી. સીએનજી ટર્મિનલ બંધ થયું, અને 300 જહાજો બનાવનાર આલ્કોક એશ ડાઉન કંપનીને તાળા મરાયા. વરતેજ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ 20 વર્ષથી બન્યો નથી, અને રાષ્ટ્રીય કાળિયાર અભયારણ્યના પ્રવાસન વિકાસ માટે કોઈ નોંધપાત્ર પગલાં લેવાયા નથી.
ભાવનગરના લોકો અધૂરા વાયદા અને કામોથી નારાજ છે. જેથી આ વખતે મોદી સરકાર આ અધૂરા કામો અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. કે પછી દર વખતની જેમ લટકતું ગાજર મૂકીને જાય છે.
જુઓ આજ મુદ્દે વીડિયો
આ પણ વાંચો:
‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat
PM Modi: ભાવનગર આવતાં પહેલા જોઈ લેજો આ વીડિયો!, પહેલાના વચનો ભૂલી ના જતા!
PM Modi in bhavnagar: મોદીએ ભાવનગરવાસીઓ સાથે કર્યો અન્યાય, પૂર્વ ભાજપ ધારાસભ્યએ ખોલી પોલ
મુન્દ્રા પ્રોજેક્ટ સામે જોખમ ઊભું થયું અને અદાણી-મોદીનું ભાગ્ય બદલાય ગયું | Adani-Modi










