PM Modi: ભાવનગર આવતાં પહેલા જોઈ લેજો આ વીડિયો!, પહેલાના વચનો ભૂલી ના જતા!

PM Modi:  ગુજરાતના ભાવનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા. 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન ભાવનગર પહોંચશે અને રોડ-શો બાદ જવાહર મેદાનમાં જાહેર સભા સંબોધિત કરશે. મોદી અહીં આવી 1.35 લાખ કરોડના પ્રોજેક્ટની લહાણી કરવાના છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતો વચ્ચે ભાવનગરના લોકોમાં જૂના વચનો અને વિકાસના મુદ્દાઓને લઈને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે, જેમાં વડાપ્રધાનના અગાઉની મુલાકાતોમાં આપેલા વચનોનો સમાવેશ થાય છે.

અધૂરા વચનો: ભાવનગરના લોકોનો રોષ

આ મોદી ભાવનગરમાં પ્રવેશ તે પહેલા  લોકો અને વિપક્ષી નેતાઓમાં વડાપ્રધાનની અગાઉની ચાર મુલાકાતો દરમિયાન આપેલા વચનોના અમલીકરણ ન થયાને લઈને તીવ્ર નારાજગી જોવા મળે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વડાપ્રધાને ભાવનગરમાં આવીને અનેક વચનો આપ્યા, પરંતુ તેમાંથી એક પણ પૂર્ણ થયું નથી. 2022માં 5,200 કરોડના કામોની જાહેરાત થઈ હતી, પરંતુ તેના અમલીકરણ પર પ્રશ્નો ઉભા થયા છે.

વડાપ્રધાને મહુવા પોર્ટના આધુનિકીકરણનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી તેના પર કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. સરતાનપરને કેન્દ્રીય પોર્ટ તરીકે વિકસાવવાની જાહેરાત અટકી છે. ભાવનગર લોકગેટનું આધુનિકીકરણનું વચન હજુ અધૂરું છે. પશ્ચિમ રેલવેનું વડું મથક ભાવનગરને આપવાનું વચન હોવા છતાં આ સુવિધા અમદાવાદને આપવામાં આવી. ગુજરાતના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક કલ્પસર, ભાવનગરના લોકો માટે ‘મશ્કરી’ બની ગયો છે. આ પ્રોજેક્ટની પ્રગતિ લગભગ શૂન્ય છે, અને સ્થાનિક ભાજપા નેતાઓ આ મુદ્દે બોલવા તૈયાર નથી.

આ ઉપરાંત, ભાવનગરની 20,000 એકર દરિયાકાંઠાની જમીન મીઠાના અગર માટે મળતીયાઓને આપી દેવામાં આવી, જેનાથી સ્થાનિક વિકાસને અવરોધ આવ્યો છે. વિદેશી હૂંડિયામણ કમાવનારા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ અને હીરા ઉદ્યોગો છેલ્લા સાત વર્ષથી મૃતપ્રાય હાલતમાં છે, અને તેમને બચાવવા માટે સરકારે કોઈ નક્કર યોજના બનાવી નથી. વાહન સ્ક્રેપ યાર્ડ ભાવનગરને બદલે સુરતને, મરીન યુનિવર્સિટી દ્વારકાને, અને ડ્રેઝીંગ ઓફિસ પોરબંદરને આપવામાં આવી. સીએનજી ટર્મિનલ બંધ કરાયું, અને 300 જહાજો બનાવનારી આલ્કોક એશ ડાઉન કંપનીને તાળા મરાયા. ભાવનગર-ધંધુકા રોડ પર વરતેજ રેલ્વે ફાટકની જગ્યાએ ઓવરબ્રિજ 20 વર્ષથી બન્યો નથી. રાષ્ટ્રીય કાળિયાર અભયારણ્યના વિકાસ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કોઈ નોંધપાત્ર પ્રયાસો થયા નથી.

ભાવનગર 30 વર્ષથી સંસદસભ્ય ચૂંટે છે, અને બે કેન્દ્રીય મંત્રીઓ હોવા છતાં શહેરનો વિકાસ અટકી ગયો છે. રોજગારીના વિકલ્પો ઘટતા જઈ રહ્યા છે, અને સ્થાનિકોનું માનવું છે કે સરકારે ભાવનગરની સંભાવનાઓને નજરઅંદાજ કરી છે.

આ કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાન, ગાય-કૂતરા પકડવાના કાર્યો અને રોડ-શોના માર્ગોની સફાઈ જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ વિપક્ષી પક્ષો આ જાહેરાતોને ‘ચૂંટણીલક્ષી રાજનીતિ’ ગણાવી રહ્યા છે અને જૂના વચનોના અમલીકરણ પર સવાલો ઉઠાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે પણ મોદી સરકાર પર અધૂરા વચનોના આક્ષેપો થતા રહ્યા છે, જેમ કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને અન્ય યોજનાઓમાં અપેક્ષિત પરિણામો ન આવ્યા હોવાની ચર્ચા.

સોશિયલ મિડિયા પર ભાવનગરના લોકોની નિરાશા સ્પષ્ટ દેખાય છે, જ્યાં ઘણા યુઝર્સે અલંગ, હીરા ઉદ્યોગ અને રોજગારીના મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, “ભાવનગરમાં જાહેરાતોનો મેળો તો લાગે છે, પણ અમલનું શું? અલંગની હાલત દયનીય છે, અને સ્થાનિક નેતાઓ મૌન છે!”

જુઓ આ જ મુદ્દે વીડિયોમાં વધુ ચર્ચા

આ પણ વાંચો:

પિતાએ ઘર બનાવવા ખેતર વેચ્યું, પુત્રએ Free Fire રમવામાં 13 લાખ ઉડાવી દીધા, પિતાના ઠપકાથી જીવનનો અંત

Gujarat Marine Police: મોદીના વાતોના વડા, મરીન પોલીસની ખરાબ હાલત

Modi government: ઉજ્જડ જમીન ઉદ્યોગોની જમીન! મોદીએ 11 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને ફંકી મારી

Bihar: મોદીએ અદાણીને 1 રુપિયાના ભાવે 1,050 એકર જમીન પધરાવી, મોદી જતાં જતાં અદાણીને….

E-challan: 5 વર્ષ સુધીના ઈ-ચલણો માફ, વાહનચાલકોને દિવાળી!, કયા રાજ્યમાં લીધો નિર્ણય?

ગુજરાતમાં વેચાઈ રહી છે 500-100 રૂપિયાની નકલી ચલણી નોટો? વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

 પિતાએ ઘર બનાવવા ખેતર વેચ્યું, પુત્રએ Free Fire રમવામાં 13 લાખ ઉડાવી દીધા, પિતાના ઠપકાથી જીવનનો અંત

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ