Chhota udepur: પ્રસૂતાને 5 કિ.મી ઝોળીમાં લઈ જવાઈ, રસ્તામાં જ ગૂમાવ્યો જીવ

Chhota udepur: ગુજરાતમાં વિકાસની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે જ્યારે હકીકતમાં તો અંતરિયાળ વિસ્તારોમાં તો લોકોને પ્રાથમિક સુવિધા પણ મળી રહી નથી. ત્યારે છોટાઉદેપુર જિલ્લો પણ આવી રીતે વિકાસથી વંચિત છે અહીં રસ્તાના અભાવે પ્રસુતાને ઝોળીમાં લઈ જવામાં આવે છે. આવા ભાજપના ઝોળીદાર વિકાસના અનેક વીડિયો સામે આવ્યા છે લોકો રસ્તા માટે રજૂઆત કરી કરીને થાક્યા છે પરંતુ આ નિષ્ઠુંર તંત્રને કંઈ ફરક જ નથી પડતો ત્યારે આ તંત્રના પાપે વધુ એક પ્રસુતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત

મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના ખૈડી ફળિયામાં રસ્તાના અભાવે એક પ્રસૂતા મહિલાનું મોત નિપજ્યું છે. 35 વર્ષીય મહિલાને ગઈકાલે સાંજે 4 વાગ્યે પ્રસવ પીડા શરૂ થઈ હતી. ખૈડી ફળિયાથી સાવદા ફળિયા સુધી રસ્તો ન હોવાથી કોઈ વાહન પહોંચી શકતું નથી. પરિવારજનોએ કપડાંની ઝોળી બનાવી મહિલાને લગભગ 5 કિલોમીટર સુધી ઊંચકીને લઈ ગયા. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ કવાંટ અને પછી છોટા ઉદેપુર થઈ વડોદરા લઈ જવાતી વખતે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું. મૃતક મહિલાને પહેલેથી 4 દીકરીઓ છે અને આ તેમની પાંચમી પ્રસૂતિ હતી.

હાઈકોર્ટે સુઓમોટો લઈને રસ્તો મંજૂર કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, ગત 1 ઓક્ટોબરે પણ તુરખેડામાં એક પ્રસૂતાએ રસ્તામાં બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ હાઈકોર્ટે સુઓમોટો લઈને તુરખેડાના ચાર ફળિયામાં રસ્તો મંજૂર કર્યો હતો. જો કે, ખૈડી ફળિયા અને તેતરકુંડી ફળિયાના લોકો હજુ પણ રસ્તાની સુવિધાથી વંચિત છે. આ વિસ્તારના લોકો રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોમાં રોષ ફેલાયો

રસ્તાના અભાવે તેઓ રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરે છે. આવી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેઓ તાત્કાલિક રસ્તાની સુવિધા માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના અભાવનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં લાવ્યો છે.

આ પણ વાંચો:  

 Vadodara: હરણી બોટ કાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખાસ સ્થાન, પીડિતો નજરકેદ

PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?

IND vs PAK: પહેલગામના ઘા ક્રિકેટની ચમકથી રુઝાયા નહીં, પાક. સામે ભારતની જીત છતાં દેશમાં જશ્નનો માહોલ નહીં

Trump’s tariff policy: ટ્રમ્પની નીતિ ‘બળિયાના બે ભાગ’ જેવી, ભારત માટે જાહેર ટેરિફ, ચીનને અડપલું કેમ નહીં?

Related Posts

Baba Ramdev: રામદેવ મોદીના બાબા,વડાપ્રધાન બનાવવામાં ગુરુ,જાણો બાબા રામદેવને લગતા ટોચના 10 વિવાદો વિશે
  • November 13, 2025

અહેવાલ: દિલીપ પટેલ Baba Ramdev:  યોગ ગુરુ બાબા રામદેવની માલિકીની પતંજલિ ફૂડ્સ લિમિટેડે તાજેતરમાં નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરના મજબૂત પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષ 2024-25 ના…

Continue reading
 Junagadh: ‘અમે અમારી મિલકત વેચીને પણ તમારો હિસાબ પુરો કરી દેશું’ જેલમાંથી વાયરલ પત્ર, ઉનાના ભાજપ ધારાસભ્ય પર દારૂના ધંધાના ભાગીદારીના ગંભીર આક્ષેપ
  • November 13, 2025

Junagadh: ગુજરાતમાં દારૂબંધીની કડક નીતિના પ્રચાર વચ્ચે જૂનાગઢ જિલ્લા જેલમાંથી એક વાયરલ પત્રે રાજકારણમાં તોફાન ઉભું કરી દીધું છે. બુટલેગર ભગુભાઈ ઉકાભાઈ જાદવ (ભાગા જાદવ) દ્વારા લખાયેલા આ કથિત પત્રમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

  • November 16, 2025
  • 2 views
Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

  • November 16, 2025
  • 5 views
Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

  • November 16, 2025
  • 15 views
Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

  • November 16, 2025
  • 8 views
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના,  ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

  • November 16, 2025
  • 17 views
Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું

  • November 16, 2025
  • 12 views
IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું