ગુજરાતમાં વેચાઈ રહી છે 500-100 રૂપિયાની નકલી ચલણી નોટો? વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

  • Gujarat
  • February 28, 2025
  • 0 Comments
  • ગુજરાતમાં વેચાઈ રહી છે 500 અને 100 રૂપિયાની નકલી ચલણી નોટો? વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગુજરાતમાં નકલી નોટો વેચાઈ રહી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. @Anahat નામના એક એક્સ એકાઉન્ટ ઉપરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે કેપ્શન લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં નકલી નોટ છાપવામાં આવી રહ્યા છે અને બીજેપી સરકારને કંઈ જ ખબર જ નથી.

તે ઉપરાંત કેપ્શનમાં એક પ્રશ્ન ઉઠાવતા લખ્યું છે કે, શું ગુજરાતમાં છાપવામાં આવતી નકલી નોટો આખા દેશમાં મોકલવામાં આવી રહી છે? બીજેપી સરકાર આવું કેવી રીતે થવા દઈ શકે છે? શું સરકારના લોકોની મીલીભગત છે? આ પ્રશ્નોના જવાબો શોધી રહી છે જનતા..

વીડિયોમાં દેખી શકાય છે કે, એક વ્યક્તિ 500 રૂપિયાની નકલી ચલણી નોટો બતાવી રહ્યો છે અને સાથે-સાથે ગુજરાતીમાં વાત કરી રહ્યો છે. તે ઉપરાંત વીડિયો કોલ થકી બધુ બતાવવાની અસ્પષ્ટ વાત કરતાં સંભળાઈ રહ્યો છે. વ્યક્તિ દ્વારા બતાવવામાં આવી રહેલી નકલી ચલણી નોટો એકદમ સાચી હોય તેવું દેખાઈ રહ્યું હતું. પ્રથમ નજરે નકલી હોવાનું પકડી શકાય તેવી દેખાઈ રહી નથી. આ દરમિયાન વીડિયોમા એક સંદેશ છાપાની કોપી પણ દેખી શકાય છે. જે 26 જાન્યુઆરીનું હોવાનું જાણવા મળ્યું છે.

સૌથી મહત્વપૂર્ણ બાબત તે છે કે, વીડિયોમાં બે બેરલ ભરીને 500 રૂપિયાની નોટ દેખાઈ રહી છે. કેટલા મોટા પ્રમાણમાં ચલણી નકલી નોટો છાપવામાં આવતી હશે તેનો અંદાજો મોટા બેરલ ભરેલી નોટો જોઈને લગાવી શકાય છે. આ વીડિયો ગુજરાતના ક્યા વિસ્તારનો છે તેની માહિતી નથી. પરંતુ તે વાત ચોક્કસ છે કે, આ વીડિયો ગુજરાતનો છે. કેમ કે તેમાં ગુજરાતીમાં વાત આવી રહી છે, તે સાથે ગુજરાતનો એક પ્રમુખ છાપું પણ તેમાં દેખી શકાય છે.

100 રૂપિયાની નોટ બતાવવાના ચક્કરમાં વ્યક્તિએ સંદેશ છાપું પણ બતાવી નાંખ્યું હતું. અસલમાં જે નકલી 100 રૂપિયાની ચલણી નોટ હતી, તે સંદેશ છાપા ઉપર મૂકવામાં આવી હતી. જે નોટને બતાવવા જતાં સંદેશ છાપાની કોપી પણ દેખાઈ હતી. ઘરમાં બે બેરલો 500 રૂપિયાની નોટોનો બંડલોથી ભરેલા હતા. સામાન્ય રીતે ગુજરાતમાં આવા બેરલોમાં ઘઉ ભરવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં પોલીસ કે તંત્રના ડર વગર એવી જાહેરાતો પણ જોવા મળી હતી કે, 50 હજારના બદલામાં આટલા લાખ રૂપિયા લઈ જાઓ.. પરંતુ તેમાં પૈસા લઈને કંઈ જ આપવામાં આવતું નહતું અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના સમાચારો પણ મીડિયામાં ચમકતા જોવા મળ્યા હતા.

પરંતુ અહીં તે વાતને લઈને પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું આ લોકો અસલી પૈસા લઈને મોટા પ્રમાણમાં નકલી નોટોનું વેચાણ કરી રહ્યા છે? જો વેચાણ કરી રહ્યા છે તો આપણી પોલીસ અને સરકાર શું કરી રહી છે? આ નકલી નોટોને લઈને ભારતીય અર્થવ્યવસ્થાનું શું થશે?

બીજેપી સરકારે નોટબંધી કરવા પાછળ નકલી કરન્સીને પણ કારણભૂત ગણાવી હતી. પરંતુ હવે તો ગુજરાતમાં જ મોટા પાયે નકલી ચલણી નોટો છાપીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો ખુબ જ ગંભીર છે. તેથી સરકારે આ બાબતે ધ્યાન આપીને તેની માહિતી મેળવવી જરૂરી છે.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. તેથી સરકારે તે અંગે વધુ માહિતી લઈને નકલી કરન્સી છાપતા ગુજરાતના માફિયાઓ સુધી પહોંચીને પોતાની શાખને બચાવવાની સાથે-સાથે દેશની ઈકોનોમીને બચાવવી જોઈએ. આમ પણ વર્તમાન સમયમાં દેશની ઈકોનોમી ખરાબ સ્થિતિમાં ચાલી રહી છે. એક તરફ વર્તમાન સમયમાં શેરમાર્કેટમા ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ બધા વચ્ચે નકલી કરન્સી નોટો રાજ્ય અને દેશને કંગાળ બનાવીને છોડી દેશે. એમ પણ રૂપિયાની અવમૂલ્ય થઈ રહ્યું છે, તેમાં નકલી ચલણી નોટો આગમાં તેલ નાંખવા જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. રાજ્યની ભૂપેન્દ્ર સરકારે નકલી ચલણી નોટોને લઈને ગુજરાત ઉપર લાગી રહેલા આરોપોની તપાસ કરાવવી રહી અને તેનો યોગ્ય જવાબ આપવો રહ્યો. આ એક વાયરલ વીડિયો હોવાના કારણે તેની પુષ્ટિ ધ ગુજરાત રિપોર્ટ કરતું નથી.

આ પણ વાંચો-RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની PMOમાં નિમણૂક ઘણી રીતે અસામાન્ય કેમ છે?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે