પિતાએ ઘર બનાવવા ખેતર વેચ્યું, પુત્રએ Free Fire રમવામાં 13 લાખ ઉડાવી દીધા, પિતાના ઠપકાથી જીવનનો અંત

  • India
  • September 16, 2025
  • 0 Comments

UP Crime: આજકાલ ઓનલાઈન ગેમ બાળકોને જુગારના રવાડે ચઢાવી રહી છે. જો કે સરકાર તેના પર કોઈ પગલા લઈ રહી નથી. જેના કારણે હાલ બાળકોમાં અપરાધિક ઘટનાઓ, નાણાં વેડફવા સહિત આપઘાતની ઘટનાઓમાં વધારો થયા છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે. ફ્રી ફાયર ( Free Fire ) ગેમની લતે કિશોરનો જીવ લીધો છે.

14 વર્ષનો યશ યાદવ મોબાઈલ ગેમ્સ રમવાનો એટલો બધો ક્રેઝી હતો કે તે તેને રમીને ધનવાન બનવાના સપના જોવા લાગ્યો. આ લોભમાં તેણે ગેમ્સ પર લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. જ્યારે તેના પિતાને આ વાતની ખબર પડી અને તેને ઠપકો આપ્યો, ત્યારે યશ ગુસ્સે થયો. ગુસ્સામાં તેણે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકવાવી લીધું. આ ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ધનુવાસર ગામમાં બની હતી.

યશ ધનુવાસર ગામમાં રહેતા ખેડૂત સુરેશ કુમાર યાદવનો એકમાત્ર પુત્ર હતો. તે છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. તે એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ યશ ઘણીવાર તેના પિતાના મોબાઇલ પર કલાકો સુધી ફ્રી ફાયર ઓનલાઈન ગેમ રમતો હતો. શરૂઆતમાં તે તેનો શોખ હતો, પરંતુ ધીમે ધીમે તે વ્યસનમાં ફેરવાઈ ગયો. રમતમાં મળતા પુરસ્કારો અને કરોડપતિ બનવાના સ્વપ્ને યશને એટલો મોહિત કરી દીધો કે તેણે ધીમે ધીમે તેના પિતાના બેંક ખાતામાંથી 13 લાખ રૂપિયા ખર્ચ કરી દીધા.

દીકરાએ બેંક ખાતું ખાલી કરી દીધું

મૃતક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે જ્યારે તે બેંકમાં પૈસા ઉપાડવા ગયો ત્યારે મેનેજરે કહ્યું કે બેલેન્સ શૂન્ય છે. આ પછી પિતા ઘરે આવ્યા. જ્યારે પુત્રને પૂછવામાં આવ્યું કે પૈસા ક્યાં ગયા, ત્યારે તેણે કંઈ કહ્યું નહીં. જોકે, યશે કોચિંગ શિક્ષકને કહ્યું કે તેણે રમતમાં પૈસા ગુમાવ્યા છે. પિતાએ જણાવ્યું કે બે વર્ષ પહેલા તેમની પોતાની જમીન વેચીને બેંકમાં પૈસા જમા કરાવ્યા હતા. આ રુપિયા પિતાએ પોતાનું ઘર બનાવવા સાચવી રાખ્યા હતા.

ફાંસી પર લટકતી લાશ મળી

જ્યારે પિતા સુરેશ કુમારને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોતાના દીકરાને સમજાવવાનો પ્રયાસ કર્યો અને ઠપકો પણ આપ્યો. પરંતુ યુવાન યશ આ સહન કરી શક્યો નહીં. ઠપકાથી દુઃખી થઈને તેણે ગુસ્સામાં આ ભયાનક પગલું ભર્યું. પરિવારે તેને રૂમમાં ફાંસી પર લટકતો જોયો. યશના મૃત્યુથી આખા ગામ અને પરિવારને આઘાત લાગ્યો છે. ખેડૂત પરિવારનો એકમાત્ર દીકરો હોવાને કારણે, માતાપિતાની બધી આશાઓ તેના પર ટકેલી હતી, પરંતુ મોબાઇલ ગેમને કારણે, તે હંમેશા માટે જીવનની દોડમાંથી બહાર થઈ ગયો.

જેથી આજના યુવાનોને ખોટા રવાડે ચઢાવતી એપ્સ અને ગેમ પર પ્રતિબંધ લાદી દેવો જોઈએ. જેથી બાળકો નાની ઉંમરે પોતાનો જીવ ના ગુમાવે.

આ પણ વાંચો:

Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું

UP: ‘1 બાળક મરી ગયુ તો શું!, હજાર જીવે છે ત્યાં લાડુ ખાવા જાવને’, મહિલા ડોક્ટરના નિવેદનથી ભારે વિરોધ

Mehsana: ક્રેન હાઈ વોલ્ટેજ વીજ વાયરમાં જઈ ટકરાયુ, 8 કામદારો ટપોટપ પડ્યા, 2ના મોત, 6 ગંભીર

‘આ સરકારને પણ ઉથલાવી દઈશું’, નેપાળના નવા PM સુશીલા કાર્કી સામે પણ વિરોધ કેમ? | sushila karki

વિદેશમાં ભારતીયો આ રીતે ડંકો વગાડી રહ્યા છે!, ચોરી, રસ્તાઓ પર પેશાબ, થૂંક… | Indians | Video Viral

Surat: હોટલમાં માતાપિતા પાર્ટી માણતાં રહ્યાં, પાણીમાં દોઢ વર્ષના બાળકે તડફડિયા માર્યા, અંતે જીવ ગયો

Related Posts

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ
  • June 17, 2026

UPSC Prelims 2026: સંઘ લોક સેવા આયોગ (UPSC) ની સિવિલ સેવા પરીક્ષા, જેને દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પારદર્શક માનવામાં આવે છે, તે હવે એક ગંભીર વિવાદના વંટોળમાં ફસાઈ ગઈ છે.…

Continue reading
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 2 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 6 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 12 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 9 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત