વિદેશમાં ભારતીયો આ રીતે ડંકો વગાડી રહ્યા છે!, ચોરી, રસ્તાઓ પર પેશાબ, થૂંક… | Indians | Video Viral

Indians Video Viral: ભારતના લોકો વારંવાર વિદેશોમાં ચોરી કરતાં, રસ્તાઓ પર થૂંકતાં, પેશાબ કરતાં પકડાઈ રહ્યા છે. જેથી ભારત દેશનો ડંકો વગડાવાની બદલે ભારત દેશને શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે. આરોપ છે સ્ટુડન્ટ વિઝા પર જઈ યુવાનો ખોટા રવાડે ચઢી જાય છે. લૂંટફાટની ઘટનાઓને અંજામ આપે છે. જેથી તેમને વિદેશી પોલીસ પકડી જેલ નાખે છે.

ભારતીય યુવાનો ખાસ અમેરિકા, લંડન, કેનેડા જેવા દેશોમાં જઈ આવી અપરાધિક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે સવાલ પણ થાય કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે. આ રીતે ભારત દેશનું નામ રોશન થશે.

મે 2025માં ઇલિનોઇસમાં એક ભારતીય મહિલા અલ્વાનીને ટાર્ગેટ સ્ટોરમાંથી $1,300 (લગભગ ₹1.1 લાખ)ની વસ્તુઓ ચોરી કરવા માટે પકડવામાં આવી. તેણીએ 7 કલાક સ્ટોરમાં વિતાવ્યા અને પછી પગપાળા બહાર જવાનો પ્રયાસ કર્યો. આ વીડિયો વાયરલ થયો, અને યુએસ એમ્બસીએ ભારતીય વિઝા ધારકોને ચેતવણી આપી કે આવા અપરાધો વિઝા રદ્દ કરી શકે છે. એક ભારતીય પુરુષને ચાંગી એરપોર્ટ પરથી 14 દુકાનોમાંથી ₹3.5 લાખની પરફ્યુમ, કોસ્મેટિક્સ અને બેગ્સ ચોરી કરવા માટે પકડાયો હતો.

તાજેતરમાં અમેરિકાના ટાર્ગેટ સ્ટોરમાં ચોરી કરતી પકડાયેલી એક ભારતીય મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બોડીકેમ દ્વારા કેદ કરાયેલા આ ફૂટેજમાં પોલીસ દ્વારા રંગેહાથ પકડાયા બાદ પૂછપરછ દરમિયાન મહિલા રડતી અને હાંફતી જોવા મળે છે. આ ઘટના આ વર્ષે 15 જાન્યુઆરી બની હોવાનું કહેવાઈ છે.

આ વર્ષે લંડનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પાન-મસાલાની પીચકારીઓ મારી ગંદકી ફેલાવતાં સ્થાનિક નાગરિકો અને કાઉન્સિલોમાં રોષ ભભૂક્યો હતો. ખાસ કરીને ગુજરાતી સમુદાયના કેટલાક લોકો દ્વારા જાહેર સ્થળો પર થૂંકવાની ઘટનાઓ વધી હોવાના દાવા થયા હતા. લંડનના વેમ્બલી, હેરો, ક્વીન્સબરી, ઇસ્ટ લંડન, અને સાઉથ લંડન જેવા વિસ્તારોમાં, જ્યાં ગુજરાતી અને ભારતીય સમુદાયની વસ્તી વધુ છે, ત્યાં પાન-મસાલા અને માવાની પીચકારીઓની સમસ્યા ગંભીર બની હોવાના આરોપ લાગ્યા હતા.

ઘણા ભારતીય વિદ્યાર્થીઓના એવા પણ વીડિયો વાયરલ થયા છે, જેમાં અન્ય દેશના વિદ્યારથીઓને પરેશાન કરતાં હોય. પાડોશી હોય તેમને પરેશાન કરતા હોય. તો શું આ ભારતના સંસ્કાર અને સંસ્કૃતિ છે તેવા સવાલો ઉભા થયા છે.

ત્યારે ભારતીયો શું વિદેશમાં અપરાધિક ઘટનાઓને અંજામ આપવા જાય છે કે પોતાની પ્રગતિ માટે. દેશની ઈજ્જતની પરવા કર્યા વગર ભારતીયો વિદેશમાં જઈ બેફામ ગુના આચરે છે. જે ભારત માટે એક ચિંતાનો વિષય છે. કારણ કે હાલના સમયમાં આવી ઘટના વધુને વધુ બની રહી છે.

ત્યારે આ મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં….

આ પણ વાંચો:

US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ

Jimisa Alwani: ભારતીય મૂળની મહિલાએ અમેરિકામાં નાક કપાવ્યું, સામાન ચોરીને સ્ટોરમાંથી નીકળતાં જ પોલીસે પકડી

Surat: હોટલમાં માતાપિતા પાર્ટી માણતાં રહ્યાં, પાણીમાં દોઢ વર્ષના બાળકે તડફડિયા માર્યા, અંતે જીવ ગયો

Surat: મિત્રએ જ ગળુ કાપી માથુ ઝબલામાં લીધું, CCTVમાં લઈને ફરતો નજરે પડ્યો, હચમચાવી નાખતી ઘટના

Bihar protest: ચૂંટણી પહેલા પોલીસ ભરતી કરો, બિહારમાં યુવાનોનું ભયંકર પ્રદર્શન, સ્થિતિ બેકાબૂ

Related Posts

Modi: વિશ્વની મહાસત્તાઓમાં વર્ચસ્વની હોડ વચ્ચે ભારત ફરી ગુલામીના માર્ગે? યુદ્ધની સ્થિતિમાં મોદી બંગાળ કબ્જે કરવા નીકળ્યા!!
  • March 10, 2026

Modi: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધનો માહોલ હવે ધીરે ધીરે ગંભીર બનતો જઈ રહ્યો છે, ખાડી દેશોમાં તણાવ છે, કતારના LNG પ્લાન્ટ પર હુમલા બાદ ભારત માટે ગેસ અને ક્રૂડ ઓઈલની આયાત પર…

Continue reading
Narendramodi: શુ ભારતની મોદી સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે? જુઓ ખાસ વિશ્લેષણ
  • March 9, 2026

Narendramodi: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંગાળ પ્રવાસ દરમિયાન થયેલા પ્રોટોકોલ ભંગના વિવાદ બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધમાં ઉતરી પડ્યા છે અને મમતા બેનર્જી ઉપર પ્રહાર કરી રહયા છે ત્યારે લોકોમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ઈરાનની ટ્રમ્પને ખુલ્લી ધમકી “ટ્રમ્પ સાવધાન રે’જો, ક્યાંક તમે જ ખતમ ન થઈ જાઓ!

  • March 10, 2026
  • 5 views
Iran War: ઈરાનની ટ્રમ્પને ખુલ્લી ધમકી “ટ્રમ્પ સાવધાન રે’જો, ક્યાંક તમે જ ખતમ ન થઈ જાઓ!

DHOLAVIRA: કચ્છના ધોળાવીરામાં ન્યાય માટે લડત ચલાવી રહેલા ખેડૂતોની વેદના!જુઓ વિડીયો

  • March 10, 2026
  • 4 views
DHOLAVIRA: કચ્છના ધોળાવીરામાં ન્યાય માટે લડત ચલાવી રહેલા ખેડૂતોની વેદના!જુઓ વિડીયો

BJP: ભાજપ 25 વર્ષોથી ગામડાઓના વિકાસની વાતો કરે છે! પણ અમલ થતો નથી! લોકો ગામડાઓ છોડી રહયા છે!

  • March 10, 2026
  • 6 views
BJP: ભાજપ 25 વર્ષોથી ગામડાઓના વિકાસની વાતો કરે છે! પણ અમલ થતો નથી! લોકો ગામડાઓ છોડી રહયા છે!

Modi: વિશ્વની મહાસત્તાઓમાં વર્ચસ્વની હોડ વચ્ચે ભારત ફરી ગુલામીના માર્ગે? યુદ્ધની સ્થિતિમાં મોદી બંગાળ કબ્જે કરવા નીકળ્યા!!

  • March 10, 2026
  • 9 views
Modi: વિશ્વની મહાસત્તાઓમાં વર્ચસ્વની હોડ વચ્ચે ભારત ફરી ગુલામીના માર્ગે? યુદ્ધની સ્થિતિમાં મોદી બંગાળ કબ્જે કરવા નીકળ્યા!!

Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું અટ્ટહાસ્ય “મને ઈરાની જહાજો ડુબાડી દેવામાં મજા આવે છે!”અભિમાની ટ્રમ્પની આ હરકત જોઈ વિશ્વ ચોંકી ઉઠ્યું!

  • March 10, 2026
  • 9 views
Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું અટ્ટહાસ્ય “મને ઈરાની જહાજો ડુબાડી દેવામાં મજા આવે છે!”અભિમાની ટ્રમ્પની આ હરકત જોઈ વિશ્વ ચોંકી ઉઠ્યું!

AI: જેનો ડર હતો તે થયું! AI એ કંઈક એવું કર્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા!!

  • March 10, 2026
  • 9 views
AI: જેનો ડર હતો તે થયું! AI એ કંઈક એવું કર્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા!!