Vadodara: પ્રખ્યાત યુનાઈટેડ વે ગરબાના પાસ લેવા પડાપડી, 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત

  • Gujarat
  • September 21, 2025
  • 0 Comments

Vadodara: ગુજરાતના સૌથી વિશાળ ગરબા મેળા તરીકે જાણીતા યુનાઇટેડ વે ઓફ બરોડાના પાસ વિતરણ કાર્યક્રમમાં આજે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં કલાલી વિસ્તારમાં એમ.એમ. પટેલ ફાર્મ પાસે થયેલા આ વિતરણમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર 36 ,000 થી વધુ ખેલૈયાઓમાંથી હજારોની ભીડ ઉતરી આવી, જેના કારણે ધક્કામુક્કીમાં કાચ તૂટી પડ્યા અને ચાર-પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી. 108 એમ્બ્યુલન્સને બોલાવીને આગલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે સ્થિતિ વધુ બગડતા પોલીસને પણ દખલ કરાવવી પડી.

પ્રખ્યાત યુનાઈટેડ વે ગરબાના પાસ લેવા પડાપડી

આયોજકોએ કુરિયર સર્વિસમાં મુશ્કેલી અને ઈન્ટરનેટની તકલીફને કારણે આજે અલકાપુરી ક્લબમાં પાસ વિતરણની જાહેરાત કરી હતી. પરંતુ ભીડના દબાણમાં QR કોડ જનરેટ કરવામાં વિલંબ થતાં, તાત્કાલિક નિર્ણય લઈને જાહેરાત કરી કે હવે ગરબા ગ્રાઉન્ડ પરથી જ QR કોડ અને શોર્ટ કોડથી એન્ટ્રી મળશે. આ સમાચારથી ખૈલેયાઓમાં રોષ વધ્યો, અને ઘણા રિફંડની માંગ કરીને પાછા ફર્યા.

  ખેલૈયાઓની આક્રોશભરી પ્રતિક્રિયાઓ

મહેશભાઈ પટેલે કહ્યું, “ઓનલાઈન મેસેજ આવ્યું કે અલકાપુરી ક્લબથી પાસ લો, પરંતુ અહીં QR કોડની વાત કરી. હવે નવરાત્રિમાં ગરબા ગાવા જઈએ કે લાઈનમાં ઊભા રહીએ?” બીજા ખેલૈયા યતીન પટેલે ફરિયાદ કરી, “5,600 રૂપિયા પ્લસ ડિલિવરી ચાર્જ ભર્યા, પણ મેનેજમેન્ટ ઝીરો! 22 જણના ગ્રુપનો એક પણ પાસ નથી આવ્યો.” સાર્થક પટેલે પોલીસ પર પ્રહાર કર્યા, “પોલીસ મેનેજમેન્ટને બચાવે છે. કાચ તૂટ્યો, ઈજા થઈ, પણ તેઓ કહે છે કંઈ થયું નથી.” એક મહિલાએ કહ્યું, “QR કોડ નથી આવ્યા, માસીને કાચ વાગ્યો. પોલીસ આયોજકોને સુરક્ષિત કરે છે, અમને પાસનું ઉકેલ આપો.”

યુનાઇટેડ વે તરફથી અપાઈ ખાતરી

યુનાઇટેડ વે તરફથી તાત્કાલિક નિવેદન આપીને ખાતરી કરાઈ કે, તમામ 36,000 રજીસ્ટર્ડ  ખેલૈયાઓને ઈમેલ-એસએમએસ દ્વારા માહિતી આપવામાં આવી છે. “ચિંતા ન કરો, QR કોડથી ગ્રાઉન્ડ પર એન્ટ્રી મળશે. તમારા રજીસ્ટર્ડ મોબાઈલ લઈને આવો,” તેમ કહેતાં આયોજકોએ પ્રવેશની ખાતરી આપી. ACP ડી.જે. ચાવડાએ જણાવ્યું, “ભીડ વધુ હતી, તેથી QR કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ. તોડફોડ કે ઈજા વિશે કોઈ માહિતી નથી, આયોજકો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.”

આ ઘટનાએ નવરાત્રિના આગમન પહેલાં જ આયોજનની તૈયારીઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે.  ખેલૈયાઓ આશા કરે છે કે આગામી દિવસોમાં વ્યવસ્થા સુધરશે, જેથી ગરબાની ઉત્સાહમાં વિઘ્ન ન પડે.

આ પણ વાંચો:   

Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Mumbai: ‘તું મૂર્ખ છે, એટલે જ સરહદ પર..’ HDFC ના મહિલા કર્મચારીનું સેનાના જવાન સાથે અભદ્ર વર્તન, બેંકે આપી સ્પષ્ટતા

Arunachal Pradesh: 90 વિદ્યાર્થિનીઓ રાત્રે 65 કિલોમીટર પદયાત્રા કરી, તંત્રએ તાત્કાલિક લેવો પડ્યો આ નિર્ણય

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

  • Related Posts

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
    • October 29, 2025

    Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

    Continue reading
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
    • October 29, 2025

    Accident: સુરતના 7 યુવાનોને મહારાષ્ટ્રના શિરડીથી દર્શન કરી પરત આવતી વખતે અકસ્માત નડ્યો છે.ફોર્ચ્યુનરમાં સવાર 7 મિત્રોમાંથી 3 ના મોત થઈ ગયા હતા. જ્યારે અન્યોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 3 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    • October 29, 2025
    • 12 views
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    • October 29, 2025
    • 10 views
    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 16 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    • October 29, 2025
    • 13 views
    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    • October 29, 2025
    • 21 views
    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા