
અહેવાલ: દિલીપ પટેલ
Gujarat politics: આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કમલમ (ભાજપ કાર્યાલય) ખાતે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ અહેવાલમાં અત્યાર સુધીમાં બનેલા ભાજપ પ્રમુખો વિશે તેમજ મોદીને કેમ ભાજપ પ્રમુખ ન બનાવાયા અને ભાજપના પૂર્વ નેતાઓનું નામ લેવા પર પણ પ્રતિબંધ કેમ છે.
જનસંઘ અને ભાજપ
જનસંઘ, ભાજપ અને કેશુભાઈની આસપાસનું રાજકારણ ઘણું ઊંડું છે. ભાજપમાં વારંવાર પ્રશ્નો પૂછાતા રહ્યો છે કે શું કેશુભાઈ ન હોત તો જનસંઘ કે ભાજપ સત્તા માટે આટલા મૂળીયા ઉંડા ગયા હોત ખરા?
મુળીયા ઉંડા નાંખવાના તમામ નેતાઓના મૂળ ભાજપમાંથી કાપી નાખવામાં આવ્યા છે. ત્યાં સુધી કે તેમને યાદ કરવા એ ભાજપ દ્રોહ બની ગયો છે.
મોદી પહેલાંના ભાજપના સત્તાવાર દસ્તાવેજો સળગાવી દેવાયા
ખાનપુરથી ગાંધીનગર કોબા કચેરીમાં લઈ જવાની હતી ત્યારે મોદી પહેલાંના ભાજપના સત્તાવાર દસ્તાવેજો સળગાવી દેવાયા હતા.
1960માં કેશુભાઈ જનસંઘમાં જોડાયા
21 ઑક્ટોબર, 1951માં રાષ્ટ્રીય જનસંઘની સ્થાપના કરી હતી. જનસંઘ બન્યો તેના 9 વર્ષ પછી એટલે કે 1960માં કેશુભાઈ જનસંઘમાં જોડાયા હતા.
જનસંઘની સ્થાપના પછી રાજકોટ અને જૂનાગઢમાં બે કાર્યક્રમ હતા. અટલજી રાજકોટ આવતાં ત્યારે કેશુભાઈને ઘરે જ રોકાતા હતા. લીલાબેનને થેલો આપી કપડાં ધોઈ આપવાનું કહેતાં હતા. ટ્રેનમાં જવા માટે ટિકિટ કરાવી, કન્ફર્મ ન થઈ, અટલ કેશુભાઈ થેલા લાઈને સ્ટેશન આવ્યા અને કેશુભાઈને ટ્રેમાં પહેલાં ચઢાવી દીધા હતા.
થેલા પર કેશુભાઈને બેસાડી દીધા પછી, ટ્રેનની પાટલી પર પોટલી હતા. તે સામાન નીચે મૂકાવી પાટલી ખાલી કરાવીને તેના પર સૂઈને આખી રાત પ્રવાસ કર્યો હતો. પડખું ફેરવી શકાય તેમ ન હતું. ત્યારે જનસંઘને કાર કે વાહનો આપતાં ન હતા. તે માટે પૈસા પણ ન હતા. 1969થી 1974 દરમિયાન તેઓ જનસંઘના ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ તેમજ પ્રમુખ બન્યા હતા.
સૌરાષ્ટ્રમાં જનસંઘના હરિસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવીણભાઈ મણિયાર, ચીમન શુક્લ, સૂર્યકાંત આચાર્ય તેમજ અરવિંદભાઈ મણિયાર હતા.
1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિ પ્રધાન બન્યા હતા.
પહેલા પ્રદેશ પ્રમુખ
પક્ષના પ્રથમ પ્રદેશ પ્રમુખ તબીબ – ડૉ. મોહનનાથ કેદારનાથ દીક્ષિત હતા. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી હતી. તેઓ મૂળ કોંગ્રેસના હતા.
ગુજરાતમાં જનસંઘના પ્રથમ પ્રદેશ પ્રમુખનું નામ કોઈને યાદ નથી, તો પછી શ્રદ્ધાંજલિ કોણ આપે. કોંગ્રેસમાં હતા તેથી તેનું નામ લેવું તે રૂઢીચુસ્ત કટ્ટર ભાજપના નેતાઓ માટે મોત બરાબર છે.
કેશુભાઈનું પણ આવું જ છે. તેઓ ભાજપના પ્રથમ પ્રદેશ પ્રમુખ હતા. પણ મોદીની બીકના કારણે ભાજપના કાર્યકરો સ્વમાન નેવે મૂકીને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતા પણ ડરે છે. જો કોઈ ભૂલથી શ્રદ્ધાંજલિ આપે તો તેમની પર નક્કી કરેલા લોકો દ્વારા ફોન પર સવાલો કરવામાં આવે છે. માત્ર કેશુભાઈ જ નહીં, અશોક ભટ્ટ કે મોદી વિરોધી જેટલા નેતાઓ હતા તેમને કોઈ શ્રધ્ધાંજલિ આપે તો તેમને પ્રશ્નો પૂછવામાં આવે છે.
મંગલસેન ચોપરા, કાશીરામ રાણા, હરીસિંહ ગોહિલ, ચીમન શુક્લ, હરિપ્રસાદ પંડ્યા, બાબુભાઈ પટેલ, સૂર્યકાંત આચાર્ય, હેમાબહેન આચાર્ય, બળભદ્ર રાણા, કીર્તિ સિંહ રાણા, મકરંદ દેસાઈ, અરવિંદ મણિયાર, નાથાલાલ ઝઘડા, નગીનદાસ શાહ, પ્રા. ચીમનભાઈ શેઠ, નરસિંહ પઢિયારને શ્રદ્ધાંજલિ કોણ આપે.
શંકરસિંહ વાઘેલા, વજુભાઈ વાળા, દેવદત્ત પટેલ, ડો. એ. કે. પટેલ, ચીમનભાઈ શેઠને યાદ કરવાની હિંમત કરી શકે છે. કોઈ નહીં.
ભીખુ ભટ્ટ, દત્તા ચીરંદાસ, ભાનુભાઇ પટેલ, ચીનુભાઈ પટેલ, હરીન પાઠક, અશોક ભટ્ટ, વિદ્યાબહેન ગજેંદ્રગડકર, હેમાબહેન આચાર્ય, હંસિકાબેન મણિયારને ક્યારેય યાદ કરાય છે ખરા?
2002થી 2024 સુધી કોઈએ જાહેર કાર્યક્રમ કરીને શ્રદ્ધાંજલિ આપી હોય એવું બન્યું છે ખરું?
તેમના નામો ભૂંસી નાંખવામાં આવે તો જ ગુજરાતના લોકોમાં અને ભાજપમાં નરેન્દ્ર મોદીનું જ પ્રભુત્વ રહે. લોકો એવું માનતા રહે કે આજે ભાજપ છે તે બીજા કોઈ નેતાઓના કારણે નહીં પણ મોદીના કારણે છે.
જો આવું ન હોય તો તુરંત નરેન્દ્ર મોદીએ ઉપરના દરેક નેતાઓના નામે જાહેર શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખીને યાદ કરીને કહેવું જોઈએ કે, હું જે કંઈ છું, ભાજપ જે કંઈ છે તે આ નેતાઓના કારણે છે. પણ એ એવું નહીં કરી શકે.
પહેલું શાસન
સમગ્ર દેશમાં સૌ પ્રથમ શાસન બોટાદ નગરપાલિકામાં જનસંઘનું સ્થપાયું હતું.
જનસંઘની હિંદુ નીતિ સૌરાષ્ટ્રની પ્રજાને પસંદ આવી હતી. પાકિસ્તાનથી આવેલા લોકો અને સૌરાષ્ટ્રમાં રહેતા લોકો જનસંઘને કોંગ્રેસથી અલગ થઈ ને ટેકો આપવા લાગ્યા હતા. જનસંઘ હિંદુ રાષ્ટ્ર અને હિંદુ ધર્મ પર ચાલતો હતો.
વડોદરામાં મકરંદ દેસાઈ એવા જ શક્તિશાળી નેતા હતા. ટેક્નોક્રેટ હતા. તેઓ જનસંઘના પ્રદેશ પ્રમુખ બન્યા હતા. લક્ષ્મણરાવ ઇનામદાર જે, વકીલ સાહેબ તરીકે ઓળખાતા હતા.
જનસંઘની સ્થાપનાના 16 વર્ષ પછી, નરેન્દ્ર મોદી 1967 પછી અમદાવાદના મણિનગર વોર્ડમાં અંબાલાલ કોષ્ટી મંત્રી બનાવ્યા હતા. અંબાલાલ મિલ કામદાર હતા અને સંઘ અને જનસંઘનું કામ કરતા હતા. તેઓ અમદાવાદના મણિનગર સંઘ કાર્યાલય પર મોદીને લઈ ગયા હતા. અમદાવાદ આ એસ એસમાં લઈ જનાર અંબાલાલ હતા. મોદી સંઘ અને જનસંઘનું અમદાવાદમાં જોડાયા ત્યારે ગુજરાતમાં જનસંઘે સારું કાઠું કાઢ્યું હતું.
1967માં જનસંઘના ધારાસભ્ય તરીકે રાજકોટથી ચીમનભાઈ શુક્લ ચૂંટાયા હતા. તેથી મોદી રાજકારણમાં આવવા માંગતા હતા.
1963માં માણાવદર નગરપાલિકામાં બહુમતી મળી હતી. માણાવદરમાં બહુમતી મળતા જનસંઘના સ્થાનિક નેતા ગોરધનભાઈ ચૌહાણની હત્યા થઇ હતી.
1967ની સામાન્ય ચૂંટણીઓમાં વિધાનસભામાં સૌ પ્રથમ બેઠક પ્રાપ્ત કરી હતી.
1971 – 72ની વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષે 3 બેઠક જીતીને વિધાનસભામાં પોતાનું સ્થાન વધુ દઢ બનાવ્યું હતું.
1975માં પહેલી વાર ગુજરાતમાં બિન કોંગ્રેસ સરકાર બની હતી. પછી કટોકટી આવી હતી.
1977માં જનસંઘ, જનતા પક્ષમાં વિલીન થયો
1980માં બેવડા સભ્યપદના પ્રશ્ન જનતા પક્ષમાંથી અલગ થયેલ જનસંઘ જૂથે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરતાં ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું.
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રમુખ કેશુભાઈ પટેલ અને પ્રથમ મહામંત્રી નાથાભાઈ ઝઘડા હતા. બન્ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હતા.
પ્રદેશ પ્રમુખ મધ્ય ગુજરાતમાં મકરંદ દેસાઈ, શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતમાં અને કાશીરામ રાણાના પ્રદેશ પ્રમુખના સમયમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપનો વિસ્તાર વધતો ગયો હતો.ત્યારે પક્ષના મંત્રી તરીકે નરેન્દ્ર મોદી 1986માં આવ્યા હતા.
ભાજપને લોકપ્રિય કરવામાં દરેક પ્રદેશ પ્રમુખની મહત્વની ભૂમિકા
ભાજપને લોકપ્રિય કરવામાં દરેક પ્રદેશ પ્રમુખની મહત્વની ભૂમિકા હતા. પ્રદેશ પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદી ક્યારેય આવ્યા ન હતા. અશોક ભટ્ટ મૂળ સંઘના ન હોવાના કારણે તેમને પ્રદેશ પ્રમુખ ન બનાવાયાનું જોઈ શકાય છે.
ત્યારની સરકારો હાલની 2001થી 2024ની ભાજપ સરકારો જેવી ક્રુર ન હતી. પ્રજાના આંદોલનો કચડી નાંખવા માટે ક્રૃરતા આચરતા ન હતા.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







