Chhattisgarh: અમિત શાહે આપ્યો લોકોને ભરોસો, કહ્યું નક્સવાદીઓ વિકાસને નહીં રોકી શકે, નક્સવાદને ખતમ કરવાની આપી દીધી તારીખ!

  • India
  • October 5, 2025
  • 0 Comments

Chhattisgarh Naxalism: છત્તીસગઢમાં નક્સવાદીઓએ ભાજપ સરકારની ઊંઘ હરામ કરી છે. જેથી ભાજપ સરકાર બરાબર ભીંસમાં આવી છે. ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહ આજે બસ્તરની મુલાકાતે છે. તેમણે જગદલપુરમાં બસ્તર દશેરાના મુખ્ય ધાર્મિક વિધિ મુરિયા દરબારમાં હાજરી આપી હતી. તેમણે ફરીથી નક્સલવાદ પર કડક વલણ અપનાવ્યું અને એક મોટું નિવેદન આપ્યું. સભાને સંબોધતા તેમણે કહ્યું કે 26 માર્ચ પહેલા બસ્તર નક્સલ મુક્ત થઈ જશે. 31 માર્ચ, 2026 પછી, નક્સલવાદીઓ બસ્તરના વિકાસને રોકી શકશે નહીં. જો કે શાહના આ નિવેદન કેટલું ટકશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે ભાજપ સરકાર ઠાલા વચનો અને જુમલાઓ આપી ફરી જવામાં માહેર છે.

આપણે નક્સલવાદને નાબૂદ કરીશું: શાહ

શાહે આ દેશમાંથી નક્સલવાદને નાબૂત કરવાની તારીખ 31 માર્ચ, 2026 આપી છે. કેટલાક લોકો વાટાઘાટોની વાત કરે છે. હું ફરી એકવાર સ્પષ્ટ કરવા માંગુ છું. આપણી બંને સરકારો, છત્તીસગઢ સરકાર અને કેન્દ્ર સરકાર, બસ્તર અને સમગ્ર નક્સલવાદી પ્રદેશના વિકાસ માટે સમર્પિત છે. ચર્ચા કરવા જેવું શું છે? અમે ખૂબ જ આકર્ષક શરણાગતિ નીતિ વિકસાવી છે. આવો, તમારા શસ્ત્રો મૂકો.

તેમણે કહ્યું કે દિલ્હીના લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને નક્સલવાદે બસ્તરને વિકાસથી દૂર કરી દીધું છે. જોકે, ભાજપના શાસનમાં મફત આરોગ્ય વીમો, 3,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગરની ખરીદી અને એક મહિનામાં 500 થી વધુ નક્સલીઓના આત્મસમર્પણ સહિત નક્કર પગલાં લેવામાં આવ્યા છે. બસ્તર હવે ઓલિમ્પિક હબ બની રહ્યું છે. દેશભરના આદિવાસીઓ અહીં રમશે. આ પ્રદેશ હવે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર છે. હું દિલ્હી જઈશ અને બધાને આ વિશે જણાવીશ અને તેમને મુરિયા દરબારની મુલાકાત લેવાની અપીલ કરીશ.

નક્સલવાદ શું છે?

નક્સલવાદ (Naxalism) એ ભારતમાં એક વામનીષ્ઠ (માઓવાદી) વિદ્રોહી આંદોલન છે, જે મુખ્યત્વે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ચાલે છે. તેની શરૂઆત 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં થઈ હતી, જ્યાં કિસાનોએ જમીનદારો વિરુદ્ધ બળપ્રયોગ કર્યો હતો. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ ભારતીય રાજ્યવ્યવસ્થાને ઉથલપાથલ કરીને ગરીબો અને વંચિત વર્ગો (ખાસ કરીને આદિવાસીઓ) માટે જમીન અને સંસાધનોનું વિતરણ કરવાનો છે. છત્તીસગઢ ભારતમાં નક્સલવાદનું મુખ્ય કેન્દ્ર છે, ખાસ કરીને બસ્તર અને દક્ષિણ બસ્તરના જંગલી વિસ્તારોમાં, જ્યાં આદિવાસીઓની વસ્તી વધુ છે અને જમીન-ખનીજ સંસાધનો પર વિવાદ છે. છત્તીસગઢમાં નક્સલવાદ 1980ના દાયકામાં મજબૂત થયું, જ્યાં માઓવાદીઓએ ગરીબી, શોષણ અને વિસ્થાપન વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો.

આ પણ વાંચો:

Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર

Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર

સૌથી વધુ દગો કોંગ્રેસે કર્યો, હોલસેલ MLAની સપ્લાઈ BJPને, કોઈપણ સંજોગમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં: Arvind Kejriwal

Bihar: વાહ શું વાત છે? સમ્રાટ ચૌધરીએ ફ્રી વીજળીનો AI મેસેજ રેકોર્ડ કર્યો!, ચૂંટણી પહેલા જ કરોડોનો ધૂમાડો કરી નાખ્યો?

Vadodara: વકીલે ઓફિસમાં જ કામ કરતી યુવતી પર વારંવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

Uttarakhand: ‘આ બધુ તમારા ઘરમાં કરો’, ‘તમે અમને કહેવાવાળા કોણ?’, હિંદુ સંગઠને વેસ્ટર્ન કપડાંનો વિરોધ કરતાં છોકરીઓએ આપ્યા…

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી