UP: ‘હું કોઈથી ડરતો નથી, માર મારી બેભાન કરી દઈશ’, પોલીસે વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યો, વીડિયો વાયરલ થઈ જતાં…

  • India
  • October 6, 2025
  • 0 Comments

UP Police video viral: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વિદ્યાર્થી પર પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પોલીસ કર્મચારી વિદ્યાર્થી સાથે દુર્વ્યવહાર અને ગંભીર રીતે માર મારતો જોવા મળે છે. તે તેને બેભાન કરીને મારવાની ધમકી પણ આપે છે. આ સમગ્ર ઘટના કિડવાઈ નગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતી કિડવાઈ નગર પોલીસ ચોકીમાં બની હોવાનું કહેવાય છે.

વીડિયો વાયરલ થયા બાદ  યુપીની કાનપુર પોલીસ ટ્રોલિંગનો ભોગ બની છે. બીજી તરફ લોકો પોલીસની કામગીરીને લઈ સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે રક્ષક જ ભક્ષક બની રહ્યા છે. જેથી પોલીસની કામગીરી પ્રત્યે રોષ જોવા મળ્યો છે.

મળતાં અહેવાલો અનુસાર કિદવાઈ નગર પોલીસ ચોકીના ઇન્ચાર્જ અમિત વિક્રમ ત્રિપાઠીએ ઓવર સ્પીડે જઈ રહેલા વિદ્યાર્થીઓને રોકી બાઇક જપ્ત કરી લીધી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ ચોકીના ઇન્ચાર્જને બાઇક જપ્ત કરવા અંગે પૂછપરછ કરતાં ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ઇન્ચાર્જ અને એક પોલીસકર્મીએ એક વિદ્યાર્થીને માર માર્યો હતો.

વીડિયોમાં ચોકીના ઇન્ચાર્જ વિદ્યાર્થીને લાત અને મુક્કા મારી રહ્યા છે અને તેને બેભાન કરવાની ધમકી આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ કહે છે કે તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી, પરંતુ તેમ છતાં તેમનું અપમાન કરવામાં આવ્યું હતું અને માર મારવામાં આવ્યો હતો. ચોકીના ઇન્ચાર્જે કહ્યું, “હું કોઈથી ડરતો નથી.”

ડીસીપીએ તપાસના આદેશ આપ્યા

ડીસીપી સાઉથએ જણાવ્યું કે આ ઘટના 5 ઓક્ટોબરના રોજ બની હતી. વીડિયોની નોંધ લેતા, આરોપી પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેસની તપાસ એસીપી બાબુ પૂર્વાને સોંપવામાં આવી છે. તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: 

UP News:”મરી જઈશ, પણ વીડિયો ડિલીટ નહીં કરું”, REEL ડિલીટ કરાવવા આવેલા પોલીસને છોકરીએ છરી બતાવી આપી ધમકી

યુપીમાં BJP નેતાની 45 વર્ષ જૂની દુકાન તોડી પડાઈ, રડતાં રડતાં કહ્યું મારા માટે પીડાદાયક

UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…

Gir Somnath: વેરાવળમાં 80 વર્ષ જૂનું 3 માળનું મકાન રાત્રે તૂટી પડ્યું, માતા-પુત્રી અને બાઇકસવાર જીવ ગયો

Delhi: ‘ડિલિવરી બોયે મને ખોટી રીતે સ્પર્શ કર્યો’, શરમજનક કૃત્ય CCTVમાં કેદ, કંપનીએ શું કહ્યું?

Related Posts

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?
  • August 4, 2026

Bankipur By Election 2026: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. જન સુરાજ પાર્ટી (જેએસપી)ના સ્થાપક પ્રશાંત કિશોરે ભાજપના મજબૂત ગઢ તરીકે ઓળખાતી…

Continue reading
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
  • August 4, 2026

Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ