
Akshay Kumar news: અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેની ક્લાસ લગાવી રહ્યા છેઅક્ષય કુમાર ટ્રોલર્સના નિશાના પર આવ્યા છે અને આ વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ જોડાઈ રહ્યું છે.
આ વીડિયોમાં અક્ષયે તેના પિતાના અલગ-અલગ વ્યવસાયનો ખુલાસો કર્યો છે. જેની જુદીજુદી કલીપ મિક્સ કરી વીડિયો બનાવી વાયરલ કરાતા યુઝર્સ તેની મજાક ઉડાવી રહયા છે યુઝર્સે કહ્યું, અક્ષયનું “જૂઠાણા પર જુઠ્ઠાણું.” પકડાઈ ગયું છે.
ડૉ. નીમો યાદવ નામના યુઝર્સએ સોશ્યલ મીડિયામાં અક્ષયનો વીડિયો મુકી કેપ્સનમાં લખ્યુ કે આખરે હવે સમજાયું કે અક્ષય શામાટે મોદીને પ્રેમ કરે છે. હકીકતમાં અક્ષય પોતાના પિતાના વ્યવસાય વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે આ વિડીયોમાં અલગ અલગ ઇન્ટરવ્યુની ક્લિપ્સ છે. એકમાં, અક્ષય કહે છે કે તેના પિતા સેનામાં હતા, બીજામાં, તે કહે છે કે તે એક રેસલર હતા, અને ત્રીજામાં કહે છે કે તે એક એકાઉન્ટન્ટ હતા આમ દરેક વીડિયોમાં જુદા જુદા વ્યવસાયનો ઉલ્લેખ કરતો જોવા મળી રહ્યો છે.
આમ,દરેક વીડિયોમાં પોતાના પિતા હરિઓમ ભાટિયા અંગે જુદીજુદી વાત કરતા એક યુઝર્સ ડો.નીમો યાદવે કેપ્સનમાં કટાક્ષ કરતા લખ્યુ કે “શું તમને ખબર છે કે અક્ષય કુમાર મોદીને કેમ પ્રેમ કરે છે અને મોદી અક્ષયને..” તેમના કહેવાનો મતલબ હતો કે બન્ને જૂઠું બોલવામાં માહેર છે. તેજ રીતે શીવેન્દ્ર ઇતોરિયાએ પણ આ વીડિયો મૂકીને કટાક્ષ કરતા યુઝર્સ જુદી જુદી પ્રતિક્રિયા આપી રહયા છે.
યુઝર્સ અક્ષયની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, “તેના પિતા સેનામાં એકાઉન્ટન્ટ હતા જ્યારે હિસાબ માંગવામાં આવતો ત્યારે તે કુસ્તી કરતા હશે.
બીજાએ લખ્યું, “કુસ્તીમાંથી તે સેનામાં જોડાયા અને પછી એકાઉન્ટન્સી કરવાનું શરૂ કર્યું.” ત્રીજાએ લખ્યું, “જૂઠાણા પછી જુઠ્ઠું બોલવું.” બીજાએ લખ્યું, “તેના પિતાની વાત સાંભળીને મને પૂજા ચાચાની યાદ આવે છે.
બીજાએ લખ્યું, “તેમના પિતા દુગ્ગલ સાહેબ હતા. તેઓ દરરોજ કંઈક નવું બનતા.” અક્ષયના પિતા, હરિ ઓમ ભાટિયા, ખરેખર એક આર્મી ઓફિસર હતા તેમને કુસ્તીનો ખૂબ શોખ હતો.
સેના છોડ્યા પછી તેમણે દિલ્હીમાં યુનિસેફ માટે એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને તેમના પિતાથી પ્રેરાઈને અક્ષય પણ સેનામાં જોડાવા માંગતા હતા પણ પછીથી તેઓ અભિનેતા બન્યા હતા.
મહત્ત્વનું છે કે અક્ષય કુમાર બોલિવૂડનો ખિલાડી છે અને ચાહકોને તેનો અભિનય અને રમૂજ બંને ખૂબ ગમે છે. અક્ષય કુમારની ફિલ્મોના દ્રશ્યો અને મીમ્સ દરરોજ ઇન્ટરનેટ પર વાયરલ થાય છે પણ આ વિડિયો વાયરલ થતાં કેટલાક યુઝર્સ તેને પીએમ નરેન્દ્રભાઈ મોદી સાથે સરખાવી રહયા છે અને જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવીને ટ્રોલ કર્યો છે.
આ પણ વાંચો:
Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ
પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








