
bhavya gandhi: જગતપુર ખાતે આવેલ ક્રિષ્ના હાઈટ્સમાં તા. ૬. ૧૦. ૨૦૨૫ શરદપૂનમના દિવસે એકવીસ કુંડી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞની પુર્ણાહુતી બાદ મયુર આરતી, વય વંદના તથા મહિલા મડળ અને દાતાશ્રીઓના સત્કાર સમારંભ યોજાયો. ખાસ ધ્યાન દોરતી બાબત એ હતી કે આ પ્રસંગે અથક મહેનત કરનાર સફાઈ કર્મીઓ અને સિક્યુરિટી સ્ટાફના શ્રમ દાનને સન્માનિત કરવામાં આવ્યું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં ટપુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીની ઉપસ્થિતિએ ક્રિષ્ના પરિવારમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ સર્જયું. ખાસ કરીને બાળકો ભવ્ય ગાંધી (ટપુ )ની હાજરીથી કિલ્લોલ કરી ઉઠ્યા. સમારંભ ના અધ્યક્ષ સ્થાને જાણીતા પત્રકાર, લેખક અને રાજકીય વિશ્લેષક શ્રી રાજેશ ઠાકરે શોભાવ્યું.વિશેષ મહેમાન તરીકે લેખક,અધ્યાપક અને વક્તા પ્રો. ડો. રાકેશ જોશી હાજર રહ્યાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. અશોક ત્રિવેદીએ કર્યું.
સમગ્ર ધાર્મિક અનુષ્ઠાનને નારી વઁદના સ્વરૂપે સ્ત્રી શસક્તિકરણને અપર્ણ કરાયો. આ સમગ્ર આયોજન યજ્ઞ સમિતિના પ્રમુખ શ્રી ભીખાભાઇ જોશી અને ટીમ તેમજ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન શ્રી ધીરેનભાઈ જાની અને કમિટી મેમ્બર્સ દ્વવારા ક્રિષ્ના પરિવારના સહયોગ થકી સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
આ પણ વાંચો:
Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ
પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?







