Gujarat politics: મોદીએ કિસાનોને જૂઠાણામાં ન આવવા ચેતવ્યાં અને પછી છેતર્યાં ! । kaal chakra 110

Gujarat politics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની જનતાને અનેકો વાયદાઓ કર્યા છે પરંતુ તેમાંથી હજુ પણ ઘણા બધા વાયદાઓ અધૂરા છે. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કિસાનોને વૈજ્ઞાનિક ખેતી દ્વારા સમૃધ્ધ કરવા માટે રાજ્યના 225 તાલુકા દીઠ દરેક તાલુકામાં ‘કૃષિ ટાસ્ક્વોર્સ’ રચવાની જાહેરાત કરતા જણાવ્યું છે કે દરેક તાલુકામાં બે કૃષિ વૈજ્ઞાનિક અને એક કૃષિ અધિકારીનું બનેલું ટાસ્ક્વોર્સ ખેડૂતો સાથે બેસીને સમૃધ્ધ ખેતીનું આયોજન કરશે.

કિસાનોના વિશાળ સંમેલનને અમરેલીમાં સંબોધતા નરેન્દ્ર મોદીએ કિસાનોને ગુમરાહ કરનારી જૂઠાણાની બયાનબાજી કરનારાઓથી ચેતવાની અપીલ માર્મિકરૂપે કરી હતી.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલીનાં ઉપક્રમે આજે યોજાયેલા વિશાળ કિસાન સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીએ ટેકનોલોજી મિશન ઓન કોટન (TMC) પ્રોજેક્ટના સહયોગથી માર્કેટ યાર્ડમાં તૈયાર થયેલી આધુનિક ખેડૂત ઉપયોગી સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું અને રાજ્યમાં સૌપ્રથમ અમરેલીથી બાજરીની ખરીદી ટેકાના ભાવે કરવાનો પ્રારંભ થયો હતો.

આખી દુનિયામાં કોઇ દેશ પાસે 700 કૃષિ વૈજ્ઞાનિકો નથી, ગુજરાત પાસે છે. આ કૃષિ વૈજ્ઞાનિકોનો તાલુકાવાર વૈજ્ઞાનિક ખેતી માટે ટાસ્કફોર્સ બનશે જેમાં બે કૃષિ વૈજ્ઞાનિક અને એક કૃષિ અધિકારીનું ટાસ્કફોર્સ ખેડૂતો સાથે બેસીને ખેતીવાડીને સમૃધ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહેશે. આ ટાસ્ક્વોર્સ કૃષિ ક્ષેત્રે આધુનિક ખેતી માટે કિસાનને સર્વાંગી ધોરણે ઉપકારક બનશે એવી રૂપરેખા મુખ્ય મંત્રીએ આપી હતી.

ખેડૂતને વીજળીના ભાવના નામે ગુમરાહ કરનારાની નિયત ખોટી છે તેને ઓળખી લેવા મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ખેડૂતને પાણી મળશે તો કાચું સોનું પકવી આપશે અને ચેકડેમો તથા બોરી બાંધથી ભૂગર્ભ જળ સંચય માટે ખેડૂતને પ્રેરિત કર્યા પછી નર્મદાના પાણીથી સિંચાઈ માટે એડી-ચોટીનું જોર આ સરકાર લગાવી રહી છે.

વીજળી માટે ખેડૂતો આગળ જૂઠાણાની બયાનબાજી કરનારાને પડકારતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કૃષિ વિષયક વીજળી માટે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી અને તેમને ફાવતું ના હોય તો કોંગ્રેસના પૂર્વ નાણાં મંત્રી મનમોહનસિંહ સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છે.

મુખ્ય મંત્રીએ ગુજરાતના 60 લાખ ખેડૂતોમાંથી 6 લાખ કિસાનો જ વીજળી કનેકશન વાપરે છે અને તેમને દર વર્ષે રૂા. 1765 કરોડની સબસીડી અપાય છે. એકમાત્ર ગુજરાતમાં જ સૌથી વધુ વીજળી અને સૌથી વધુ વીજ સબસીડી કિસાનોને મળે છે.

શહેરોની જેમ જ ગામડા માટે પણ 24 કલાક વીજળી કેમ ના મળે? તેનું મંથન કરીને આ સરકારે જયોતિગ્રામ યોજનાથી ગામડામાં પણ થ્રી ફેઈઝ સતત વીજળી આપવાનું અગાઉના શાસકોને સપનું લાગતું, અશક્ય ગણાવાતું કામ શક્ય કરી બતાવ્યું છે.

અગાઉની કોઈ પૂર્વ સરકારોને સૂઝયું નથી તેવું ખેતીવાડી અને ગામડાના ઘરવપરાશના-ધંધાના ગ્રાહકોને વીજળીના જોડાણો અલગ-અલગ રીતે આપવાની યોજના આ સરકારે અમલમાં મૂકી છે તેનાથી સૌરાષ્ટ્રના ગ્રામીણ અર્થતંત્રમાં અનોખી ક્રાંતિ આવવાની છે તેની ભૂમિકા આપી કૃષિ આધારિત ઉદ્યોગોનો લાભ ગામડાને વધુ તાકાત આપશે. શહેરોની જેમ ગામડામાં પણ સુવિધા મળશે તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

લોકભાગીદારીથી વિકાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા મુખ્ય મંત્રીએ જણાવ્યું કે 45 વર્ષ સુધી પ્રજાને ખોટા પ્રલોભનો આપીને હવે કાળા વાવટા લઈને ફરનારા લોકોની નકારાત્મકતા ક્યારે ય કશું ભલું કરી શકે નહીં અને સત્તામાં હતા ત્યારે કાળા કામો કરવા તથા સત્તામાંથી ફેંકાઈ ગયા પછી કાળા વાવટાથી ખેડૂતોના-કિસાનોના ભલાની કોઈ વાત કે હકારાત્મક અભિગમની આશા આવા લોકો પાસે રાખી જ શકાય નહીં.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે આખી નર્મદા યોજનામાં અત્યાર સુધી જેટલો ખર્ચ થયો છે તેટલો લાભ છ લાખ વીજળી જોડાણ ધરાવતા ખેડૂતોને સબસીડીરૂપે મળેલો છે. જો આ સબસીડી નર્મદા પોજેકટમાં વપરાઈ હોત તો તમામ 60 લાખ ખેડતોને લાભ મળી શક્યો હોત.

આમ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેડૂતોને જુઠ્ઠાણાવાળા નિવેદનોમાં ન આવવા માટે ચેતવ્યા હતા અને  પોતે કેટલા જુઠ્ઠાણા ચલાવ્યા તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શું કહ્યું જુઓ વીડિયો….

આ પણ વાંચો: 

 Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ

Gold prices:  સોનાના ભાવો આસમાને પહોંચતા હવે મધ્યમ વર્ગ માટે સોનુ ખરીદવું અશક્ય બન્યું! રોકેટ ગતિએ ભાવો વધવાનું આ છે કારણ,વાંચો

પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’

UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?

UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 3 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 7 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 10 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 5 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

  • September 17, 2026
  • 10 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ