
Bihar politics: આજે ગુજરાત માટે ખુબ જ ખાસ દિવસ છે. લાંબા સમયથી ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલતી હતી. ત્યારે આજે આ અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. આજે ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ ગઈ છે. ત્યારે બીજી તરફ બિહારમાં પણ ચૂંટણી આવી રહી છે. ત્યારે આ બિટવીન ધ લાઇન્સના સુનીલ જોશીએ એક આર્ટીકલ લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાત ઠારવા જતાં કેવી રીતે બિહાર બગડ્યુ..અને ગુજરાત ઠારવા આવનાર અમિત શાહને અચાનક કેમ બિહાર દોડવું પડયુ હતું.
સુનીલ જોશીએ લખેલા આર્ટીકલમાં તેમણે જણાવ્યું છે કે, ભાજપના ટોચના બે નેતાઓ નરેન્દ્રભાઇ મોદીના હોમસ્ટેટ ગુજરાતમાં ગઇ કાલે 16મી ઓકટોબરે આખે આખા મંત્રીમંડળના રાજીનામા લઇ લેવાયા.એ સમયે મુખ્યમંત્રી ગુજરાતમા નહોતાં. રાજયપાલ પણ ગુજરાત બહાર હતાં. ગુજરાતમાં અચાનક એવો તે કયો રાજકિય ધરતીકંપ આવ્યો. અખબારોની હેડલાઇન ચમકવા માંડી. ટી.વી.માં ન્યુઝ ફલેશ ચમકવા માંડયા. ગુજરાતના રાજકારણમાં રાજકિય ભુકંપ. એક બાદ એક સમાચારો બ્રેક થતાં રહયા. બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં તમામ પ્રધાનોને ગાંધીનગર બોલાવી તેમના રાજીનામાં લઇ લેવાયા.
બાદમાં અનઓફિશિયલી જાહેર થયુ હતુ કે શુક્રવારે બપોરે 11-30 મિનિટે નવા પ્રધાન મંડળની રચના થશે. ગુજરાતના મુખ્યમંત્રીનું રાજીનામું ન હતું. તેથી તેમનું રાજીનામું હવે લેવાશે કે તેમને મુખ્યમંત્રી પદે ચાલુ રખાશે? છાતી ઠોકીને કોઇ ટીવી ચેનલ કે મિડિયા કે ભાજપની સ્થાપના પહેલાંના અખબારો કહી શક્યા ન હતા.ભાજપ હવે એ તસદી નથી લેતું કે ગુજરાતની પ્રજાની અપેક્ષા શું છે? વિશ્વના સૌથી મોટા રાજકિય સંગઠનની મહત્વની બાબતો અંગે લોકોને કન્સર્ન હોય છે. લોકશાહિમાં જયારે સરકારને લગતી કોઇ માહિતી હોય ત્યારે તેની માહિતી આપવાની સરકારની ફરજ હોય છે. રિયલ ટાઇલ માહિતીના અભાવે ઘણા અનર્થો અને અફવાઓને વિનાકારણ પવન મળે છે.
ગઇ કાલે પણ એવું જ થયુ. પ્રધાનમંડળની રચના સમયે કેન્દ્રના ટોચના નેતાઓ હાજર રહેશે. અમિતભાઇ શાહ,જે.પી.નડ્ડા,સુનીલ બંસલ સહિતના નેતાઓ રાત્રે જ ગુજરાત આવી જાય છે તેવા સમાચારો વહેતા રહયા. આ મીડનાઇટ ઓપરેશન જ શું કામ ? સરકારી કામ દિવસના ન થઇ શકે ? અચાનક મોડી રાત્રે એવા સમાચાર આવ્યા કે અમિત શાહ ગુજરાત નહિ આવે. બસ ચેનલો એટલાં જ સમાચાર આપી શકી. બ્રેકીંગમાં.આ સમાચારનું મુળ શોધવાની કોશિષ કરી ત્યારે ખબર પડી કે ગુજરાત ઠારવા આવનાર અમિત શાહને અચાનક બિહાર દોડવું પડયુ.
બિહારમાં નીતિશ કુમાર બગડયા છે. ભાજપ અને નીતિશ કુમારના પક્ષ જેડીયુ અને સાથી પક્ષોના જોડાણનું રાયતું થઇ જાય તેવી શકયતા છે. ભાજપના નેતાઓ બિહારમાં મહારાષ્ટ્રવાળી કરવા માંગે છે. જે રીતે સીંદેનો મુખ્યમંત્રી પદેથી કાંટો કાઢી નાંખ્યો એ રીતે ચુંટણી બાદ નીતિશકુમારનો કાંટો કાઢી નાંખવા માંગે છે. પણ નીતિશકુમારને આ બાબતની ભનક ભાજપના કેટલાંક અસંતુષ્ઠ નેતાઓએ આપી દીધી. આથી નીતિશકુમાર આગબબુલા થઇ ગયા. પરિસ્થિતિ કાબુ બહાર ચાલી જાય એવું લાગતાં અમિત શાહ ગુજરાતને પડતું મુકી બિહાર બાજુ દોડયા. આ કામ આમ તો ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાને કરવાનું હોય.પણ નડ્ડા સાહેબ તો નડ્ડા સાહેબ છે. એ હાઇકમાન્ડની સુચના મુજબ જ કર્મઠ રહે.
જે રીતે ભાજપના હાઇમાન્ડ સામે એક બાદ એક રાજયમાંથી પડકારો આવી રહયા છે એ જોતાં એકલાં અમિતભાઇ બધી જગ્યાએ કેમ પહોંચશે ? એ સવાલ થાય સુનીલ ભાઈએ સવાલ કર્યો કે, જો કે અમિતશાહે તો આ ઉભા કરેલાં પડકારો છે. આમ આમ સુનીલ જોશીએ જ આગામી દિવસોમાં રાજકીય ઉથલપાથલ ચાલુ રહેશે, તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ








