મહાકુંભમાં આવેલ સ્ટીવ જોબ્સના પત્ની પડ્યા બીમાર; કહ્યું- મેં આવી ભીડ ક્યારેય જોઈ નથી

  • India
  • January 14, 2025
  • 0 Comments
  • મહાકુંભમાં આવેલ સ્ટીવ જોબ્સના પત્ની પડ્યા બીમાર; કહ્યું- મેં આવી ભીડ ક્યારેય જોઈ નથી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરુ થઈ ગયો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને અનેક હસ્તિઓ જોડાઈ રહ્યા છે. આ મેળામાં એપલના સ્વર્ગસ્થ સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ પણ હાજર છે, જોકે તેઓ ભારે ભીડ જોઈને બીમાર પડ્યા હોવાની વિગતો સામે આવી છે.

ભીડ અને બદલાયેલાના વાતાવરણના કારણે લોરેન પોવેલ બીમાર

આધ્યાત્મિક ગુરુ કૈલાશાનંદ ગિરિની શિબિરમાં રહેતાં લોરેન પોવેલ(Laurene Powell Jobs)ને ભીડ તેમજ બદલાયેલા વાતાવરણને કારણે એલર્જી થઈ છે. સ્વામી કૈલાશાનંદે આજે (14 જાન્યુઆરી) કહ્યું કે, ‘લોરેન પોવેલ હાલ મારી શિબિરમાં છે. તેમણે અગાઉ ક્યારે આવી ભીડભાડવાળી જગ્યા જોઈ નથી. તેમને કેટલીક એલર્જી થઈ છે. તેઓ ખૂબ જ સરળ છે અને તમામ પરંપરાઓનું પાલન કરી રહ્યા છે.

બીમાર પડ્યા હોવા છતાં પોવેલે સંગમસ્નાન કરવા ઇચ્છે છે. તેઓ ગંગા-યમુના-સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવવાની વિધિમાં ભાગ લેવા માંગે છે. સ્વામી કૈલાશાનંદે કહ્યું કે, પોવેલ ધાર્મિક વિધિમાં ભાગ લે તે પહેલાં સ્વસ્થ થવા માટે શિબિરમાં આરામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નિરંજની અખાડાએ લોરેન પોવેલનું નામ બદલી કમલા કર્યું છે. તેમને આચાર્ય કૈલાશ નંદગિરિ મહાત્માનું ગોત્ર પણ આપવામાં આવ્યું છે. તેઓ મહાકુંભમાં કલ્પવાસમાં સાધના કરી રહ્યા છે. આ પહેલાં પોવેલ જોબ્સે શનિવારે બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા. કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા પછી લોરેન પોવેલ જોબ્સ હવે પ્રયાગરાજ પહોંચી ગયા છે. લોરેન પોવેલ જોબ્સની કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત ચર્ચામાં આવી છે. કારણકે, આ મંદિરમાં તેમને શિવલિંગને સ્પર્શ કરતાં અટકાવવામાં આવ્યા હતા.

લોરેનનું કરવામાં આવ્યું નામકરણ 

આચાર્ય કૈલાશ નંદગિરિ મહારાજે કહ્યું કે ‘હું માનું છું કે તેઓ અહીં અંગત કાર્યક્રમ માટે આવ્યા છે. તે અમારી દીકરી જેવી છે કારણ કે શિષ્ય દીકરી છે. અમે તેમનું નામ કમલા રાખ્યું છે. અમે તેમને અમારું ગોત્ર આપ્યું છે. તે બીજી વખત અહીં આવી છે. તે તેમના કેમ્પમાં પણ થોડા દિવસ રોકાશે. તે ગુરુજીને પ્રશ્નો પણ પૂછશે. આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. નિરંજની અખાડા તેમને મહામંડલેશ્વર બનાવી રહ્યા છે. મને લાગે છે કે આપણી પરંપરા આખી દુનિયામાં ફેલાઈ જવી જોઈએ. પણ પરંપરા ભૌતિકવાદી હોય, વૈચારિક હોય, કે આધ્યાત્મિક હોય, તેમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ.

આ પણ વાંચો- કડી: વ્યાપારી શો-રૂમને તાળું મારવા રહ્યો’ને બેગની થઈ ચીલ ઝડપ; 9 લાખ રૂપિયા છૂમંતર

Related Posts

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ