જમ્મુ-કાશ્મીરમાં રહસ્યમય બીમારીથી એક મહિનામાં 14 લોકોના મોત

  • India
  • January 15, 2025
  • 0 Comments

જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરીના બધાલ ગામમાં રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બીજી શોકિંગ માહિતી તેવી છે કે મૃત્યુ પામેલાઓમાં ત્રણ પરિવારોના 11 બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. આ બનાવથી બધાલ ગામ અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. સરકારે આ મામલાની તપાસ માટે આરોગ્ય ટીમો તૈનાત કરી છે.

એક પછી એક મોતના કારણે ડરનો માહોલ ઉભો થયો

મળતી માહિતી મુજબ સફીના કૌસરનું જમ્મુની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પછી બે દિવસમાં તેના અન્ય ત્રણ ભાઈ-બહેનો પણ મૃત્યુ પામ્યા. બે લોકો હજુ પણ મોત સાથે જંગ લડી રહ્યા છે. સોમવારે તેના દાદા મોહમ્મદ રફીકનું રાજૌરીની હોસ્પિટલમાં અવસાન થયું હતુ. ગયા મહિનાની શરૂઆતમાં ગામમાં બે પરિવારના નવ લોકોના મોત થયા હતા. પ્રાથમિક તબક્કે એવું લાગતું હતું કે આ મૃત્યુ ફૂડ પોઈઝનિંગના કારણે થયા છે. જો કે, મોટાભાગના ગ્રામજનોએ સમાન લક્ષણોની ફરિયાદ કરતા પરિસ્થિતિ ગંભીર માનવામાં આવી હતી. આ પછી સરકારે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને દેશની ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓમાંથી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા.

જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ રહસ્યમય મૃત્યુનું કારણ વાયરલ ઇન્ફેક્શન હતું. જો કે, ડૉક્ટરે એમ પણ કહ્યું કે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે વધુ અભ્યાસની જરૂર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે, PGI ચંદીગઢ, AIIMS દિલ્હી અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), દિલ્હીના નિષ્ણાતોની ટીમે પણ કેસની તપાસમાં મદદ કરવા ગામની મુલાકાત લીધી છે.

આ પણ વાંચો-ઉત્તરાયણના પર્વ વચ્ચે પાટણમાં ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત

Related Posts

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ
  • June 25, 2026

Muzaffarnagar Bonded Labor: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી સામે આવેલી બંધુઆ મજૂરીની ઘટનાએ એક એવા કાળા સત્ય પરથી પડદો ઉઠાવ્યો છે, જે ૨૧મી સદીના સભ્ય સમાજ માટે શરમજનક છે. તિતાવી પોલીસ…

Continue reading
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’
  • June 25, 2026

Passport Citizenship Controversy: ભારતનું પાસપોર્ટ ધારક હોવું એટલે કે તમે ગૌરવ સાથે કહી શકો કે તમે ભારતીય નાગરિક છો. પરંતુ, શું આ દસ્તાવેજ ખરેખર તમારી નાગરિકતાની કાયમી અને અંતિમ ગેરંટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

  • June 25, 2026
  • 4 views
Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 6 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 9 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 8 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 10 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 10 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની