
અમેરિકાની પ્રસિધ્ધ શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ કંપની બંધ કરવામાં આવી રહી છે. કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસને બુધવારે મોડી રાત્રે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કંપનીને બંધ કરવાનો નિર્ણય ઘણી ચર્ચા અને વિચારણા પછી લેવામાં આવ્યો છે. જો કે, કંપની માલિક નાથન એન્ડરસને કંપની બંધ કરવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહોતું. હિન્ડનબર્ગ રિસર્ચ 2017માં શરૂ કરવામાં આવી હતી.
હિંડનબર્ગ રિસર્ચના અહેવાલોને કારણે ભારતના અદાણી ગ્રુપ અને ઇકાન એન્ટરપ્રાઇઝ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું. ઓગસ્ટ 2024માં હિન્ડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનો અદાણી ગ્રુપ સાથે જોડાયેલી ઓફશોર કંપનીમાં ભાગીદારી છે.
અહેવાલો બાદ અદાણી ગૃપને થયું હતુ મોટું નુકસાન
આ કંપનીએ જાન્યુઆરી 2023માં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ સામે ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ તેના કારણે ગ્રુપના માર્કેટ કેપમાં ભારે ઘટાડો થયો હતો. કંપની બંધ કરવાના કારણોનો ખુલાસો કર્યો નથી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે અમેરિકા પરત ફરી રહ્યા છે. ત્યારે જ આ કંપની બંધ થતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
હિન્ડનબર્ગ રિસર્ચ, જે તેની શોર્ટ-સેલિંગ પ્રવૃત્તિઓ માટે જાણિતી છે, તેણે અદાણી ઉપરાંત ઘણા અબજોપતિઓને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાના દાવા છે. કંપનીના સ્થાપક નાથન એન્ડરસને 15 જાન્યુઆરીએ આ જાહેરાત કહ્યું કે મેં મારી ટીમને એક વર્ષ અગાઉ જ જાણ કરી હતી કે હું હિન્ડનબર્ગ રિસર્ચ બંધ કરું છુ. તેમણે કહ્યું કે તપાસના વિચારો પૂર્ણ થયા પછી કંપનીને બંધ કરવાની યોજના હતી. કંપનીએ તાજેતરમાં પોન્ઝી યોજનાઓ સંબંધિત તેના અંતિમ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. આ પછી કંપનીની સંશોધન પ્રવૃત્તિઓ સમાપ્ત થઈ ગઈ છે.
અદાણીને ભારે નુકસાન થયું
ભારતમાં, હિન્ડેનબર્ગ રિસર્ચનું નામ જાન્યુઆરી 2023 માં ચર્ચામાં આવ્યું, જ્યારે તેણે દેશના ત્રીજા સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ, અદાણી ગ્રુપ વિશે એક અહેવાલ રજૂ કર્યો. આમાં, જૂથ પર શેરના ભાવમાં હેરાફેરી સહિત અનેક આરોપો મૂકવામાં આવ્યા હતા. ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ તેના કારણે અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો થયો હતો. જો કે હાલ અદાણી ગૃપની કમાણી વધી રહી છે.
ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સંભાળે તે પહેલા જ કંપની બંધ
હિન્ડનબર્ગ રિસર્ચને બંધ કરવાની એન્ડરસનની જાહેરાત આઘાતજનક છે. તાજેતરમાં, યુએસ સંસદની હાઉસ જ્યુડિશિયરી કમિટીના સભ્ય અને રિપબ્લિકન સાંસદે ન્યાય વિભાગને અદાણી અને તેમની કંપનીઓની તપાસ સંબંધિત તમામ દસ્તાવેજો અને સંદેશાવ્યવહાર સાચવવા વિનંતી કરી હતી. એન્ડરસને હિન્ડનબર્ગ રિસર્ચ બંધ કરવાનું કારણ આપ્યું ન હતું, પરંતુ આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ થોડા દિવસોમાં વ્હાઇટ હાઉસ પાછા ફરવાના છે. જેથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ કોણ કરી રહ્યું છે?