બાંગ્લાદેશી યુવક ભારતીય ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો સાથે ઝડપાયો!

  • Gujarat
  • January 16, 2025
  • 1 Comments

સુરત પોલીસે નકલી ભારતીય નાગરિકત્વ ધરાવતાં શખ્સની ધરપકડ કરી છે. SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ)એ નકલી દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપતાં બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે. બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા (બાંગ્લાદેશી કરન્સી) આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. હાલો લાલ ગેટ પોલીસે ફરિયાદ નોંધી અન્ય બાંગ્લાદેશીઓ અહીં રહે છે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ જામનગર: ધ્રોલના લતીપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત; 3 લોકોના મોત, બે ગંભીર

બાતમીના આધારે SOGએ દરોડો પાડ્યો

સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે લાલગેટ પાલીયા ગ્રાઉન્ડ ઝુપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે અને ખોટા ભારતીય પુરાવા સાથે રહે છે. બાતમીના આધારે SOGની ટીમે લાલગેટ ખાતે પાલીયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટીમાં રેડ પાડી હતી. ત્યાં રહેતા યુસુફ સરદાર (ઉંમર 27, મૂળ બાંગ્લાદેશ)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ, તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે.

હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો

આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હોવાની કબૂલાત કરી છે. આરોપીએ પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવી સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો. આરોપી વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ SOGની ટીમ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને સુરતમાં રહેલા અન્ય બાંગ્લાદેશી નાગરિકો કે જે ગેરકાયદેસર રીતે અહીં રહે છે, તેમને શોધી રહી રહી છે.

આ પણ વાંચોઃ વિશ્વના બીજા સૌથી મોટા મ્યુઝિયમનું ગુજરાતમાં લોકાર્પણ

Related Posts

Mundra Port Captagon Drugs Seized: દેશમાં પહેલીવાર પકડાયું ખતરનાક ‘જેહાદી ડ્રગ્સ’, મુંદ્રા પોર્ટ પર ૧૮૨ કરોડના કેપ્ટાગોન પાવડર સાથે આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ!
  • May 18, 2026

Mundra Port Captagon Drugs Seized: ગુજરાતનો સમુદ્ર કિનારો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના નિશાના પર આવ્યો છે. કચ્છ જિલ્લાના કંડલા નજીક આવેલા મુંદ્રા બંદર પરથી દેશમાં સૌપ્રથમવાર અત્યંત ઘાતક અને…

Continue reading
Rajkot Congress Onion Protest: ઉપલેટામાં કોંગ્રેસનો ખેડૂત સમર્થન કાર્યક્રમ, 1 રૂપિયે ડુંગળી વેચી સરકારની નીતિઓ સામે કર્યો વિરોધ
  • May 15, 2026

Rajkot Congress Onion Protest: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને આસમાને પહોંચેલી મોંઘવારી સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાકના પોષણક્ષમ ભાવ ન મળવાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CJI Surya Kant cockroach Statement: ‘કોકરોચ’ અને ‘પરજીવી’ વાળા નિવેદન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની સફાઈ

  • May 18, 2026
  • 1 views
CJI Surya Kant cockroach Statement: ‘કોકરોચ’ અને ‘પરજીવી’ વાળા નિવેદન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની સફાઈ

NEET paper leak પર કોંગ્રેસનો કેન્દ્ર પર પ્રહાર, પવન ખેડાનો કટાક્ષ- ‘વોટ્સએપ યુનિવર્સિટી’ હવે ડોક્ટરો પણ તૈયાર કરશે?

  • May 18, 2026
  • 5 views
NEET paper leak પર કોંગ્રેસનો કેન્દ્ર પર પ્રહાર, પવન ખેડાનો કટાક્ષ- ‘વોટ્સએપ યુનિવર્સિટી’ હવે ડોક્ટરો પણ તૈયાર કરશે?

NEET UG 2026 paper leak: નીટ પેપર લીક કૌભાંડમાં NTAની મહિલા એક્સપર્ટ પ્રોફેસર મનીષા માંઢરેની ધરપકડ, બોટની-ઝૂલોજી પ્રશ્નપત્ર સુધી હતી સીધી પહોંચ

  • May 18, 2026
  • 7 views
NEET UG 2026 paper leak: નીટ પેપર લીક કૌભાંડમાં NTAની મહિલા એક્સપર્ટ પ્રોફેસર મનીષા માંઢરેની ધરપકડ, બોટની-ઝૂલોજી પ્રશ્નપત્ર સુધી હતી સીધી પહોંચ

Mundra Port Captagon Drugs Seized: દેશમાં પહેલીવાર પકડાયું ખતરનાક ‘જેહાદી ડ્રગ્સ’, મુંદ્રા પોર્ટ પર ૧૮૨ કરોડના કેપ્ટાગોન પાવડર સાથે આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ!

  • May 18, 2026
  • 14 views
Mundra Port Captagon Drugs Seized: દેશમાં પહેલીવાર પકડાયું ખતરનાક ‘જેહાદી ડ્રગ્સ’, મુંદ્રા પોર્ટ પર ૧૮૨ કરોડના કેપ્ટાગોન પાવડર સાથે આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ!

Priyanka Chaturvedi: NEET પેપર લીક વિવાદમાં પ્રિયંકા ચતુર્વેદીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: વિદ્યાર્થીઓની આત્મહત્યાઓને ગણાવી ‘સિસ્ટમ દ્વારા કરાયેલી હત્યા’

  • May 17, 2026
  • 9 views
Priyanka Chaturvedi: NEET પેપર લીક વિવાદમાં પ્રિયંકા ચતુર્વેદીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: વિદ્યાર્થીઓની આત્મહત્યાઓને ગણાવી ‘સિસ્ટમ દ્વારા કરાયેલી હત્યા’

Ganga Water Treaty: બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનનું ભારતને અલ્ટીમેટમ, ‘ગંગા નદીના પાણીની વહેંચણી પર જ નક્કી થશે ભવિષ્યના સંબંધો’

  • May 17, 2026
  • 10 views
Ganga Water Treaty: બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનનું ભારતને અલ્ટીમેટમ, ‘ગંગા નદીના પાણીની વહેંચણી પર જ નક્કી થશે ભવિષ્યના સંબંધો’