Vote chori: મોદી ચૂંટણીમાં ચોરી કરીને PM બન્યા’, વોટ ચોરી ખુલ્લી પાડવાનું કામ હજુ ચાલુ: રાહુલ ગાંધી

  • India
  • November 7, 2025
  • 0 Comments

 Vote chori:એક બાદ એક રાહુલ ગાંધી મોદી સરકાર અને ઈલેક્શન કમિશનની પોલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ખોલતાં જઈ રહ્યા છે. જેનો જવાબ પણ આપવામાં આવી રહ્યો નથી. ત્યારે હવે રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ચોરી કરી મોદી વડાપ્રધાન બન્યા હોવાનું કહ્યું છે. જેથી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું અમારી પાસે ઘણી બધી બાબતો છે. અમે બતાવતા રહીશું કે ચૂંટણી પંચ કેવી રીતે ગેરરીતિઓ કરી રહ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ સામાન્ય જનતાને જાગૃત કરવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે તેઓ દેશના યુવાનોને જણાવશે કે નરેન્દ્ર મોદી ચૂંટણી ચોરી કરીને કેવી રીતે PM બન્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પ્રક્રિયા અટકી નથી અને તે ચાલુ જ છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “આ એક સરળ બાબત છે. મેં મારા પ્રેઝન્ટેશનમાં બતાવ્યું કે હરિયાણાની ચૂંટણી બિલકુલ ચૂંટણી નહોતી. તે મોટા પાયે ચોરી હતી. મેં કરેલા આરોપોનો કોઈ જવાબ નહોતો. ચૂંટણી પંચ કે ભાજપ તરફથી કોઈ જવાબ નહોતો, પરંતુ મેં જે કહ્યું તેનો પણ ઇનકાર નહોતો. સત્ય એ છે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ચૂંટણી પંચ સંયુક્ત રીતે બંધારણ પર હુમલો કરી રહ્યા છે. બંધારણ કહે છે કે એક માણસ, એક મત. હરિયાણામાં આવું બન્યું નહીં. ત્યાં, બ્રાઝિલની એક મહિલાના નામે વોટર આઈડી બનાવવામાં આવ્યું હતું. એક બૂથ પર, 200 વોટર કાર્ડમાં એક જ મહિલાનો ફોટો જોવા મળ્યો હતો.”

ગુજરાતમાં પણ આવું જ બન્યું…

બિહારમાં મતદાન ટકાવારીમાં વધારા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાસે ઘણી બધી બાબતો છે. અમારી પ્રક્રિયા ચાલુ રહેશે. અમે GenZને બતાવતા રહીશું કે નરેન્દ્ર મોદી ચૂંટણી ચોરી કરીને PM બન્યા. તેમણે પૂછ્યું કે હરિયાણામાં વોટર આઈડીમાં બ્રાઝિલિયન મહિલાનો ફોટો કેવી રીતે હોય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે મહિલાનું નામ હતું અને જેણે મતદાન કર્યું હતું તે મહિલાને આગળ મૂકવામાં આવી. પરંતુ તેમાં બ્રાઝિલિયન મહિલાનો ફોટો કેવી રીતે છે તેનો કોઈ જવાબ મળ્યો નથી. રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે બિહારમાં પણ આવું જ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને ગુજરાતમાં પણ આવું જ બન્યું છે.

આ પણ વાંચો:

Vote scam: વોટ ચોરી જ નહીં, ચોરીની સરકાર?, જુઓ વીડિયો

Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?

Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું

Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા

Bhavnagar: મહુવા તાલુકામાં વૃધ્ધાને પતાવી દેનાર શખ્સ પકડાયો, કેવી રીતે પકડાયો આરોપી ભત્રીજો?

Surat: મહિલા RFOને માથામાં ગોળી વાગી, પતિ પર ગંભીર આરોપ!, જાણો

  • Related Posts

    Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ
    • September 21, 2026

    Road Dust Pollution India: નવી બનેલી રોડનો કાળો અને ચમકદાર દેખાવ થોડા જ અઠવાડિયામાં બદલાઈને ગ્રે કે ભૂરા રંગમાં કેમ ફેરવાઈ જાય છે? રોડની બંને બાજુ જમા થતી સફેદ ધૂળ…

    Continue reading
    Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા
    • September 21, 2026

    Adani Power Project: આસામના ધુબરી જિલ્લામાં અડાણી પાવરના 3,200 મેગાવોટના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટને લઈને વિકાસ અને વિસ્થાપન વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ 20 સપ્ટેમ્બર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

    • September 21, 2026
    • 5 views
    Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

    • September 21, 2026
    • 7 views
    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

    • September 21, 2026
    • 9 views
    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

    Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

    • September 21, 2026
    • 10 views
    Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

    Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

    • September 21, 2026
    • 7 views
    Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

    Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

    • September 21, 2026
    • 9 views
    Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?