
Bhavnagar Diamond Industry: દિવાળીના વેકેશન બાદ હજી પણ હીરા બજાર બંધ જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લાના બે લાખથી વધુ લોકો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમજ 2000 થી વધુ કારખાનાઓ આ વ્યવસાયમાં 1.5 થી વધુ જોડાયેલા રત્નકલાકારો છે, ત્યારે હજી પણ આ હીરા બજાર દિવાળીનું વેકેશન પૂર્ણ થતા હજી સુધી ખોલ્યું નથી. જેની અસર રત્ન કલાકારો પર જોવા મળી રહી છે.
ભાવનગરનો હીરા ઉદ્યોગ ઈતિહાસમાં ક્યારેય ન જોઈ એવી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. જેના કારણે હીરા ઉદ્યોગમાં પડેલું દિવાળીનું વેકેશન હજુ લાંબુ ચાલશે અને હજી સુધી માર્કેટ ખુલ્લે તેવા હાલની સ્થિતિમાં કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. હીરા ઉદ્યોગની મંદીની અસર રત્નકલાકારોની રોજગારી પર જોવા મળી રહી છે. ભાવનગરનો હીરા ઉદ્યોગ ઈતિહાસની ભયંકર મંદીના ચપેટમાં, ડિસેમ્બર સુધી માર્કેટ ખુલવાના એંધાણ નહીં. જોકે તુલસી વિવાહથી દેવદિવાળી સુધીમાં ખુલી જતાં હીરાના કારખાનામાં હજુ તાળા ખુલ્યા નથી.
દેશમાં મુંબઈ સુરત અને ભાવનગરમાં વર્ષોથી ધમધમતો હીરા ઉદ્યોગ અને હિરા સાથે સંકળાયેલી બાબતોની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. આ ઉદ્યોગ થકી લાખો લોકો સીધી રોજગારી મેળવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં વ્યાપ્ત મહામંદી ત્યારબાદ રશિયા, યુક્રેનનું યુદ્ધ અને હવે અમેરિકા દ્વારા વિશ્વના દેશો પર નાખવામાં આવેલા ટેરીફને પગલે હીરા ઉદ્યોગનું અસ્તિત્વ જોખમાયુ છે.
મુંબઈ અને સુરત શહેરમાં હીરા ઉદ્યોગની ચમક ઝંખવાઈ છે. ત્યારે ત્રીજા ક્રમે ભાવનગરનું નામ આવે છે, કારણ કે ભાવનગરમાં માત્ર હીરા ઉદ્યોગ એક જ એવો ઉદ્યોગ છે કે જેના પર લાખો લોકો નિર્ભર છે છેલ્લા ત્રણ વર્ષથી અસ્તિત્વ ટકાવી રાખવા માટે મરણિયો સંઘર્ષ કરી રહેલ આ ઉદ્યોગનું અસ્તિત્વ જ હંમેશા માટે મટી જાય એવી વિકટ સ્થિતિનું સર્જન થયું છે. પરંતુ આજે ભાવનગર શહેર જિલ્લામાં 60 થી 70% યુનિટો કાર્યરત છે અને એ પણ ક્યારે બંધ થઈ જાય એનું નક્કી નથી. ત્યારે જો હીરા ઉદ્યોગની સ્થિતિ આ જ પ્રકારે યથાવત રહી તો રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાશે. જેના કારણે સામાજિક વ્યવસ્થા પણ જોખમમાં મુકાશે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અવારનવાર કોઈને કોઈ પગલા જાહેર કરતા હોય છે પરંતુ હીરા ઉદ્યોગ માટે આજ સુધી કોઈ નક્કર પગલું લેવામાં નથી આવ્યું જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ભાવનગર તથા સુરતમાં રહેતા સેકડો રત્નકલાકારોએ મંદીના કારણે બે વર્ષમાં ભાવનગર શહેરના નિર્મળનગર અને અન્ય વિસ્તારોમાં સ્થિત હીરા બજારમાં આવેલ 500 થી વધુ ઓફિસો બંધ થઈ ગઈ છે એવી જ રીતે અનેક કારખાનાઓ પણ બંધ થયા છે. હીરા ઉદ્યોગમાં ચડતી પડતી નો માહોલ આવ્યા કરતો હોય છે જ્યારે મંદીનો સમય હોય ત્યારે રત્ન કલાકારો એસોટર્સને પગાર કાપ સાથે રોજગારી આપવાનો પ્રયત્ન હીરા ઉદ્યોગ દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી હીરા ઉદ્યોગની માઠી બેઠી છે ઉગરવાનો કોઈ ઓપ્શન નથી ત્યારે હાલમાં રત્ન કલાકારોને રોજગારી આપવી કે વ્યવસાય ચલાવો શક્ય નથી અને ના છૂટકે યુનિટો બંધ કરવાની ફરજ પડી રહી છે.
અહેવાલ- નીતિન ગોહેલ, ભાવનગર
આ પણ વાંચો:
Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ
ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain
Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન એકતા પદયાત્રામાં મુસ્લિમ સંગઠન જોડાયા, સમર્થન આપતાં શું કહ્યું?
Haryana: ફરીદાબાદ મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX મળ્યુ!, 3 ડૉક્ટરો આતંકી કેમ બન્યા?








